________________
૭૧૦ ]
[ મહામણિ ચિંતામણિ
હતો તો પણ મારા સૂક્ષ્મ મનને, બુદ્ધિને કે ચેતનાદિને મર્યાદામાં લેવા માટે હું સમર્થ બન્યો નથી. એટલે કે ‘યોગશ્ચિત્તવૃત્તિઃ નિરોધઃ ।'ના સૂત્રની સૂક્ષ્મતર વ્યાખ્યાઓ દ્વારા કેટલાય મારા અનુયાયીઓને યોગની સાધના કરાવી શક્યો; પણ મારો પોતાનો આત્મા યોગી બની શક્યો નથી. ફળસ્વરૂપે, આધ્યાત્મિકતાને બદલે આડંબર, સાત્ત્વિકતાને બદલે ધૂર્તતા, અને ભગવાનના નામે ધમાધમપૂર્વક ‘અવિદ્યા-અસ્મિતા’ આદિ મારા જીવનમાં જીવતી ડાકણની જેમ તોફાન મચાવતી ગઇ. લોકૈષણા આદિનો હુમલો જોરદાર હોવાથી મારા આંતર્ભાવોને જાણવા માટે કોઇ પણ સમર્થ હતો નહીં. કેમ કે તે સમયનો આખો ભારતદેશ અમારા પંડિતોના હાથમાં હતો અને પંડિતો મારી મુઠ્ઠીમાં હોવાથી ધર્મના નામે આડંબર, યજ્ઞમાં પશુ-પક્ષીઓની ક્રૂર હત્યા, દુરાચાર ઉપરાંત બત્રીસલક્ષણા પુરુષોનાં બિલદાનોમાં અમે ધર્મ સમજનારા હતા.
આ પ્રમાણે મારું જીવન ઘણાં વર્ષો સુધી ચાલ્યું.
*
*
*
૪. ગૌતમસ્વામીએ કહ્યું કે...
હે સાધક ! શરીરમાં તાવની અસર દરમિયાન ખાટી છાશ પીવાથી પરિણામો ક્યાંથી સારાં આવે ? તેવી રીતે આંતરજીવનમાં મિથ્યાત્વ હોય, અવિઘા હોય, ત્યારે માણસનું મન જ પરમ શત્રુ બને છે તે સમયે ત્યાગ કરવાયોગ્ય તત્ત્વને ઉપાદેય અને સ્વીકારવાયોગ્ય તત્ત્વને હેય માનીને સંસારના મંચ પર માનવીઓ અમર્યાદિત રીતે વર્તતા હોય છે. મારી પણ એ જ દશા હતી. મારા ભક્તો જેમ જેમ મારી પ્રશંસા કરતા ગયા, તેમ તેમ મારા આંતર્જીવનમાં અહંકાર, માન, ગર્વ, દર્પ તથા મદનો નશો પણ અમર્યાદિત થવાથી મને એટલું પણ ધ્યાન ન રહ્યું કે, માનવીના જન્મ સમયે જ તેનાથી સવાયા માણસોનો જન્મ થઇ ગયો હોય છે. મારા માટે આવું જ બન્યું. જ્યારે મેં મહાવીરસ્વામીને સર્વજ્ઞ રૂપે સાંભળ્યા ત્યારે મારો અહંકાર અને ક્રોધ ચરમ સીમાએ પહોંચ્યા અને મારી વિદ્યાઓનો મદ ફાટ ફાટ થવા લાગ્યો. પરિણામે, મારા શિષ્યોને સાથે લઇ મહાવીરસ્વામીને પરાસ્ત કરવા માટે તેમની પાસે પહોંચી ગયો. સમવસરણનાં એક એક પગથિયાં ચડતાં ચડતાં કોણ જાણે કેટલાય તર્કો-વિતર્કો આવ્યા અને ગયા. તેમ છતાં નશામાં બેભાન બનેલા માણસની જેમ હું પણ અહંકારના નશામાં બેભાન બનીને પગથિયાં વટાવી જ રહ્યો હતો.
*
*
*
૫. ગૌતમસ્વામીએ કહ્યું કે...
સાધક ! સમવસરણમાં બિરાજમાન મહાવીરસ્વામી સામે આવીને ઊભા રહેલા મને ગંભીર નાદથી ભગવાને કહ્યું કે, હે ઇન્દ્રભૂતિ ! તમારા સ્વાગમનથી હું ખુશ થયો છું. કેમ કે, તમે મારા ચિરપરિચિત છો, ગાઢ મિત્ર, પૂર્ણ ભક્ત, કેટલાય ભવના સાથીદાર અને મારા પ્રત્યે અગાધ ભક્તિ અને રાગવાળા છો. માટે બેસો ! વિશ્રાંતિ લો ! અને તમારા મનની શંકાઓને દૂર કરો.
હું કંઇ પણ વિચારું તે પહેલાં તો પ્રભુની અમૃત ભરેલી આંખોનાં પવિત્રતમ કિરણોએ