________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૭૩
લબ્ધિ વિવિધ પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાઓ દ્વારા પ્રાપ્ત થાય છે. લબ્ધિની પ્રાપ્તિ માટે લબ્ધિવિધાન’ના પ્રકારની એક તપશ્ચર્યાનો ઉલ્લેખ પણ શાસ્ત્રગ્રંથોમાં મળે છે. એમાં વિશેષતઃ ભાદ્રપદ, મહા અને ચૈત્ર મહિનાની અમુક નિશ્ચિત તિથિએ એક ઉપવાસ અને પારણું અથવા બે ઉપવાસ અને પારણું અથવા ત્રણ ઉપવાસ અને પારણું અથવા એક ઉપવાસ અને એકાસણું અથવા એક કે બે ઉપવાસ અને એકાસણું એમ વિવિધ રીતે તપ કરવાનું હોય છે. સતત સળંગ આવી છ વર્ષ સુધી તપશ્ચર્યા કરવામાં આવે અને દિવસમાં ત્રણ વખત “ૐ હ્રીં મહાવીરાય નમ: I'આ મંત્રનો જાપ કરવામાં આવે તો એ પ્રકારના તપ અથવા વ્રતને લબ્ધિવિધાન તપ તરીકે ઓળખવામાં આવે છે. તેજોલેશ્યાની લબ્ધિની પ્રાપ્તિ માટે બ્રહ્મચર્ય વ્રત સહિત છઠ્ઠને પારણે છઠ્ઠ કરવામાં આવે અને પારણામાં એક મૂઠી બાફેલા અડદ અને એક અંજલિ જેટલું પાણી લેવામાં આવે છે એ પ્રકારની “અપાનકેન’ નામની તપશ્ચર્યા અમુક વર્ષ સુધી કરવાનું વિધાન છે. પરંતુ એવી તપશ્ચર્યા કરવા માટે જોઇતું શરીરબળ વર્તમાન સમયમાં રહ્યું નથી એમ મનાય છે.
લબ્ધિ મેળવવાની લાલસાથી ઉગ્ર તપશ્ચર્યા કરવામાં આવે એ એક સ્થિતિ છે ને કર્મક્ષયના આશયથી, મોક્ષપ્રાપ્તિના ધ્યેયથી ઉગ્ર તપશ્ચર્યા કરવામાં આવે અને એમ કરવા જતાં સહજ રીતે લબ્ધિઓ પ્રગટ થવા લાગે એ બીજી સ્થિતિ છે. આત્માને માટે આ બીજી સ્થિતિ જ વિશેષ હિતકર છે.
વિશિષ્ટ પ્રકારની ચમત્કારિક શક્તિ માટે લબ્ધિ' ઉપરાંત “વિદ્યા’ શબ્દ પણ જૈન શાસ્ત્રગ્રંથોમાં વપરાયેલો જોવા મળે છે. ત્યાં વિદ્યાનો અર્થ છે એકસરખા વિષયની જુદી-જુદી લબ્ધિઓનો સમૂહ. આમ વિદ્યા’ શબ્દમાં લબ્ધિનો અર્થ સમાવિષ્ટ છે. આઠ જુદા-જુદા પ્રકારની વિદ્યા માટે કઈ-કઈ લબ્ધિઓ પ્રગટ થયેલી હોવી જોઇએ તે માટે નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે ?
(૧) બંધમોક્ષિણી વિદ્યા (બંધનમાંથી છોડાવવાની વિદ્યા) માટે જિનલબ્ધિ, અવધિલબ્ધિ પરમાવધિલબ્ધિ, અનંતાવધિલબ્ધિ, અનન્તાનન્તાવધિલબ્ધિ, સ્વયંબુદ્ધ લબ્ધિ, પ્રત્યેક બુદ્ધ લબ્ધિ અને બુદ્ધબોધિતલબ્ધિ એ આઠ લબ્ધિઓ જોઇએ.
(૨) પરવિદ્યોચ્છેદની (બીજાઓની વિદ્યાઓનો ઉચ્છેદ કરનારી) વિદ્યા માટે ઉગ્રતપલબ્ધિ, ચારણલબ્ધિ, દીપ્તતપલબ્ધિ અને પ્રતિમ પ્રતિપત્રલબ્ધિ એ ચાર લબ્ધિઓ જોઇએ.
(૩) સરસ્વતી (જ્ઞાન વધારનારી) વિદ્યા માટે ચતુર્દશપૂર્વલબ્ધિ, દશપૂર્વલબ્ધિ, એકાદશાંગલબ્ધિ, પદાનુસારી લબ્ધિ, ઋજુમતિલબ્ધિ અને વિપુલમતિલબ્ધિ એ છ લબ્ધિઓ જોઈએ
(૪) રોગાપહારિણી (રોગ મટાડનારી) વિદ્યા માટે શ્લેખૌષધિલબ્ધિ, વિપૃષીપલબ્ધિ, જલ્લૌષધિલબ્ધિ, આમષષધિલબ્ધિ અને સવૌષધિલબ્ધિ એ પાંચ લબ્ધિઓ જોઇએ.
(૫) વિષાપહારિણી વિષ ઉતારનારી) વિદ્યા માટે વિદ્યાસિદ્ધ લબ્ધિ, ક્ષીરાગ્નવલબ્ધિ અને મધ્યાસપલબ્ધિ તથા અમૃતાસવલબ્ધિ-એ ચાર લબ્ધિઓ જોઈએ.
(૬) શ્રી સંપાદિની (લક્ષ્મી વધારનારી) વિદ્યા માટે બીજબુદ્ધિ લબ્ધિ, કોષ્ટબુદ્ધિલબ્ધિ, સંભિન્ન શ્રોતલબ્ધિ, અક્ષીણ મહાનસીલબ્ધિ અને સર્વલબ્ધિ-એ પાંચ લબ્ધિઓ જોઈએ.
(૭) દોષ નિનાશિની (ભૂતપ્રેતાદિના દોષ નિવારનારી) લેવા માટે વૈક્રિયલબ્ધિ, આકાશગમન લબ્ધિ, જંઘાચારણ લબ્ધિ અને વિદ્યાચારણ લબ્ધિ-એ ચાર લબ્ધિઓ જોઇએ.