________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૫
મુનિવરોએ સંભળાવેલો ભગવાન પાર્શ્વનાથનો ચાર મહાવ્રતોવાળો ધર્મ સાંભળીને ખૂબ રાજી થયા.
ધર્મદિશના સાંભળ્યા પછી એ ગૃહસ્થોએ એ સાધુઓને સંયમના અને તપના ફળ સંબંધી તેમ જ બીજા પણ કેટલાક પ્રશ્નો પૂછ્યા. મુનિવરોએ એ પ્રશ્નોના જે જવાબો આપ્યા તે સાંભળીને બધા બહુ પ્રસન્ન થયા.
એ જ અરસામાં નિગ્રંથ ભગવાન મહાવીર રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યમાં પધાર્યા.
ગુરુ ગૌતમસ્વામી એક વાર ત્રણ ઉપવાસના પારણા માટે ભિક્ષા લેવા નગરીમાં ગયા. નગરમાં ફરતાં ફરતાં તેઓએ ભગવાન પાર્શ્વનાથની પરંપરાના સાધુઓની તંગિયા નગરીના શ્રાવકો સાથે થયેલી વાતચીતના સમાચાર જાણ્યા અને આ મુનિવરોએ કહેલ વાત સાચી હશે કે કેમ, તે માટે એમના મનમાં સંશય અને કુતૂહલ જાગ્યાં.
ગોચરી લઈને પાછા ફર્યા બાદ ગૌતમે ભગવાનને પૂછ્યું : “હે ભગવાન! એ સાધુઓએ જે ખુલાસા આપ્યા તે શું સાચા છે? આવા સવાલોના જવાબો આપવાની શક્તિ તેઓ ધરાવે છે ખરા ? શું તેઓ વિપરીત જ્ઞાન વગરના, સારી પ્રવૃત્તિવાળા, અભ્યાસી અને વિશેષ જ્ઞાની છે ?”
ભગવાને કહ્યું : “ગૌતમ! એ સાધુઓએ જે જવાબો આપ્યા તે યથાર્થ છે. તેઓ આવા જવાબો આપવા સમર્થ, વિપરીત જ્ઞાન વગરના, સારી પ્રવૃત્તિવાળા, અભ્યાસી અને વિશેષ જ્ઞાની છે.” ભગવાનના મુખેથી પોતાની શંકાઓનું સમાધાન મેળવીને ગૌતમસ્વામી ખૂબ રાજી થયા.
(૫) પરિવ્રાજક સંબડ ઉદારતાથી અને વિશાળતાથી શોભતા ભગવાન મહાવીરના ધર્મસંઘમાં તો કેવા કેવા જીવો ભળ્યા હતા ! એ બધો પ્રતાપ હતો ભગવાનની સમતા, વત્સલતા અને આગ્રહમુક્ત અનેકાંત દષ્ટિનો. એમના ભિક્ષુસંઘમાં તો વસ્ત્ર-પાત્રના સર્વથા ત્યાગી, અને પોતાની રુચિ કે લાચારીને લીધે, વસ્ત્ર-પાત્રનો ઉપયોગ કરનાર એમ બંને પ્રકારના શ્રમણોને તો સ્થાન હતું જ સાથે સાથે પોતાને મનગમતો વેષ અને વ્યવહાર ધરાવનાર બધી નાત-જાતનાં સ્ત્રી-પુરુષોને પણ એમના શ્રાવકસંઘમાં આવકાર મળતો. વેષ-વ્યવહાર ગમે તે હોય, પ્રયત્ન મનને નિર્મળ કરવાનો હોવો જોઇએ : એ જ ભગવાનની મુખ્ય આજ્ઞા હતી. એ આજ્ઞાને માને તે એમના સંઘમાં ભળી શકે.
આવા જ એક વિચિત્ર વેષભૂષાધારી હતા બ્રાહ્મણ પરિવ્રાજક સંબડ. તેઓ કાંડિલ્યપુરમાં રહેતા હતા, અનેક વિદ્યાઓના જાણકાર હતા. સાતસો શિષ્યોના ગુરુ હતા અને ભગવાન મહાવીરની ધમદશનાથી પ્રભાવિત થઈને શ્રમણોપાસક-શ્રાવક બન્યા હતા. અને છતાં એમણે બાહ્ય વેષ અને બાહ્ય આચાર ત્રિદેડી પરિવ્રાજક જેવા જ રાખ્યા હતા. એ છત્ર, ત્રિદંડ અને કમંડલુ રાખતા અને વસ્ત્રો પણ ભગવાં ધારણ કરતા.
ભગવાન મહાવીરના ઉપાસક કહેવાતા આ પરિવ્રાજકનાં રૂપ-રંગ-ઢંગ જોઈને લોકો નવાઈ