________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૨૧
શિષ્યોને તેરમા ગુણસ્થાને પહોંચાડે. ભગવાનથી ભક્ત સવાયા. ગુરુથી ચેલા આગરા તે કહેવતને શ્રી ગૌતમે સત્ય સત્ય કરી બતાવ્યું.
ભગવાન દીક્ષા આપે તે સાધુ તદ્ભવે મોક્ષે જાય કે ન પણ જાય; પણ ગૌતમ દીક્ષા આપે તે તો અવશ્ય મોક્ષે જાય. ગુરુથી શિષ્ય સવાયા.
પોતે છદ્મસ્થ અને શિષ્યો કેવલી. તે પણ શ્રી ગૌતમસ્વામીનું અજબ દાન છે. ગુરુથી ચેલા આગરા.
અને ત્રીજો સ્તર છે પરમાત્માની અવિહડ અતૂટ ભક્તિ. ભગવાને અનેક પ્રહાર કર્યા. ગોયમ એક સમયનો પણ (રાગ) પ્રમાદ ન કર. પણ સાંભળે જ કોણ ! મુક્તિને ઠેલતા રહ્યા પણ ભક્તિમાં તો એવા ચોંટી રહ્યા કે પ્રભુજીના અનેક પ્રહારો અને અખતરા પણ કામ આવ્યા નહીં. આ બધી અજબતાનાં આધ્યાત્મિક સમાધાન થઇ શકે છે; પરંતુ અનંતલબ્ધિનિધાન, અનંત શક્તિશાળી, જવાંમર્દ ભક્તાત્મા શ્રી ગૌતમસ્વામીજીનો જોટો ક્યાંય જડે તેમ નથી.
ભગવાને શ્રી ગૌતમસ્વામીને પ્રમાદી કહીને અનેક પ્રહાર કર્યા છતાં દુઃખ લાગ્યું નહીં. છેવટે તે યુવરાજ પ્રભુપાટનો વારસ, પ્રથમ ગણધર, શાસનસમ્રાટ અને સ્થાપનાચાર્યના હકદાર હોવા છતાં તે પદ માટે શ્રી ગૌતમને માન્ય કર્યા નહીં અને પૂછ્યું પણ નહીં. તેનો હક્ક છીનવીને સુધમમસ્વામી—નાના ગણધરને શાસન સોંપી દીધું તો પણ શ્રી ગૌતમે પ્રભુનો ઉપકાર માન્યો કે મને બોજામુક્ત કર્યો.
ગજબની ભક્તિ, ગજબની નમ્રતા. શ્રી ગૌતમસ્વામી અજોડ અને બેનમૂન છે. શ્રી ગૌતમસ્વામીજીના ગંભીર અને આધ્યાત્મિક જીવનના ગ્રંથો લખાય તો પણ ઓછા પડે છે.
શ્રી ગૌતમસ્વામી સંઘતીર્થ, પ્રથમ ગણધર, અજોડ ભક્ત, અજોડ લબ્ધિનિધાન, પ્રાતઃસ્મરણીય, મહામંગલ, ઉત્તમ ઉત્તમોત્તમ અને શરણગમ્ય સાક્ષાત્ પરમાત્મા છે.
ગૌતમસ્વામીજીના નામમાં ત્રણે મંત્રદેવો શ્રી નમસ્કાર મહામંત્રમાં સ્થાપિત થયેલા ૧૮ પૈકીના છે. ગ—અખંડ હસ્તિ સ્વરૂપ, તતીર્થ સ્વરૂપ, મ—મોક્ષ સ્વરૂપ છે. ૬૮ તીર્થોની સંખ્યાએ ૨-૧-૯ = કુલ બાર થાય છે. તે બારમા ગુણસ્થાનવર્તી ગણધર ભગવંત હોઇ શકે.
જૈન શાસનની મહાન વિરલ વિભૂતિ શ્રી ગૌતમસ્વામીને કોટિ કોટિ વંદના.
૯૧
ગુરુ કેવા કરવા
ગીત (રાગ ભીમપલાસ)
ગુરુ કરવા તો ગૌતમ જેવા અવશ્ય કેવળ આપે સકળ કર્મનો છેદ કરાવી અવિચલ ધામે સ્થાપે.
ચૌદ શતક ચોવીશી ગણધર સઘળા છે ઉપકારી પણ ગૌતમની રીત અનોખી રહે નહીં સંસાર સર્વ શિષ્યને મોક્ષ લક્ષ્મીના એક જ માપે માપે.....ગુરુ કરવા