________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૦૧
રાજગૃહી નગરીનો વિસ્તાર પણ ઘણો હતો અને એનાં પરાં પણ અનેક હતાં. એમાંના એક પરાનું નામ નાલંદા હતું. ત્યાં ઘણા ધનાઢ્યો વસતા હોવાને કારણે એક મહાન સમૃદ્ધિશાળી સ્થાન તરીકે એની ઘણી ખ્યાતિ હતી. ભગવાન મહાવીરનો આ નાલંદા ઉપનગર સાથે ઘનિષ્ઠ સંબંધ હતો અને ત્યાં એમણે અનેક ચોમાસો કર્યા હતાં.
વળી તક્ષશીલા અને વિક્રમશીલા જેવું બૌદ્ધધર્મનું એક મહાવિદ્યાપીઠ નાલંદામાં પણ હતું. એનાં પ્રાચીન અવશેષો, આખી એક વસાહત જેટલા વિપુલ પ્રમાણમાં, છેલ્લા પાંચ-છ દાયકા દરમ્યાન મળી આવ્યા છે, એટલું જ નહીં, અત્યારે ત્યાં નવનાલંદા મહાવિહાર નામથી, બૌદ્ધધર્મનું અને સાહિત્યના અભ્યાસ માટે મોટું વિદ્યાધામ ફરી શરૂ થયું છે.
આ રીતે પ્રાચીન મગધદેશના ઇતિહાસમાં નાલંદાનું સ્થાન બહુ ગૌરવભર્યું હોય એમ જાણવા મળે છે.
નાલંદાની કીર્તિગાથાને સાચવી રાખવામાં અને વધારવામાં ગુરુ ગૌતમસ્વામીએ પણ પોતાનો ફાળો આપ્યો હતો, તે આ રીતે ? જૈન આગમગ્રંથોમાં અંગસૂત્રોને મૌલિક લેખવામાં આવે છે; ભગવાન મહાવીરની પવિત્ર વાણી એમાં સચવાઈ રહી છે. અંગસૂત્રો બાર છે; એમાંનું બારણું અંગ નષ્ટ થઈ ગયું છે. એટલે અત્યારે આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે અગિયાર અંગસૂત્રો ઉપલબ્ધ છે. આમાં બીજા અંગસૂત્ર “શ્રી સૂત્રકૃતાંગ'ના “શ્રી નાલંદીય અધ્યયન'ની રચના ગણધર ગૌતમસ્વામીએ કરી હતી, એમ એ સૂત્રમાં આવતા ઉલ્લેખથી જાણી શકાય છે.
હાથીuથી
કલ્પસૂત્ર:- હાથે લખાયેલ:
જદ બહુસ્વાર્મી