________________
૬૯૮ ]
[ મહામણિ ચિંતામણિ
નિગ્રંથની સાથે વાત કરવાનો અવસર મળશે ત્યારે પોતે એમને પોતાની વાત સમજાવીને એમની વાતમાં રહેલો દોષ બતાવી શકશે. તેઓ આવા અવસરની રાહ જ જોઈ રહ્યા હતા.
જ્યારે એમણે જાણ્યું કે ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ગૌતમસ્વામી પોતાના સ્થાનમાં આવ્યા છે, ત્યારે પેઢાલપુત્રે એમની પાસે આવીને એમના તીર્થના શ્રમણોની શ્રાવકો માટેની સ્થૂળ અહિંસાની પ્રતિજ્ઞામાં રહેલ દોષની વાત કરી. પેઢાલપુત્રને ખાતરી હતી કે આ દીવા જેવા ચોખ્ખા દોષનો ઈન્કાર કોઈ રીતે થઈ શકવાનો નથી.
ગૌતમસ્વામી તો જય-પરાજયના આવેશથી સર્વથા મુક્ત હતા. એમણે શાંતિ અને સ્વસ્થતાથી એ નિગ્રંથની વાત સાંભળી; અને સમભાવપૂર્વક સત્ય સમજાવવા માટે, અનેક દાખલાઓ આપીને, ભગવાન મહાવીરના નિગ્રંથના કથનમાં રહેલ દોષરહિતપણાનું દર્શન કરાવ્યું. પરિણામે નિગ્રંથ પેઢાલપુત્રને પોતાના વિચારમાં રહેલ ખામીનો ખ્યાલ આવ્યો અને બીજાને પરાજિત કરવાની એની ઇચ્છા સફળ ન થઈ. ગૌતમસ્વામીએ સમજાવેલ વાતની સામે કંઈ કહી શકાય એમ તો હતું જ નહીં, છતાં એનું અંતર કંઇક પરાજયની બેચેની અનુભવી રહ્યું. જ્ઞાની ગૌતમસ્વામી એના અંતરના આ ડંખને જાણે પામી ગયા હોય એમ એને હેતભરી શિખામણ આપતાં બોલ્યા : “હે આયુષ્યમન! જે મનુષ્ય પાપ-કર્મથી મક્ત થત જ્ઞાન-દર્શન-ચારિત્રને પ્રાપ્ત કરીને પણ કોઈ શ્રમણ-બ્રાહ્મણની નિંદા-કૂથલી કરે છે તે, ભલે ને પોતાની જાતને એમનો મિત્ર માને તો પણ, પોતાનો પરલોક બગાડે છે.”
પેઢાલપુત્ર મૂંગા મૂંગા ગૌતમસ્વામીની વાતને સાંભળી રહ્યા અને પછી ગૌતમસ્વામી તરફ કશો વિનય-વિવેક દાખવ્યા વગર ત્યાંથી ઊઠીને ચાલવા લાગ્યા. એ
ગૌતમસ્વામીએ જોયું કે પેઢાલપુત્રનું અંતર આવી શિખામણે પુછી પણ જાગ્યું નહીં ! અને એ માટે કંઈક વધારે પ્રયત્ન કરવો જરૂરી છે, એટલે એમણે એને જતો રોકીને, જાણે | મમતાભર્યો ઠપકો આપતા હોય એમ, લાગણીપૂર્વક કહ્યું : “હે આયુષ્યમનું ઉદક ! કોઈ શિષ્ટ શ્રમણ કે બ્રાહ્મણના મુખેથી એકાદ ધર્મવાક્ય પણ સાંભળવા કે શીખવા મળ્યું હોય તો માનવું કે એમણે મને સાચો માર્ગ સમજાવ્યો, અને એમ સમજીને એવો ઉપદેશ આપનાર માણસનો પૂજ્ય બુદ્ધિથી આદર-સત્કાર કરવો ઘટે, કોઈ મંગલકારી દેવ કે દેવમંદિરની જેમ એમની ઉપાસના કરવી ઘટે.”
ગૌતમસ્વામીના લાગણીભર્યા શબ્દો નિગ્રંથ ઉદક પેઢાલપુત્રના અંતરને સ્પર્શી ગયા. એમણે વિનમ્રતા ધારણ કરીને કહ્યું : “આયુષ્ણન્ ગૌતમમને કોઇએ અત્યાર સુધી આ વાત સમજાવી નથી. આવા શબ્દો મેં કોઈની પાસેથી સાંભળ્યા નથી. તેથી હું એ પ્રમાણે વર્યો નથી. પણ હવે મને આપનું કહેવું સારું લાગે છે. આપના શબ્દોને હું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શિરે ચઢાવું છું. મારો આપના નિગ્રંથ સંઘમાં સ્વીકાર કરો.”
અને ઉદક પેઢાલપુત્ર ભગવાન પાર્શ્વનાથની પરંપરામાંથી ભગવાન મહાવીરની પરંપરામાં પ્રવેશી ગયા.
ગૌતમસ્વામીનો મમતાભર્યો ઉપદેશ અને મીઠો ઠપકો સફળ થયો.