________________
૭૦૨ ]
***
[ મહામણિ ચિંતામણિ
સમયં ગોયમ, મા મા પમાયએ
શ્રી રમણલાલ ચી. શાહ
સમય ગોયમ મા પમાયએ'' એ ચાર શબ્દો ભગવાન મહાવીરસ્વામીએ ગૌતમસ્વામીને કહેલા છે. આ શબ્દો અઢી હજાર વર્ષથી લોકોના શ્રવણમાં અને ચિત્તમાં ગૂંજતા રહ્યા છે. શબ્દમાં પણ અનંત શક્તિ છે, બળ છે, પ્રકાશ છે. કરુણાર્ક હૃદયે, સર્વ જીવોનું એક માત્ર હિત ચિંતવી નીકળેલા શબ્દોનો પાર પામનાર પારગામી બન્યા સિવાય ન રહે.......
આ શિખામણ રૂપે નથી પણ આત્માને સભાન અને જાગૃત બનાવનારા ટંકશાળી વચનોની લ્હાણ છે. જાણીતા આગેવાન તત્ત્વચિંતક શ્રી રમણભાઇએ એ શબ્દોમાં છુપાયેલ ‘સમયં’નું અન્વેષણ અત્રે સુંદર રીતે દર્શાવ્યું છે. -સંપાદક
દિવાળીનો દિવસ એ ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણનો દિવસ. તીર્થંકર પરમાત્માના નિર્વાણનો દિવસ કલ્યાણક તરીકે ઊજવાય છે. અનેક લોકોનું કલ્યાણ જે ઘટનાથી થાય તેને કલ્યાણક કહેવામાં આવે છે. પ્રત્યેક તીર્થંકરનાં પાંચ કલ્યાણકોમાં નિર્વાણનો પ્રસંગ પણ આનંદ અને ઉત્સવનો પ્રસંગ બને છે. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણના પ્રસંગને અનેક લોકોએ અસંખ્ય દીપક પ્રગટાવીને ઊજવ્યો હતો, માટે એ પર્વને દીપાવલી-દિવાળી પર્વ કહેવામાં આવે છે.
ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણની ઘટના સાથે ગુરુ ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એ મહત્ત્વની ઘટના પણ સંકળાયેલી છે. જ્યાં સુધી મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા નહોતા ત્યાં સુધી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું નહોતું તેનું મુખ્ય કારણ એ હતું કે એમને ભગવાન પ્રત્યે તીવ્ર અનુરાગ હતો. એ અનુરાગ વાસ્તવિક દુનિયાની દૃષ્ટિએ પ્રશસ્ત, પ્રશંસાને યોગ્ય હતો; પરંતુ મોક્ષમાર્ગમાં, કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં તે અંતરાયરૂપ હતો. દિવાળીના દિવસે મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા અને બેસતા વર્ષના પ્રભાતે નીરાગી અવસ્થા પ્રાપ્ત થતાં ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું હતું.
મહાવીરસ્વામી અને ગૌતમસ્વામીનો સંબંધ ત્રીસ વર્ષનો હતો. મહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયું એને બીજે દિવસે પાવાપુરીમાં ઇન્દ્રભૂતિ ગૌતમ સહિત અગિયાર પ્રકાંડ બ્રાહ્મણ પંડિતોનો એમને મેળાપ થયો. તેઓ બધાએ પોતપોતાના મનની શંકા અનુસાર ભગવાનની સાથે શાસ્ત્રાર્થ કર્યો, તેથી સંતોષ પામ્યા અને પોતપોતાના શિષ્ય-સમુદાય સહિત પછી એમના શિષ્યો થયા, અર્થાત્ ગણધરો થયા. એ દિવસથી તે નિર્વાણના દિવસ સુધી એમ સતત લગભગ ૩૦ વર્ષ જેટલા સુદીર્ઘ સમય સુધી ગૌતમસ્વામી ભગવાનની સાથે જ વિચરતા રહ્યા.
મતિ, શ્રુત, અવિધ અને મનઃપર્યંત એ ચાર જ્ઞાન ગૌતમસ્વામીને થયાં હતાં, પરંતુ ભગવાન પ્રત્યેના તીવ્ર અનુરાગને કારણે એમને કેવળજ્ઞાન થતું ન હતું. નવાઇ તો એ હતી કે ગૌતમસ્વામી