________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૧૭
એવા પોતાના પતિને જોઇને એ શ્રેષ્ઠિની પત્ની એના ખંડમાં આવી અને જોરજોરથી રડવા લાગી_જેથી ધ્યાનભંગ થયો અને રડતાં-રડતાં જ આ શ્રેષ્ઠિના પલંગના માંચા ઉપર માથું પછાડ્યું અને માથામાં જોરથી લાગતાં લોહીની ધાર છૂટી ને “હે સ્વામીનાથ...! આપના વિના મારું કોણ આધાર.....? હે નાથ ! આપ જશો પછી મારું શું?’ – એવાં રુદન કરતી અને સ્વામિનાથ ! સ્વામિનાથ ! વધતી રહી હતી ત્યારે ધ્યાનથી દૂર થયેલા શ્રેષ્ઠિને પત્નીના માથાનો ઘા દેખાતાં અને રુદન સાંભળતાં વિચાર્યું કે અરે...રે..બિચારીનું શું થશે ? કેવું એને લાગ્યું છે અને તે સમયે જ આયુષ્યનો બંધ પડ્યો અને આયુષ્ય પૂર્ણ થતાં એ આત્મા ત્યાં ને ત્યાં પત્નીના મસ્તકમાં નાનકડા કીડા તરીકે ઉત્પન્ન થઇ ગયો...
અહા..હા....કેવું છે કમનું વિજ્ઞાન ! જેવી ગતિ તેવી મતિ આવીને ઊભી રહી.
અનન્ય ગુરુભક્ત એવા પોતે જાણવા છતાં પણ સંપૂર્ણ પૂછીને જ-પ્રશ્નો કરીને સમાધાન મેળવતા હતા એવા વિનયની પરાકાષ્ઠાને પામેલા લબ્ધિવંત ગૌતમસ્વામી મહારાજાનું નામસ્મરણ અનેક આત્માઓના જીવનમાં વિનયવિવેકઔચિત્યના ભંડારને ભરપૂર કરનારું બને એ જ અભ્યર્થના.....
3
* અજ સુધ(કુંદક)ને પતનના માર્ગેથી -
પાછા વાળેછે.