________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૮૫
કારણને વિષે કાર્યનો ઉપચાર કરવાથી અથવા જે પરિમિત પ્રદેશમાં અક્ષણમહાનસ લબ્ધિઓ હોય છે ત્યાં અસંખ્યાત દેવો પણ તીર્થંકરની સભાની જેમ પરસ્પર બાધારહિત સુખથી રહે છે ||૨૯T
(३०) तेजोलेश्या लब्धयः । (३१) शीतलेश्या । आदिशब्दात् प्राज्ञर्धादयोऽन्येपि प्राज्ञर्द्धयः प्रकृष्ट श्रुतावरणवीर्यान्तरायक्षयोपशमाविर्भूताः, अनधीतद्वादशाङ्ग चतुर्दशपूर्वा अपि संतोषमर्थं चतुर्दशपूर्वं निरूपयन्ति । तस्मिन् विचार कृच्छ्रेऽप्यर्थे अतिनिपुणप्रज्ञाः प्राज्ञर्द्धिमन्तः श्रमणाः परालब्धयः त्वयि तुष्टे | मनुजानां स्युः ॥ शेषा गाथा स्पष्टाः ।
અર્થ–આદિ શબ્દથી પ્રાજ્ઞદ્ધિ આદિ અન્ય લબ્ધિવાળા પણ હોય છે. પ્રાજ્ઞદ્ધિ લબ્ધિપ્રકૃષ્ટ શ્રતજ્ઞાનાવરણ અને વીયન્તરાય કર્મોના ક્ષયોપશમન વડે પ્રાપ્ત થાય છે તેથી પ્રાજ્ઞદ્ધિ લબ્ધિવાળા દ્વાદશાંગીનો અને ચઉદ પૂર્વનો અભ્યાસ ન કર્યો હોય તો પણ ચઉદ પૂર્વના અર્થનું સંતોષથી નિરૂપણ કરે છે. વિચાર વડે અત્યંત કઠિન એવા પણ તે અર્થને વિષે પ્રાજ્ઞદ્ધિલબ્ધિવાળા શ્રમણોની બુદ્ધિ અતિ નિપુણ હોય છે. હે ભગવન્! તમે પ્રસન્ન થાઓ છો ત્યારે જ આ શ્રેષ્ઠ લબ્ધિઓ મનુષ્યોને પ્રાપ્ત થાય છે.