________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૨૫
મહાવીર તે વળી કોણ છે મોટો ?’
ગૌતમને અભિમાન થયું. વીર સાથે વાદવિવાદ કરવા માટે પાંચસો શિષ્યોના પરિવાર સાથે ઇન્દ્રભૂતિ જઇ રહ્યા છે ભગવાન મહાવીરદેવને બતાવી દેવા માટે.... બહાર ક્રોધ દેખાઇ રહ્યો છે. અંદર અભિમાન સળવળી રહ્યું છે. બંનેના મિશ્રણે ઇર્ષા ઉત્પન્ન કરી છે... અને તેમાંથી ભગવાન પાસે જવાનું બન્યું છે. હા..... રસ્તામાંય તેમના અંતરમાં ભગવાન પ્રત્યેની ભારોભાર દ્વેષની વિચારણા ચાલુ જ છે...
‘જોઇ લઇશ એ નવા આવેલા સર્વજ્ઞને.’
અને છેક ઇન્દ્રભૂતિ સમવસરણ સુધી પહોંચ્યા... સિંહાસન પર બિરાજમાન પ્રભુ વીરને એ નીરખી જ રહ્યા....
ગયો.
અને સ્તબ્ધ થઇ ગયા....
આ રૂપ.....? આ કાન્તિ..... આ પ્રભાવ.....? આ તેજ.....? ક્ષણભર તો ખેદ થઇ
‘અહીંયાં ન આવ્યો હોત તો સારું હતું.....
પણ અંદર બેઠેલા અહંકારે તો છેક સમવસરણનાં પગથિયાં ચડાવ્યા... અને મનમાં થઇ રહ્યું કે વાત તો કરી લેવા દે.... અને ત્યાં જ ભગવાનના શ્રીમુખે મધુર ધ્વનિમાં ‘હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! સુખે આવ્યા ?' ના શબ્દો સાંભળી આશ્ચર્ય અનુભવ્યું. ત્યાં તો મનના અહંકારે સમજાવ્યું... ‘મુજને કોણ ન ઓળખે’ અને અતિ ગર્વ અનુભવ્યો. અરે !... ત્યાં તો ભગવાનના શ્રીમુખે પોતાના મનમાં રહેલી ‘આત્મા છે કે નહીં?'ની શંકા સાંભળી... અને એ શંકા દૂર થતાં જ અહંકારનો મેરુ ઓગળવા લાગ્યો.
...સત્યનું દર્શન થઇ રહ્યું, અંતરમાં શાતા થઇ ગઇ... અને ઇન્દ્રભૂતિ ‘વીર'નાં ચરણોમાં ઝૂકી પડ્યા.
બસ.... હવે બીજો કોઇ વિચાર નથી. ‘વીર’ને દેખાડી દેવા નીકળેલા ઇન્દ્રભૂતિ ગૌતમ, પ્રભુ ‘વીર'નાં ચરણોમાં નાના બાળકની જેમ બેસી રહ્યા. એક વખત મહામિથ્યાત્વમાં બેઠેલા ઇન્દ્રભૂતિ કાયમ માટે.... શાશ્વતકાળ સુધી... ‘વીર.....વીર....વીર.....’ કરી મહાવીરસ્વામીજીના પ્રથમ શિષ્ય, પ્રથમ ગણધર બન્યા. અને સંસારના પરિભ્રમણને સ્થગિત કરી ગયા.
અહો.... હો.... કેટલો વિરોધાભાસ...!
ક્યાં અહંકારના મેરુ પર બેસનારું ઇન્દ્રભૂતિનું વ્યક્તિત્વ અને બાળક બનીને પ્રભુ વીરનાં ચરણોમાં બેસી જવાનો સમર્પિત ભાવ! જેને સમયે સમયે વીર... વીર... વીર...' હૈયામાં ઘૂંટાતું જ જતું હતું, ચાર ચાર લબ્ધિઓના માલિક હોવા છતાં જેણે ભગવાનની હયાતીમાં પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂક્યો નહીં. પહેલાં ભગવાન પરના રોષ’ને લઇને વાદ-વિવાદ કરવા ભગવાન પાસે આવ્યા. તો ભગવાને તેમને ‘તોષ’ આપી પ્રથમ ગણધર બનાવ્યા.
દીક્ષા લીધા પછી પ્રથમ ગણધર તરીકેની સ્થાપના બ્રાહ્મણ એવા ગૌતમસ્વામીની થઇ. ભગવંતશ્રીએ તેમને ‘શ્રી’ સાથે એવી રીતે પરણાવી દીધા કે જે ગૌતમસ્વામીથી પ્રતિબોધ થઇ