________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ] . '
આધ્યાત્મિક પરંપરામાં ગુરુનું વૈજ્ઞાનિક મહત્ત્વ
-પૂજ્ય મુનિશ્રી નંદીઘોષવિજયજી મ.
શાસનમાં મુનિશ્રી એક અચ્છા વિદ્વાન છે. શ્રી નેમિસુરિ સમુદાયના ૫. ૫. આ. શ્રી સૂર્યોદયસૂરિજી મ.ના શિષ્યરત્ન છે. વિજ્ઞાન સાથે ધર્મનો સમન્વય ખૂબ સુંદર રીતે કર્યો છે. “જૈનદર્શન : વિજ્ઞાનિક દૃષ્ટિએ' નામના તેમના પુસ્તકમાં ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ભાષામાં ખૂબ વિદ્વત્તાપૂર્ણ વૈજ્ઞાનિક સંશોધન દ્વારા લેખો લખી તેઓશ્રીએ યુવાન પેઢી ઉપર ઉપકાર કર્યો છે.
પૂ. મુનિશ્રીએ ભૌતિકશાસ્ત્ર, જીવશાસ, ભૂગોળ-બગોળ અને ગણિતને લગતા લેખો લખી તેમની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. ધાર્મિક સિદ્ધાંતો સાથે ઉક્ત શાસ્ત્રોના અધ્યયન, ચિંતન, મનન અને પ્રકાશનની દિશામાં વર્તમાનયુગમાં આ સર્વપ્રથમ પ્રયાસ છે. અત્રે પણ લોહચુંબક અને તેની ચુંબકીય શક્તિ–એના માધ્યમ ગુરુ- શિષ્યનો સંબંધ સમજાવ્યો છે.
ગુરુ મહાવીર અને શિષ્ય ગૌતમને કેન્દ્રમાં રાખી ખૂબ સુંદર નિરૂપણ કર્યું છે. શાંત ચિત્તે એક-બે વખત આ લેખને વાંચવાની ભલામણ છે. -સંપાદક
ध्यानमूलं गुरोर्मूर्तिः, पूजामूलं गुरोः पदौ ।
मन्त्रमूलं गुरोर्वाक्यं, मोक्षमूलं गुरोः कृपा ॥ ગુરુની પ્રતિમા અથવા આકૃતિ અર્થાત્ દેહ એ ધ્યાનનું મૂળ છે. ગુરુનાં ચરણકમળ અથત પગલાં પૂજાનું મૂળ છે. ગુરુનું વાક્ય, આદેશ અથર્ શબ્દો, એ મંત્રનું મૂળ છે, અથવા શ્રેષ્ઠ મંત્ર છે. અને એ ત્રણે (ધ્યાન, પૂજા તથા મંત્ર) વડે પ્રાપ્ત ગુરુની કૃપા/આશીર્વાદ મોક્ષનું પરમ કારણ છે.
ભારતીય આધ્યાત્મિક પરંપરામાં ગુરુનું જેટલું મહત્ત્વ છે એટલું મહત્ત્વ અન્ય કોઈ પણ પાશ્ચાત્ય પરંપરામાં હોવાનું જાણવા મળ્યું નથી. ભારતીય આધ્યાત્મિક પરંપરામાં મુખ્ય ત્રણ તત્ત્વો છે : દેવ, ગુરુ અને ધર્મ. દેવ અને ગુરુ એક જીવંત વ્યક્તિ સ્વરૂપ છે, જ્યારે ધર્મ એ ગુણ સ્વરૂ૫/ભાવાત્મક છે. દેવ અને ગુરુમાં પાયાનો તફાવત એ છે કે દેવ પ્રથમ ગુરુ સ્વરૂપે જ છે! હોય છે, ત્યાર બાદ તેઓ દેવ/દેવાધિદેવ પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. એ પરમાત્મ સ્વરૂપ આપણું પરમ ધ્યેય છે. એની તથા ધર્મના ભાવાત્મક સ્વરૂપની ઓળખ આપણને ગુરુ દ્વારા જ થાય છે અને એટલે જ ગુરુતત્ત્વની મુખ્યતા બતાવતાં કબીરજીએ કહ્યું છે કે :