________________
૭૧૪ ]
[ મહામણિ ચિંતામણિ
તભવ મોક્ષગામી શિષ્યો પણ અભવ્ય ગુરુનો ઉપકાર કોઈ કાળે ભૂલતા નથી. પ્રત્યુત-બહુમાનપૂર્વક વિનય જ કરે છે. કેમ કે ગુરુને કે તેમના ઉપકારને ભૂલનારો આ સંસારમાં ‘નગુરો’ કહેવાય છે. તે નગુરો સમાજ, ધર્મ કે દેશનું જેટલું નુકસાન કરી શકે છે તેટલું હજારો પાપીઓ પણ નથી કરી શકતા.
૧૨. ગૌતમસ્વામીએ કહ્યું કે..
હે સાધક ! ઉપર પ્રમાણે ગુરુવંદનાથી આત્મિક જીવનમાં ઈચ્છાશક્તિને દઢ કર્યા પછી તે સાધક ભવભવાંતરનાં કરતાં પાપોને-વાસનાઓને—ધારણાઓને તથા તેમની સ્મૃતિઓને પણ નામશેષ કરવા માટે પ્રતિક્રમણ’ નામના યોગની સાધના કરવા માટે પૂર્ણ તૈયાર થાય છે. પ્રતિક્રમણ એટલે.
(૧) પાપમાર્ગોનો ત્યાગ કરી પવિત્ર અને સદાચાર માર્ગે આવવું. (૨) ખોટે માર્ગે ગયેલી ઇન્દ્રિયોને કંટ્રોલમાં લઈને સત્ય માર્ગે લાવવી. (૩) હિંસા-દુરાચાર અને ભાગલાલસા તરફ પ્રસ્થાન કરેલા મનને અહિંસા-સંયમ તથા તપોમાર્ગ
પર લાવવું તે પ્રતિક્રમણ છે.
જેની ઉપાસના જીવમાત્ર ગમે તે સ્થળે અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ કરી શકે છે – શત) એટલી જ કે પાપોનું આલોચન અને પ્રાયશ્ચિત્ત થવું જોઇએ. કેમ કે પ્રતિક્રમણ માટે પાપોની આલોચના, પ્રયશ્ચિત્ત અને પશ્ચાત્તાપની જ આવશ્યકતા છે, જે આત્માના ઉત્થાન માટે પરમૌષધ છે.
૮૪ લાખ જીવયોનિના જીવો સાથે થયેલા અપરાધોનું અને ૧૮ પાપસ્થાનકો સેવાયા હોય તેની આલોચના કરવી જીવાત્માને પવિત્ર બનાવવા માટે જૈનશાસનની આ એક અપૂર્વ ભેટ છે, જે અન્યત્ર નથી.
*
*
૧૩. ગૌતમસ્વામીએ કહ્યું કે...
સાધક ! મેલ વિનાનું વસ્ત્ર દૂરીથી મેલવાળું ન થાય તેની કાળજી જેમ અનિવાર્ય છે તેમ પ્રતિક્રમણ દ્વારા પાપમેલને સાફ કરે; પછી ફરીથી પાપભાવના ન થાય તે માટે શરીર, ઇન્દ્રિયો અને મનને વશમાં કરવા માટે કાયોત્સર્ગની આરાધના કર્યા વિના છૂટકારો નથી. કેમ કે, આત્માને પાપમાર્ગ તરફ જવામાં આ ત્રણે સાધનો છે. તેથી તેમને દંડ દેવા માટે ઘડી-આધ–ઘડી ઊભાં ઊભાં કે પદ્માસને બેસીને પરમાત્માનું ધ્યાન કરવું તે સૌને માટે ઉપાદેય તત્ત્વ છે.
ત્યાર પછી ભોગ્ય કે ઉપભોગ્ય પદાર્થો માટે પાપો સેવ્યાં હોય, તેનું પ્રત્યાખ્યાન' કરવું, એટલે કે જે પદાર્થો, નિમિત્તો, મિત્રો, રસ્તાઓ આદિ આપણા જીવનને માટે પાપજનક બન્યા હોય, તે પદાર્થોને, મિત્રોને, નિમિત્તોને કે રસ્તાઓને પણ ત્યાગ કરવા માટે તૈયાર થવું અથવા તેમનો ત્યાગ કરી જ દેવો તે “પ્રત્યાખ્યાન' નામનો યોગ છે.