________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૨૭
જ પામે છે. અને ખરે જ! ગૌતમસ્વામી આનાથી વંચિત રહી ગયા. દેવશમને પ્રતિબોધી પાછા ફરતાં, વીરનિવણિની જાણ થતાં કરુણ આક્રંદ કરી રહ્યા ને બોલી ઊઠ્યા...
તારા વિના વીર કોની સાથે બોલશું જંગલવન લાગે છે આ સંસારને વિધવિધ શાસ્ત્રતણા આલાપ કરું કિંઠા
ભોજન પણ નવિ ભાવે તુમ વિણ નાથ જો'... વિલાપ કરતાં કરતાં સાંજ પડી ગઈ.... આખરે ખરી વસ્તુસ્થિતિનું ભાન થયું... રાગ-મોહનાં બંધનો તૂટી ગયાં. અને ગૌતમસ્વામી “વીતરાગ’ બન્યા. આસો વદ અમાવાસ્યાની રાત્રે પ્રભુ નિવણ પામ્યા ને નૂતન વર્ષની નવલી પ્રભાતે ગૌતમસ્વામી કેવળી’ થયા. તે વખતે તેમની ઉંમર એંસી (૮૦) વર્ષની હતી. બાર વર્ષ સુધી કેવળપયયમાં વિચરી બાણું ૯૨) વરસની પાકટ વયે સર્વ કર્મનો ક્ષય કરી ગુરુ ગૌતમસ્વામી મોક્ષે પધાર્યા.
કલ્પસૂત્રમાં કવિ કલ્પના કરતાં કહે છે કે.. આ ગૌતમસ્વામી તો કોઈ અદ્ભુત કલાના | સ્વામી હતા. જે રાગાદિ દોષોથી માનવીનું પડતર થાય છે એ દ્વારા જ એમનું ચડતર થયું... અહંકાર કરે તે સર્વ બાજુથી પડતીને પામે તેને બદલે આ ગૌતમસ્વામીનો અહંકાર તેમને પ્રથમ ગણધર બનાવે છે. અતિશય રાગ દુર્ગતિનું કારણ બને છે પરંતુ ગૌતમસ્વામીને તો રાગે જ કેવળજ્ઞાન અપ્યું.
“'The story of the great man all remind" મહાજનો યે ન ગત સ પત્થાઃ
મહાપુરુષોએ ચીંધેલા માર્ગે આપણે ચાલવા પ્રયત્નશીલ રહેવું જોઇએ. મહાપુરુષોના ! જીવનબાગમાંથી ગુણપુષ્પોની સુવાસ પ્રાપ્ત કરવી જોઇએ.
“શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હોજો.” નવા વરસની નવીન ચોપડામાં વેપારીઓ દ્વારા લખાતું આ વિરલ વાક્ય મહામહિમ ગુરુ ગૌતમસ્વામીની ગૌરવવંતી ગુણગરિમાની સાક્ષી પૂરે છે. પ્રભુ મહાવીરના પટ્ટશિષ્ય, પ્રથમ ગણધર અને ચૌદ હજાર સાધુઓમાં શ્રમણ શ્રેષ્ઠ ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામીજીનું પુનિત જીવન પ્રેરણા-પીયૂષનું પાન કરાવે છે.
અનુપમ જ્ઞાની એવા અનંતલબ્લિનિધાન શ્રી ગુરુ ગૌતમસ્વામીને ૨૫૦૦ વર્ષ પછી પણ લોકો યાદ કરીને ગાય છે.. “અંગૂઠે અમૃત વસે..
લબ્ધિ તણા ભંડાર... શ્રી ગુરુ ગૌતમસ્વામીને સમરિયે
વાંછિત ફલ દાતાર.”