________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૬૫
દીક્ષા પછી લગભગ ૩૦ વર્ષ સુધી ગણધર શ્રી ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીની સેવા-સુશ્રુષા, ભક્તિ-વૈયાવચ્ચ કરી અને એના પ્રભાવે શ્રી ગૌતમસ્વામીજીમાં વિશિષ્ટ લબ્ધિઓ-શક્તિઓ પ્રગટ થાય છે, જેના કારણે ‘અનંતલબ્લિનિધાન’ એવું સાર્થક વિશેષણ તેઓના નામની આગળ મૂકવામાં આવે છે. આમ છતાં તેઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તેનું કારણ ફક્ત તેઓનો શ્રમણ ભગવાન મહાવીર સ્વામી તરફનો અનુરાગ હતો. એ દૂર કરવા શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામી પોતાના નિવણિકાળની રાત્રિએ, શ્રી ? તમને પાસેના ગામમાં રહેલ દેવશમાં નામના બ્રાહ્મણને પ્રતિબોધ કરવા મોકલે છે. તે બ્રાહ્મણને પ્રતિબોધ કરી પાછા વળતાં, રસ્તામાં જ શ્રી ગૌતમસ્વામી, ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણના સમાચારથી આકુળ-વ્યાકુળ થાય છે અને એ ગુરુની વિરહવેદનામાં વૈરાગ્ય પ્રગટે છે અને ખુદ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામી પ્રત્યેના રાગનું બંધન તૂટી જતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ રીતે મોક્ષમૂર્ત ગુરઃ કૃપા પદ પણ શ્રી ગૌતમસ્વામીજીના જીવનમાં ચરિતાર્થ થાય છે. -
ટૂંકમાં, ભારતીય આધ્યાત્મિક પરંપરામાં ગુરુનું જે મહત્ત્વ દર્શાવાયું છે, તે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક સિદ્ધાંતથી ભરપૂર છે, તેમાં લેશમાત્ર શંકા કરવાની જરૂર નથી અને આ લેખ પણ મારા ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજનાં વાક્ય અને તેઓની જ કૃપાનું ફળ છે.
શંકાનું સમાધાન | છે અને શરાફ્ટનો
સ્વીકાસ્ટ
અનામત