________________
૬૯૨ ]
[ મહામણિ ચિંતામણિ
એમને એટલું જ્ઞાન તો સારું થયું હતું, પણ પૂર્ણ જ્ઞાનના હિસાબે એ ઘણું અધૂરું હતું. અને પોતાના આ અધૂરા જ્ઞાનને પૂરું માનીને તેઓ લોકોને એ પ્રમાણે કહેવા-સમજાવવા લાગ્યા હતા.
એક દિવસ ગુરુ ગૌતમસ્વામી એ નગરીમાં ભિક્ષા લેવા નીકળ્યા. એમણે લોકોનાં મોઢેથી પુદ્ગલ પરિવ્રાજકના જ્ઞાનની વાત જાણી. તેઓને થયું ઃ આવા સરળ પરિણામી આત્મસાધકને આવી ભૂલમાંથી ઉગારીને સાચે રસ્તે દોરી જવા જોઈએ. પણ ગૌતમને ભગવાન ઉપર અનન્ય શ્રદ્ધા એટલે એમણે વિચાર્યું ઃ આવા જીવોના સાચા ઉદ્ધારક તો ભગવાન જ છે.
ગૌતમે ભગવાન પાસે જઈને વિનયપૂર્વક પુદ્ગલ પરિવ્રાજકનું જ્ઞાન પરિપૂર્ણ છે કે અપૂર્ણ તે પૂછ્યું. ભગવાને એનું જ્ઞાન અપૂર્ણ હોવાનું કહ્યું.
આ વાત લોકમુખે ફરતી ફરતી પુદ્ગલના જાણવામાં આવી. પરિવ્રાજક સ્વભાવે દુરાગ્રહી નહીં પણ સત્યના શોધક અને સરળપરિણામી જીવ હતા. પોતાની શંકાનું સમાધાન મેળવવા એ સત્વર ભગવાન મહાવીર પાસે પહોંચ્યા અને પોતાની શંકાઓનું નિરાકરણ થવાથી શ્રદ્ધાભક્તિથી પ્રેરાઈને સદાને માટે ભગવાનના ભિક્ષુકસંઘમાં ભળી ગયા. સત્યના જિજ્ઞાસુ પરિવ્રાજક સત્યનું દર્શન પામ્યાનો આનંદ અનુભવી રહ્યા.
(૨) ગૌતમ કરતાં ય ચઢિયાતા ભગવાન મહાવીર તો સત્યના પક્ષપાતી અને ગુણના પ્રશંસક ધર્મનાયક હતા. જે આત્માને વધુ આરાધે તે એમને મન મોટો હતો–ભલે પછી એ ઉંમરમાં, અધિકારમાં કે દીક્ષામાં નાનો હોય.
ભગવાનના શ્રમણસંઘમાં એક અણગાર; બહુ મોટા તપસ્વી અને ચેતન અને જડના ભેદોના બરાબર જાણકાર. કાયાની માયાને વિસ્તારીને એનો ઉપયોગ આત્માના કુંદનને નિર્મળ કરવામાં કરી લેવા માટે એમણે મહાદુષ્કર સાધના આદરી હતી. એમનું નામ ધન્ય અણગાર.
કાકંદી નગરીમાં ભદ્રા નામે એક શેઠાણી રહે. એમને બે પુત્રો ? એકનું નામ ધન્ય અને બીજાનું નામ સુનક્ષત્ર. એમની સંપત્તિ અને સુખ-સાહ્યબીનો પાર નહીં. ધન્ય તો ભોગવિલાસમાં એવો ડૂબેલો રહે છે કે જાણે એ દુઃખ-દીનતાને જાણતો જ નહોતો. માતાના હતનો ય કોઈ પાર ન હતો.
એક દિવસ ભગવાન મહાવીરની વાણી ધન્યના અંતરને સ્પર્શી ગઈ– જાણે લોહને પારસનો સ્પર્શ મળ્યો, અને વિલાસમાં ડૂબેલો એનો આત્મા ધર્મને ઝંખી રહ્યો. માતાને સમજાવીને અને છેવટે એમની આજ્ઞા મેળવીને એ ભિક્ષુક બની ગયો. અને કર્મર આત્મા ધર્મશૂર બનીને પોતાની આત્મશક્તિને શતદળ કમળની જેમ વિકસાવવાના પુરુષાર્થમાં લાગી
ગયો.
દેહની મમતા મૂકીને એમણે આકરાં તપ આદર્યા–એવાં આકરાં કે કાયા તો નય હાડકાંનો માળો બની ગઈ, આંખો ઊંડી ઊતરી ગઈ, માંસ સુકાઈ ગયું અને જાણે હાડ અને ચામને કોઈ સગપણ ન હોય એમ ચામડી હવા વગરની ધમણની જેમ કે અનાજ