________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૬૭
S
લબ્ધિની શાસ્ત્રકારોએ નીચે પ્રમાણે જુદી-જુદી વ્યાખ્યા આપી છે :
નાનું નધિઃ | ઇ પુનરસી જ્ઞાનાવરણ ક્ષયપશવિશેષ: | (લબ્ધિ એટલે પ્રાપ્ત થવું. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતા શક્તિવિશેષને લબ્ધિ કહેવામાં આવે છે.)
इन्द्रियनिवृत्तिहेतुः क्षयोपशमविशेषो लब्धिः । यत्संनिधानादात्मा द्रव्येन्द्रियनिवृत्तिं प्रति व्याप्रियते સ જ્ઞાનાવરણક્ષયો વિશેષ વિજ્ઞાયતે | (ઇન્દ્રિયની નિવૃત્તિના કારણભૂત એવો વિશિષ્ટ ક્ષયોપશમ તે લબ્ધિ. જેના સંનિધાનથી આત્મા દ્રવ્યન્દ્રિયોના વ્યાપારમાં પ્રવૃત્ત થાય છે એવો જ્ઞાનાવરણના ક્ષયોપશમનો વિશેષ તેને લબ્ધિ કહેવામાં આવે છે.)
મતિજ્ઞાનાવરક્ષયોપશોત્થા વિશુદ્ધનીવસ્યાર્થગ્રહણશવિત્ત નક્ષત્નશ્ચિઃ | (મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી વિશુદ્ધિથી જીવમાં પદાર્થોને ગ્રહણ કરવાની જે વિશિષ્ટ શક્તિ ઉત્પન્ન થાય છે તે લબ્ધિ .).
તવિશેષાત્ દ્ધિપ્રતિથ્યિઃ | (તપવિશેષથી પ્રાપ્ત થતી ઋદ્ધિ તે લબ્ધિ.)
સમૂહુવંસT-TO-વસુ નીવર્સ સામો સંસ્થિનામ | (લબ્ધિ એટલે સમ્યગુદર્શન, સમ્ય જ્ઞાન અને સમ્યગું ચરિત્ર સાથેનો જીવનો સમાગમ.)
ગામવિયો મુવિ ઈન્તા રૂઝવસ્તુપત્તH સ્થાઃ (મુક્તિ સુધીની ઈષ્ટ વસ્તુઓની | પ્રાપ્તિ કરાવી આપનાર અણિમાદિ વિક્રિયાઓ તે લબ્ધિ.)
| મુખપ્રત્યયો હિ સામર્થવિશેષો સ્થિરિતિ પ્રસિદ્ધિઃ | (ગુણોનો સામર્થ્યવિશેષ લબ્ધિ તરીકે ઓળખાય છે.
માત્મનઃ ગુમાવવરણ ક્ષયોપશો તધ્ધિઃ | (આત્માના શુભ ભાવના આવરણના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય તે લબ્ધિ.)
મનુષ્યમાં વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક શક્તિઓ રહેલી છે. જ્યારે કોઈક વ્યક્તિમાં અસાધારણ એવી શક્તિ જોવા મળે તો લોકોને આશ્ચર્ય થાય છે. જ્યારે કેટલીક શક્તિઓ એવી છે કે જેનો પ્રભાવ નજરે ન જોયો હોય તો માન્યામાં ન આવે. સામાન્ય લોકોને એવી વાત ચમત્કારયુક્ત લાગે અને તેના તરફ શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો ભાવ ધારણ કરે. એવી શક્તિઓની વાત સાંભળી બૌદ્ધિક લોકોને તે અપ્રતીતિકર, ધતિંગ કે ગપ્પા જેવી લાગે, પણ તેઓને નજરે જોવાની તક મળે અને જાતે ખાતરી કરે તો તેઓ પણ તે માનવા તૈયાર થાય છે. કેટલાક નાસ્તિક માણસો આવી ઘટના નજરે જોયા પછી આસ્તિક કે શ્રદ્ધાવાન બની જાય છે.
એક શબ્દ સાંભળતાં આખી વાત સમજાઈ જવી, દૂર ક્યાંક બનતી ઘટનાઓનું જાણે નજરે નિહાળતા હોય તેમ જોવું અને વર્ણન કરવું, બીજાના મનમાં ઊઠતા વિચારો અને ભાવો બરાબર સમજી લેવા અને તે પ્રમાણે કહેવા, એક ઇન્દ્રિય દ્વારા બીજી ઇન્દ્રિયના વિષયને જાણી લેવો (જેમ કે સુગંધ પરથી પદાર્થનો રંગ કેવો હશે તે કહી આપવું), જમીનથી અધ્ધર રહેવું, આકાશમાં ગમન કરવું, હાથમાંથી કે વાણીમાંથી અમૃત ઝરતું હોય તેવો અનુભવ થવો, પાત્રમાં પડેલું અન્ન ખૂટે નહીં એવો ચમત્કાર થવો, તેજોવેશ્યાની પ્રાપ્તિ થવી (જે વડે કશુંક બાળી શકાય કે ઠંડું કરી શકાય), પોતાના શરીરના મેલ કે પરસેવા દ્વારા બીજાના રોગો મટાડી શકાય, પોતાના