________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૭૯
योगिनां योगमाहात्म्यात् पुरीषमपि कल्पते ।
रोगिणां रोगनाशाय कुमुदामोदशालि च ॥२॥ અર્થ–યોગીઓના યોગના માહાસ્યથી તેમની વિષ્ટા પણ કુમુદ (કમળના)ની સુગંધ જેવી સુગંધવાળી થાય છે અને રોગીઓના રોગોનો નાશ કરે છે.
मलकिलः समाम्नातो द्विविधः सर्वदेहिनाम् ।
कर्णनेत्रादि जन्मैको द्वितीयस्तु वपुर्भवः ॥३॥ અર્થ–બધા દેહધારી જીવોનો મલ બે પ્રકારનો કહેલો છે, (૧) કાન, નાક, આદિમાં ઉત્પન્ન થયેલો મલ અને (૨) શરીરમાં ઉત્પન્ન થયેલો મલ.
योगिनां योगसंपत्तिमाहात्यात् द्विविधोऽपि सः
कस्तूरिकापरिमलो रोगहा सर्वरोगिणाम् ॥४॥ અર્થ–યોગીઓના યોગસંપત્તિના સામર્થ્યથી તે બન્ને પ્રકારનો મળ કસ્તૂરી જેવી સુગંધવાળો | અને રોગીઓના બધા રોગોનો નાશ કરવાવાળો થાય છે. (નાશ કરે છે)
योगिनां कायसंस्पर्शः सिञ्चन्निव सुधारसैः ।
क्षिणोति तत्क्षणं सर्वानामयानामयाविनाम् ॥५॥ ' અર્થ– યોગીઓના શરીરનો સ્પર્શ, જાણે અમૃતરસો વડે સિંચતો જ ન હોય એમ તે ક્ષણે જ (આમયાવિનામુ) રોગીઓના બધા રોગોને નાશ કરે છે.
() सर्वौषधिलब्धिः–तथा सर्व एते विण्मूत्र केश नखादयोऽवयवाः सुरभयो व्याध्यपनयत्वादौषधयो यस्याऽसौ सर्वौषधिः, अथवा सर्वा आमर्पोषध्यादिका औषधयो यस्यैकस्यापि साधोः स एव । तथा चोक्तम् - .
नखाः केशारदाश्चान्यदपि योगिशरीरजम् ।
भजते भेषजीभावमिति सर्वौषधिः स्मृताः ॥६॥ અર્થ–જેનાં બધાં જ વિષ્ટા, મૂત્ર, કેશ, નખ આદિ અવયવો સુગંધી અને રોગોને મટાડવાવાળા હોવાથી ઔષધિ છે, અથવા આકર્ષ આદિ બધી જ જેની ઔષધિ છે તે સાધુ જ સવૌષધિ લબ્ધિ છે. કહેલું છે કે–
યોગીઓના નખ, કેશ, દાંત, અને યોગીઓના શરીરમાં ઉત્પન્ન થતું બીજું બધું જ ઔષધિ બને છે માટે તેને સવૌષધિ કહી છે.
तथाहि तीर्थनाथानां योगभृच्चक्रवर्तिनाम् । ..
देहास्थिशकलस्तोमः सर्वसर्गा दिषु पूज्यते ॥२॥ અર્થ– તીર્થકર ભગવંતોના તેમ જ યોગધારી ચક્રવતઓનાં શરીરનાં હાડકાંઓના ટુકડાઓનો | સમૂહ સર્વ સ્વર્ગ આદિમાં પૂજાય છે.
किञ्च - मेघमुक्तमपि वारि यदङ्गसङ्गमात्रात् । नदीवाप्यादिगतमपि सर्वरोगहरं भवति ॥३॥