________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૧૯
ગણાય. વળી સમગ્ર જિન-ચોવીશીના પ્રથમ ગણધરોને તેમાં નમસ્કાર થવાનું પણ સંભવે છે.
પંક્તિનું ત્રીજું ચરણ છે મંગલ સ્થૂલભદ્રાચા– આ વાતમાં નામજોગ નમસ્કરણીય સ્થૂલભદ્રજી મહાત્માને મંગલઘરમાં દાખલ કર્યા ને વ્યક્તિગત અને અજોડપણું જાહેર કરે છે. ચૌદ પૂર્વધરો ભદ્રબાહુસ્વામીજી જેવાને નામજોગ ન લીધા અને સ્થૂલભદ્રજીને જ મંગલઘરમાં પધરાવ્યા તે વ્યક્તિગત વિશેષતા કહી શકાય તેમ છે, જેનું ચિંતન વિશાળ છે એટલે તેમના વિષે સરળતા થાય છે કે સ્થૂલભદ્રાચા–એટલે સ્થૂલભદ્ર જેવા મહાત્માઓને જ મંગલમાં પ્રવેશ મળે છે. જ્યારે ચોથું ચરણ જૈનધર્મ સદા-સર્વદા મહામંગલકારી છે જ.
એમ પ્રથમ પંક્તિ મંગલના ભંડારસમા દેવ, ગુરુ, ધર્મને નમસ્કાર થયો. બીજી પંક્તિ છે તીર્થ, દેવ અને ગુરુ તત્ત્વને વંદના કરવાની. શત્રુંજય સમો તીર્થ નહીં અન્ય તીર્થોથી વિશેષ બન્યો. શત્રુંજય તીર્થ શાશ્વત્ છે, કોઈ પણ કાળે તીર્થ રૂપે હોય છે અને રહેશે. વળી ભાવશત્રુ ઉપર જય કરનારો હોતાં શ્રી અરિહંત જેવી ઉપમાને પાત્ર બને છે, તારક છે. વળી અન્ય તીર્થમાં થતી આરાધના કરતાં શત્રુંજય તીર્થની પાવન ભૂમિમાં થતી આરાધનાનું ફળ સો-ગણું જ્ઞાનીઓએ ફરમાવ્યું છે એટલે તે અજોડ બને છે.
ઋષભ સમા નહીં દેવ–આ પંક્તિ ગંભીર છે. બધા જ તીર્થકરો પૂર્ણ જ્ઞાની, અનંત શક્તિશાળી, સરખા ગુણધારી અને પરિણામે મોક્ષે પધારવાવાળા હોય જ છે. વળી બધા જ તીર્થકરો શાસનસ્થાપના કરે છે, મોક્ષદાતા છે. તો ઋષભદેવ કેવા કારણે અજોડ બની શકે ? |
સમાધાન થાય કે શ્રી ઋષભદેવનું પુણ્યાનુબંધી પુણ્ય અનૂઠું અને વિશેષ હતું. અરિહંતપણાની સામ્યતા દરેક તીર્થકરમાં હોય, પરંતુ પુણ્યકર્મની તરતમતા તો હોય છે. તેના કારણે શ્રી ઋષભદેવસ્વામીને એક અજોડ અને ઉપકારી તપ પ્રાપ્ત થયો. ભૂતકાળના અંતરાય-કર્મથી બંધ પડેલ તે તેમને છેલ્લા ભવમાં ઉદયમાં આવ્યો. નામ છે વરસીતપ. ૪00 સતત ઉપવાસ થયા; જેની અનુમોદના જૈનશાસનમાં પ્રચલિત થઈ. વરસીતપ ચલણી સિક્કો બન્યો. તે તપમાં વીશ વીશના વીશ ઉપવાસના સળંગ તપ થવાથી વીશ સ્થાનક તપ યુક્ત બની રહ્યો અને તેઓ તારકના પુણ્ય પ્રભાવે જેનશાસનના ચારે સ્થંભોના સભ્યો પ્રભુ અનુમોદનાએ અંતરાય કર્મ-નિવારક ગણી ઉપયોગમાં લીધો છે. તેનું અત્યંતર પરિણામ છે સમ્યગુ દષ્ટિ પ્રગટપણાનું.
સતત લાગલગાટ ૪૦૦ દિવસનું વિધિયુક્ત અનુષ્ઠાન મિથ્યાત્વ જેવાં ત્રણ ગુણસ્થાનમાંથી ચોથા ગુણસ્થાને પહોંચાડવાની સ્પ્રિંગરૂપે બન્યો છે.
એટલે અનંત કાળથી ૧-૨-૩ ગુણસ્થાને દોડાદોડી કરતા આત્માઓને ચોથી પગથી દૂર ને દૂર રહેતી, કેમે ચડી શકતા ન હતા તે આત્માઓને આ ચલણી સિક્કો ઉપર ચડવામાં ટેકારૂપ થયો.
એટલે સમજાય છે કે જે અન્ય કાળચક્રોમાં આત્માઓને સમ્યગ્દષ્ટિ થતા હતા તેનાથી વિશેષ સંખ્યાના જીવોને સમ્યગુદાતા ઋષભદેવ બન્યા. વળી તેમના પારણાની તિથિને ખગોળમાં રહેલાં તત્ત્વોએ અમર બનાવી એટલે શ્રી ઋષભદેવ સર્વ તીર્થંકરો કરતાંય વિશેષ ઉપકારી બન્યા.
શાશ્વત તત્ત્વો પોતાના સ્વભાવે જ રહે છે, છતાં ભગવાનના તપની અનુમોદના માટે જ કાયમની યાદગીરી રૂપ અક્ષય તૃતીયા-વૈશાખ સુદ ૩ અક્ષય બની. તીર્થકરોના કલ્યાણકારી
હતedહહહહહહહoodહતા