________________
૬૯૬ ]
[ મહામણિ ચિંતામણિ
પામતાં. વળી એમના ચમત્કારોની પણ કંઈ કંઈ અદ્ભુત વાતો લોકજીભે વહેતી થઈ હતી.
એકવાર ત્રીસમું ચોમાસુ વાણિજ્યગ્રામમાં રહીને ભગવાન કાંડિલ્યપુર પધાર્યા. ઇન્દ્રભૂતિ ગૌતમે નગરમાં ભિક્ષાચર્યા માટે ફરતાં ફરતાં અંબડના વેષ, વ્યવહાર અને ચમત્કારોની ઘણી ધણી વાતો સાંભળી. આથી એમનું મન શંકિત થયું કે આવો વિચિત્રવિલક્ષણ જીવ ભગવાનના સંઘનો સાચો શ્રમણોપાસક હોઈ શકે ખરો ?
ગૌતમે ભગવાનને પોતાની શંકાઓ કહી. ભગવાને હા કહીને શંકાઓનું સમાધાન
છેવટે ગૌતમે પૂછ્યું : “શું સંબડ પરિવ્રાજક નિગ્રંથ ધર્મની દીક્ષા લઈને આપના શિષ્ય બનશે? અને તેઓ કઈ ગતિ પામશે ?”
ભગવાને કહ્યું : “ગૌતમ! અંબડ મારું શિષ્યપણું તો નહીં સ્વીકારે, પણ એ એક ઉત્તમ શ્રમણોપાસક તરીકે વ્રત, તપ અને નિયમોનું આચરણ કરીને, પવિત્ર જીવનને પ્રતાપે, અહીંથી દેવલોકમાં જશે અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ નિર્વાણ પ્રાપ્ત કરશે.”
અંબડના વિચિત્ર લાગતા જીવનનું સત્ય દર્શન પામીને અને એમની સદ્ગતિની વાત સાંભળીને, સર્વકલ્યાણના વાંછુ ગૌતમસ્વામી રાજી રાજી થઈ ગયા ? પ્રભુના શાસનનો મહિમા કેવો વિસ્તરી રહ્યો છે !
(૬) કાલોદાયી વગેરેનું સમાધાન રાજગૃહ નગરનું ગુણશીલ ચૈત્ય ભગવાન મહાવીરના પધારવાથી અનેકવાર પાવન થયું હતું.
આ ગુણશીલ ચેત્યથી થોડે દૂર કાલોદાયી, શૈલોદાયી, સેવાલોદાયી વગેરે અન્ય ધર્મ-મતમાં આસ્થા ધરાવનાર ગૃહસ્થો રહેતા હતા. તેઓ તત્ત્વચર્ચાના રસિયા અને સત્યના જિજ્ઞાસુ હતા. અને જ્યારે જ્યારે સમય મળતો ત્યારે, વાત-વિનોદ કરીને પોતાની જિજ્ઞાસાને પૂરી કરવા પ્રયત્ન કરતા. હમણાં હમણાં તેઓમાં ભગવાન મહાવીરે સમજાવેલ પાંચ અસ્તિકાયની અને એમાંનાં ચાર અસ્તિકાય અજીવરૂપ – જડ અને એક સજીવ હોવાની તેમ જ ચાર અસ્તિકાય અરૂપી અને એક- રૂપી હોવાની વાતની ચર્ચા ચાલ્યા કરતી; પણ અંદર-અંદરની ચર્ચાથી એમનું સમાધાન થતું નહીં.
તે વખતે રાજગૃહ નગરમાં મદુક નામે એક શ્રાવક રહેતો હતો. એ શ્રમણ ભગવાન મહાવીરનો ભક્ત અને ધર્મતત્ત્વનો જાણકાર હતો. કાલોદાયી વગેરેએ એને પોતાની શંકા કહી અને મધુકે એનું સમાધાન પણ સારી રીતે કર્યું, છતાં કાલોદાયી વગેરેને એથી સંતોષ ન થયો.
ભગવાને મદુકની વાતને યથાર્થ કહી અને એની પ્રશંસા કરી અને ગૌતમના પ્રશ્નના જવાબમાં ભગવાને એના ઉજ્વળ ભાવિનું કથન કરતાં કહ્યું : “ગૌતમ! મદુક મારી પાસે દીક્ષા તો નહીં લે, શ્રાવકધર્મનું સારી રીતે પાલન કરીને દેવગતિ પામશે અને અંતે પંચમ ગતિને મોક્ષને પામશે.”