________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૭૫
પોતાનામાં પ્રગટ થયેલી લબ્ધિઓ પ્રત્યે અનાસક્ત રહેવું તે સાધક માટે અત્યંત મહત્ત્વનું છે. સામાન્ય રીતે સાચા સાધકો પોતાનામાં પ્રગટ થયેલી લબ્ધિઓનું ગોપન કરે છે. પરહિત માટે, યુદ્ધ, દુકાળ કે અન્ય પ્રકારની આપત્તિ આવી પડે ત્યારે આવી લબ્ધિનો તેઓ ઉપયોગ કરે છે, પરંતુ એ લબ્ધિઓનો પોતાના સ્વાર્થ માટે કે વાસનાઓના સંતોષ માટે ક્યારેય ઉપયોગ કરતા નથી. સનતકુમાર ચક્રવર્તીની જેમ લબ્ધિઓ પ્રત્યે પણ તેઓ નિઃસ્પૃહ રહે છે. દસમા ગુણસ્થાનકમાં આવી લબ્ધિઓ જ્યારે પ્રગટ થઈ હોય ત્યારે તે માટે મનથી પણ રાજી ન થવાનો ભાવ રાખવાનો હોય છે, કારણ કે એવી લબ્ધિશક્તિ માટેનો સૂક્ષ્મ લોભ પણ આત્માને નીચો પાડે છે. જેઓ આ કસોટીમાંથી પાર પડે છે, તેઓ ઉપરના ગુણસ્થાનકે ચડી શકે છે. એટલા માટે ઊંચી આધ્યાત્મિક સાધનાના વિષયમાં અર્થાત્ મોક્ષપ્રાપ્તિ માટેના પુરુષાર્થમાં આવી લબ્ધિઓનું બહુ મૂલ્ય નથી.
• દિક્ષિત ગેયાર કરતોને ભવાન મહૃરના અશ્વિનો