________________
૬૭૪ ]
[ મહામણિ ચિંતામણિ
(૮) આશિવોઘશમની (ઉપસર્ગો શાંત કરનારી) વિદ્યા માટે તેજલેશ્યાલબ્ધિ, શીતલેશ્યાલબ્ધિ, તખલેશ્યાલબ્ધિ, દષ્ટિવિષલબ્ધિ, આશીવિષલબ્ધિ, વાગ્વિષલબ્ધિ, ચારણલબ્ધિ, મહાસ્વપ્નલબ્ધિ અને તેજોગ્નિનિર્મલબ્ધિ એ નવ લબ્ધિઓ જોઇએ.
લબ્ધિ શબ્દની સાથે સિદ્ધિ શબ્દ પણ વપરાય છે. વસ્તુતઃ લબ્ધિ એ જ સિદ્ધિ છે. લબ્ધિની સિદ્ધિ અથવા લબ્ધિની પ્રાપ્તિ એ લબ્ધિસિદ્ધિ તરીકે ગણાવવામાં આવે છે. આમ છતાં આઠ પ્રકારની મહાસિદ્ધિઓ નીચે પ્રમાણે દશાવવામાં આવે છે જેનો સમાવેશ એક અથવા બીજી લબ્ધિમાં થઈ શકે છે :
(૧) અણિમા-અણ જેટલા થઈ જવાની શક્તિ. (૨) લઘિમા-હલકા થઈ જવાની શક્તિ. (૩) મહિમા–પર્વત જેટલા મોટા થઇ જવાની શક્તિ. (૪) પ્રાપ્તિ-દૂરની વસ્તુને પાસે લાવવાની શક્તિ. (૫) પ્રાકામ્ય ઇચ્છા અવશ્ય પાર પડે જ એવી શક્તિ. (૬) વશિત્વ–વશ કરવાની શક્તિ. (૭) ઈશિત્વ-બીજા ઉપર સત્તા ચલાવવાની શક્તિ. (૮) પત્રકામાવસાવિત્વ-બધા સંકલ્પો પાર પાડવાની શક્તિ.
એક વખત લબ્ધિ પ્રગટ થઈ એટલે તે કાયમને માટે રહે જ, એવું હંમેશાં બનતું નથી. મન, વચન અને કાયાના અશુભ-અશુદ્ધ યોગને કારણે આત્મા જ્યારે ફરી પાછો મલિન થવા લાગે છે ત્યારે લબ્ધિઓનું બળ ઘટવા લાગે છે, એટલે કે ચમત્કારિક શક્તિઓ ઓસરવા લાગે છે. એક વખત લબ્ધિ પ્રગટ થાય અને માણસને પોતાને એની ખાતરી થાય તે પછી આત્માને સંયમમાં રાખવાનું કામ ઘણું અઘરું છે. જેઓ પરકલ્યાણ અર્થે ગુપ્ત રીતે લબ્ધિનો ઉપયોગ કરે છે અને રાગદ્વેષ રહિત એવી પોતાની દશાને ટકાવી રાખે છે તેઓની લબ્ધિ ઝાઝો સમય અથવા કાયમને માટે સચવાઈ રહે છે. પરંતુ જેઓ લોકેષણા પાછળ પડી જાય છે, વારંવાર પોતાની તેવી શક્તિનો ઉલ્લેખ કરવા લાગી જાય છે, તે વડે બીજાને ડરાવવા કે વશ કરવા લાગે છે ત્યારે તેઓની તેવી લબ્ધિ ક્ષીણ થવા લાગે છે. એક વખત પ્રગટેલી લબ્ધિ લુપ્ત થઈ ગયા પછી ફરી પાછી તેવી લબ્ધિ તે જ જન્મમાં મેળવવાનું કાર્ય દુર્લભ બની જાય છે.
ગુણસ્થાનકની દષ્ટિએ વિચારીએ તો આત્મા જેમ-જેમ નિર્મળ થતો જાય તેમ-તેમ ઉપરના ગુણસ્થાનકે ચડતો જાય છે. એમાં દસમાં ગુણસ્થાનકે પહોંચેલા આત્માને જાત-જાતની લબ્ધિઓ પ્રગટ થવા લાગે છે. પરંતુ આ લબ્ધિઓ પ્રત્યે જો તે આકર્ષાય તો ફરી પાછો તે નીચે પડવા લાગે છે. મોહનીય કર્મનો સદંતર ક્ષય થયો હોતો નથી એટલે જીવ પોતાનામાં પ્રગટ થયેલી આવી અભુત શક્તિઓ જોઈને રાજી થાય છે, તેમાં રાચે છે અને તેના પ્રયોગો કરવા માટે લલચાય છે. એટલે કે આ લબ્ધિઓને વાપરવા માટેનો સૂક્ષ્મ લોભ હજુ ગયો નથી હોતો. માટે આ ગુણસ્થાનકને સૂક્ષ્મ સંપરાય તરીકે ઓળખાવવામાં આવે છે. લબ્ધિ-સિદ્ધિઓની દષ્ટિએ ભવ્યાત્માઓની કસોટી કરનારું આ મહત્ત્વનું ગુણસ્થાનક છે.