________________
૬૭૮ ]
[ મહામણિ ચિંતામણિ
અર્થ :-વિશુદ્ધ સર્વવિરતિ સત્તર પ્રકારની હોય છે. કહેલું છે કે પાંચ આશ્રવોથી વિરામ પામવું. પાંચે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. ચાર કષાયો ઉપર વિજય મેળવવો અને ત્રણ દણ્ડોથી વિરામ પામવો. એ પ્રમાણે સત્તર પ્રકારનો સંયમ હોય છે.
(४) मललब्धिः - मलो जल्लः सुगन्धश्च तल्लब्धिमन्तः । इयमत्र भावना - इह मलौषधिलब्धिः कस्यापि शरीरैकदेशे समुत्पद्यते । कस्यापि सर्वशरीरे । तेनात्मानं परं वा यदा व्यपगम बुद्धा लिम्पति तदा तद्व्याधेरपगमो भवति ॥४॥
અર્થ—જે લબ્ધિ વડે શરીરમાં ઉત્પન્ન થયેલો મલ સુગંધી થાય છે તે લબ્ધિને મલબ્ધિ કહેવાય છે. તે લબ્ધિવાળાઓને મલલબ્ધિવાળા કહેવાય છે—અહીં એવી ભાવના છે. એ મલલબ્ધિ કોઇને શરીરના એક ભાગમાં ઉત્પન્ન થાય છે તો કોઇને સઘળા શરીરમાં ઉત્પન્ન થાય છે. આ લબ્ધિ વડે શ૨ી૨-ઇન્દ્રિયોમાં ઉપન્ન થયેલા મળમાં સુગંધ આવે છે અને તેનો શરીરને લેપ કરવાથી રોગ દૂર થાય છે. જ્યારે પોતાના શરીર ઉપર અથવા બીજા કોઇના શરીર ઉપર રોગને મટાડવાની બુદ્ધિથી એમના મલનો લેપ કરાય છે, ત્યારે એનો રોગ દૂર હટે છે.
(५) विप्रुटलब्धि :- मूत्रस्य पुरीषस्यावयवो विप्रुट् इत्युच्यते । अन्ये प्राहुर्विडिति विष्ट प्र इति प्रस्रवणमौषधिर्यस्यासौ विप्रुडौषधिः ।
અર્થ-મૂત્રના અને વિષ્ટાના અવયવને વિષ્રર્ કહેવામાં આવે છે. બીજા લોકો વિટ એટલે વિષ્ટા કહે છે. પ્ર એટલે ઝરવું. જેની ઝરતી વિષ્ટા ઔષધિ હોય છે તેને વિપ્રુડૌષધિ કહેવાય છે.
(६) आमर्षलब्धि : - आमर्षणमामर्षः संस्पर्शनं स एवौषधिर्यस्यासा वामर्षौषधिः करादिस्पर्शन मात्रादेव व्याध्यपनयनसमर्थः । लब्धि - लब्धिमतोरभेदोपचारात् साधुरेवामर्षौषधि रित्यर्थः । एवं शेषपदेष्वपि भावना कार्या ।
અર્થ :–આમર્ષ એટલે સ્પર્શ એ જ જેની ઔષિધ છે તે આમૌંધિ કહેવાય છે. તે હાથ આદિના સ્પર્શ માત્રથી વ્યાધિને દૂર કરવામાં (મટાડવામાં) સમર્થ હોય છે. લબ્ધિ અને લબ્ધિવાળા બંનેમાં અભેદનો ઉપચાર કરવામાં આવે છે. તેથી આ લબ્ધિવાળો સાધુ જ આમÑષધિ લબ્ધિ કહેવાય છે એવી રીતે જ શેષ પદોમાં પણ ભાવના ક૨વી જોઇએ.
(७) खेललब्धि: - खेल श्लेष्मा तल्लब्धिमन्तो यदात्मानं परं वा रोगापनयनबुद्ध्या परामृशन्ति तदा तद्रोगापगमः तथा चोक्तम्
અર્થ-ખેલ એટલે શ્લેષ્મા (કફ). તેની લબ્ધિવાળાઓ જ્યારે પોતાના શરીરને અથવા બીજાના શરીરને રોગને દૂર કરવાની (મટાડવાની) બુદ્ધિથી સ્પર્શ કરે છે ત્યારે તેનો તે રોગ દૂર હટે છે. કહ્યું છે કે—
यथा हि योगमाहात्म्यात् योगिनां कफबिन्दवः । सनत्कुमारादेरिव जायन्ते सर्वरुच्छिदः ॥ १॥
અર્થ—યોગના માહાત્મ્યથી યોગીઓના કફનાં બિન્દુઓ સનત્કુમાર આદિ મુનિઓની જેમ સઘળા રોગોને છેદવાવાળા થાય છે. (બધા રોગોને છેદે છે)