________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ પ૭૭
સૌપ દિયા ઇસ જીવન કો ભગવાન તુમ્હરે ચરણો મેંના સંગીન સંગીત સાથે પ્રભુ સાથે શાશ્વતનું સગપણ કરી લીધું. વિશેષતા તો એ હતી કે તેમણે પોતાનું જ્ઞાન, બુદ્ધિ વગેરે બધું જ પ્રભુ પાસે ગીરવે મૂકી દીધું હતું, તેથી પોતાને પ્રભુ પર જેવો અવિહડ રાગ છે તેવો રાગ વીરને મારા પર છે કે નહીં? તે વિચાર માટેના મનોવણાના દ્રવ્યો જ ન હતાં! મગજની બધી સ્વિચ ઑફ કરી જ્ઞાનતંતુનાં બધાં જ કનેકશનો કાપી નાખ્યા હતાં ! બીજી બાજુ વીર તો વીતરાગ હતા. ગૌતમના અનુરાગથી તેઓ પર હતા. ‘ગોયમ’ પણ તેમના સાહજિક વાકપ્રવાહનું જ પરિણામ હતું. છતાં પૂર્વજન્મોના સ્નેહતંતુના તાણાવાણા નિરાગી એવા પ્રભુને પણ વારંવાર “ગોયમ’ ગોયમ' બોલવા પ્રેરતા હતા. એ વીરના વદનમાંથી વેરાતો એ “ગોયમ’ શબ્દ સાંભળવા ગૌતમનાં સાડા ત્રણ કરોડ રૂંવાડાં સજ્જ થઈ જતાં. “ભય” “ભયનં' ભવ'નું ક્ષણે-ક્ષણે થતું રટણ જ તેમની સમર્પિતતાનું પ્રતીક હતું! વીર અને ગૌતમનો સ્નેહ આજે ચરમ સીમાએ પહોંચ્યો હતો, પણ તેનાં મૂળિયાં જુગ-જુગ ઊંડાં હતાં. સૂક્ષ્મ ને કોમળ લાગતા સ્નેહતંતુઓની અખંડિત લંબાઈ માપવા કલ્પનાની ફૂટપટ્ટીનો પનો સદા ટૂંકો જ રહે છે, ત્રિકાળજ્ઞાનીની દિવ્યદૃષ્ટિ જ તેના અતલ ઊંડાણ સુધી પહોંચી તેનાં મૂળ શોધી શકે છે !
આજથી અસંખ્ય વર્ષ પૂર્વે પૂર્વના ત્રીજા ભવમાં મહાવીર જ્યારે ઋષભદેવના પૌત્ર મરીચિ તરીકે હતા, ત્યારે સંસારની સમૃદ્ધિઓ છોડી સંન્યસ્ત બનવા છતાં શારીરિક શિથિલતાનો ભોગ બન્યા. દીક્ષા ન પાળી શક્યા, ન છોડી શક્યા. કપોલકલ્પિત માર્ગ રચી મનગમતી સાધના કરવામાં જ આત્મસંતોષ માની લીધો હતો તે વખતે શિષ્યરૂપે મળેલ રાજકુમાર કપિલ એ જ ભાવિના ગૌતમ હતા.
| સ્નેહતંતુના તારો લંબાતા ગયા. અઢારમા ભવમાં વીર ત્રિપૃઠ વાસુદેવ હતા. એક સિંહ પ્રજાને રંજાડતો હતો, તેથી બલિષ્ઠ એવા નરકેસરીએ પ્રજાને આ સતામણીમાંથી સદા માટે મુક્ત કરવા સિંહ સાથે યુદ્ધની બાથ ભીડી. નિઃશસ્ત્ર ને નિર્ભય વાસુદેવે પલવારમાં વનરાજનું મોઢું ફાડી જમીનદોસ્ત કરી નાખ્યો ! સિંહને મયના દુઃખ કરતાં એક નિઃશસ્ત્ર માનવ-કીટથી થયેલા નાલેશીભર્યા પરાજયનું દુઃખ વધારે હતું. વાસુદેવના રથનો સારથિ સિંહના મનોભાવ પારખી ગયો. સાંત્વનનું સુધાસિંચન એ જ હવે તો પરાજયના પશ્ચાત્તાપરૂપ પાવકમાંથી ઉગારવાનો ઉપાય હતો. સારથિએ સિંહના મનની લગામ હાથમાં લીધી અને કહ્યું કે, વનરાજ ! નાહકનો પશ્ચાત્તાપ શું ક જય-પરાજયની સોગઠાબાજીમાં પ્રારબ્ધ કરતાં પણ પરાક્રમનું જ પ્રાધાન્ય રહ્યું છે ! તું ખેદ ન કર ! આ કોઈ પામર નર નથી, આ તો નરવીર છે ! તેના હાથનું મોત પણ મંગલ છે! સારથિના સંવેદનશીલ બે બોલ તરફડતા સિંહના અંતસ્તલની આગ શમાવવા સમર્થ હતા. આ સિંહવિદારક વાસદેવ તે જ છેલ્લા ભવમાં બન્યા વીર ! તે સારથિ એ જ વીરની કાયામાં છાયાની જેમ રહેતા સદાના સાથી ગૌતમ !
હજુ પણ આ બેલડીના જુગ-જુગ જૂના સંબંધો હોઈ શકે છે, પણ કાળકૃત શાસ્ત્રની સીમિતતા વીર-ગૌતમના આનાથી વધુ પૂર્વ-સંબંધને બતાવવા સમર્થ નથી.
પ્રભુ પ્રત્યેનો અવિહડ રાગ ચરમભવમાં ચરમસીમાએ પહોંચ્યો હતો. તેમના પ્રત્યેક આત્મપ્રદેશમાં–રોમેરોમ વીરનું ગુંજન હતું. મનમાં મહાવીરનું જ મનન. વાણીમાં વીર-વીરનું જ
૩