________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૦૯
(૪) વાદવિવાદના રણમેદાનમાં ઇન્દ્રભૂતિ'ની ધાક હોવાને કારણે દેશદેશાંતરના મહાપંડિતો પણ મારાથી ચૂપ હતા.
પણ, આટલું હોવા છતાં હું મારી જાતને ઓળખી શક્યો નહીં. માટે મારો આત્મા કંઈક અસંતુષ્ટ હતો. મારા બાહ્ય જીવનમાં ન્યાય-વ્યાકરણ-વેદ-વેદાંત-ઉપનિષદ્ અને ઇતિહાસાદિ વિદ્યાઓ તાણાવાણાની જેમ વણાઈ ગઈ હતી, જ્યારે આંતરૂ જીવનમાં અવિદ્યા, અસ્મિતા, અભિનિવેશ, રાગ, ષના તાંડવને હું ક્યારેય પણ શમાવી શક્યો નથી–જાણે ગુપ્ત નાસ્તિક હતો. મારા પ્રત્યે જ મને વિશ્વાસ ન હતો. માટે બાહ્ય સુખાભાસોમાં ગોથાં ખાતો, મારા આત્માનો હું દ્રોહી હતો–એમ મને ઘણીવાર જણાઈ આવતું હતું. પણ, રંગરોગાન કરેલી સંસારની માયામાં હું બેભાન બનેલો હોવાથી આત્માને જાણવાને માટે, તેનું મનન કરવા માટે અને તેનો અવાજ સાંભળવા માટે કદી પણ તૈયાર ન હતો.
૨. ગૌતમસ્વામીએ કહ્યું કે..
હે સાધક ! વધારે ખાવાથી જેમ અજીર્ણના રોગીને ઝાડા અને વમનનો રોગ લાગુ પડે છે તેમ, તપસ્વીને તપનું અજીર્ણ થતાં અસહિષ્ણુતાનો, ક્રિયાકાંડીને ક્રિયાઓનું અજીર્ણ થતાં પરનિંદાનો રોગ લાગુ પડ્યા વિના રહેતો નથી, તેમ મને પણ મારા જ્ઞાનનું અને વિદ્યાઓનું અજીર્ણ થયું હતું. માટે ગમે ત્યાં શાસ્ત્રવાદ કરવામાં, બીજાને અપમાનિત કરવામાં મને અનહદ રસ પડતો હતો. શાસ્ત્રોની પંક્તિઓના અર્થ બદલવામાં હું એટલો બધો હોંશિયાર હતો કે, સંસારના મંચ પર મેં ભલભલા પંડિતોને પણ ગોથાં ખવડાવી દીધાં હતાં.
અને, ‘ગુરુઓનાં લક્ષણો તેમના ચેલાઓમાં પણ ઊતરે છે.” આ ન્યાયે બધી વિદ્યાઓમાં હોંશિયાર બનેલા મારા પાંચસો ચેલાઓ જ મારા અહંકારરૂપી સમુદ્રને તોફાને ચડાવવામાં કારણભૂત બન્યા. પછી તો સન્નિપાતના રોગીની જેમ મને પણ શાસ્ત્રચર્ચા માથા પર લીધા સિવાય બીજું ! કંઈ ગમતું પણ ન હતું.
કોઈ પણ યજમાનના યજ્ઞમાં જ્યારે હું મુખ્ય પંડિતની ગાદી પર બેસતો તે સમયે મારાં ઊજળાં કપડાં, જનોઈ, ટીલાટપકાં, મંત્રોના શબ્દોની ખૂબીઓ અને મોતીના દાણાની જેમ એક એક શબ્દના સ્પષ્ટ ઉચ્ચારણથી હજારો-લાખો માનવોના હૃદયમાં મારું સ્થાન સ્થિર થઈ ચૂક્યું હતું.
ઉu.
3. ગૌતમસ્વામીએ કહ્યું કે....
હે સાધક! મિથ્યાત્વ, અવિરતિ, કષાય આદિના જોરદાર તાવની અસર નીચે માસે આત્મા-મન-બુદ્ધિ અને વચનાદિ સપડાયેલા હોવાથી, લોકેષણા-ભોગેષણા અને વિરૈષણા જેવા આત્માના ભયંકર શત્રુઓને કોઈ કાળે પણ કાબુમાં કરવા માટે હું સમર્થ બની શક્યો નથી. છતાં પણ મારા ભક્તોને આકષ્ટ કરવા માટે હું ઘણી વાર સમાધિ તથા યોગ સાધવા માટે બેસતો