________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૧૫
ઉપર પ્રમાણેના સામાયિક, દેવવંદન, ગુરુવંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાનથી અતિરિક્ત બીજા એકેય યોગની કલ્પના કેવળ આત્મછલના છે.
મહાવીરસ્વામીનાં ચરણ ગ્રહ્યાં પછી આવો પવિત્રતમ યોગ મને મળ્યો છે. આનાથી વધારે મારે કંઈ પણ જોઇતું નથી. કેવળજ્ઞાનની પ્રાપ્તિની પહેલી ક્ષણ પહેલાં મારી જ એ કામના છે કે આવો ચારિત્રયોગ જીવ માત્રને પ્રાપ્ત થાઓ અને તેની આરાધના કરી સૌ ધન્ય બનો!
૧૪. ગૌતમસ્વામીએ કહ્યું કે...
સાધક ! આ પ્રમાણે વરનાં ચરણોમાં અપ્રમત્તભાવે રહેવા છતાં પણ હું આજ સુધી કેવળજ્ઞાનથી વંચિત રહ્યો ત્યારે ઘટઘટના અંતર્યામી પરમાત્માએ એક દિવસે મારું સંબોધન કરીને કહ્યું કે – હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ કરીશ નહીં.” અને મારું મન તોફાને ચડવું, કયો પ્રમાદ? કેવો પ્રમાદ? હું તો અપ્રમત્ત છું. તો પછી મને કેવળજ્ઞાન ન થવાનું શું કારણ?
આમ વિચારે ચડતાં જ મને સમજાયું કે, “મહાવીરસ્વામી પ્રત્યે મારો પ્રશસ્તતમ રાગ પણ મારા કેવળજ્ઞાન માટે તો પ્રમાદ રૂપે જ કામ કરી રહ્યો છે. માટે આટલો રાગ પણ શા કામનો ?'
ત્યાર પછી દેવશમને પ્રતિબોધ કરી પાછા વળતાં મેં સાંભળ્યું કે, પતિતપાવન ભગવાન નિવણિ પામ્યા છે.” અને...મારા હૃદયનું બંધન મારા હાથમાં ન રહ્યું. તેથી બાળકની જેમ સ્નેહરાગમાં તણાઈને રોવા બેઠો. પણ સાધક! મારી આંખોમાંથી નીકળેલાં પાણી સાથે મારો સ્નેહપાશ પણ પીગળી ગયો અને કેવળજ્ઞાનની અભૂતપૂર્વ જ્યોતમાં મારો આત્મા ઝળહળી ઊઠ્યો.
૧૫. ગૌતમસ્વામીએ કહ્યું કે..
સાધક ! ભગવાન નિર્વાણ પામ્યા તે આખા વર્ષની અંતિમ અમાવાસ્યા હતી.
ભાવદીપક બુઝાયો જાણીને પોષધવ્રતમાં બેઠેલા રાજા-મહારાજાઓએ સમવસરણમાં દ્રવ્યદીપક પ્રગટાવ્યા. તેથી દીપાવલી-દિવાળીનો પ્રારંભ થયો.
નિવણ પછી આખોય સંઘ શોકસાગરમાં સંતપ્ત હતો; પણ અમાવાસ્યાના પરોઢિયે મને ! કેવળજ્ઞાન થયું તે કારણે સૌ કોઈ હષ ન્વિત થયા અને નવાં વસ્ત્રો, ભૂષણો, ભોજન, પરસ્પર મિલન આદિથી સૌ મળ્યાં. માટે તે દિવસ નવા વર્ષ તરીકે પ્રસિદ્ધ થયું.
જય મહાવીર ! જય ગૌતમ ગણધર !! જય સાધક !!!