________________
૬૫૬ ]
[ મહામણિ ચિંતામણિ
શબ્દ વિશેષ અહોભાવપૂર્વક પ્રચાર પામેલો છે. તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુઓને માટે આ વ્યાખ્યાન મનનીય બની રહે છે. ભગવાન મહાવીરના ગણધરો ને સૂત્રરચનાનો સંદર્ભ નીચે પ્રમાણે છે :
इंक्कारस वि गणहरे, पवायए पवयणस्स वंदामि
सव्व गणहर वंसं वायगवंसं पवयणं च ॥ ગૌતમસ્વામી આદિ અગિયાર ગણધરો કે જે પ્રવચન આગમના પ્રવાદક છે તેમને, સર્વ ગણધરોના વંશને, વાચકોના વંશને અને પ્રવચન આગમને હું વંદન કરું છું.
-ભદ્રબાહસ્વામી. આવશ્યક નિયુક્તિ પીઠિકા)
ચુતજ્ઞાન અને માનસવિધાનાના વિજ્ઞાતા શ્રી ગૌતમસ્વામી