________________
૬૬૨ ]
[ મહામણિ ચિંતામણિ
“ગુરુ ગોવિંદ દોનોં ખડે, નિકો લાગું પાય;
બલિહારી ગુરુ આપ કી, ગોવિંદ દિયો બતાય.” ગુરુએ હજુ સંપૂર્ણ પરમાત્મ સ્વરૂપે પ્રાપ્ત કર્યું નથી, પરંતુ એ પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિતા સાચા માર્ગે પ્રયાણ કરી દીધું છે. એ સાચા માર્ગની ઓળખ તથા તેઓનું અનુભવજ્ઞાન દરેક સાધક માટે માર્ગદર્શક બને છે. અને એ માર્ગદર્શન વિના પરમપદની પ્રાપ્તિ કે આત્મસાક્ષાત્કારનો અનુભવ પામવાની જરાય શક્યતા હોતી નથી. માટે જ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં ગુરુની આવશ્યકતા નહીં બલ્ક અતિ આવશ્યકતા બતાવી છે. એ માટે એક જગ્યાએ કહ્યું છે કે :
“ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર;
જે ગુરુઓથી વેગળા, રડવડિયા સંસાર.” આપણા પ્રાચીન ઋષિ-મુનિઓએ ગુરુનું આટલું બધું મહત્ત્વ અકારણ-નિષ્કારણ બતાવ્યું નથી. તેઓ ખૂબ જ્ઞાની હતા અને સાથે-સાથે અનુભવ-જ્ઞાન પણ હતું. તેઓએ જે કાંઈ પ્રાપ્ત કર્યું હતું તે માત્ર ગુરુની કૃપા/આશીર્વાદથી જ પ્રાપ્ત કર્યું હતું. અને એ સાથે જેઓએ ગુરુઓના-વડીલોના આશીર્વાદ પ્રાપ્ત નથી કર્યા, તેઓ મહાસમર્થ અને વિદ્વાન હોવા છતાં સંસારમાં રખડ્યાં છે, રડવડ્યાં છે, એ તેઓએ પ્રત્યક્ષ અનુભવ્યું છે-જોયું છે, તેથી તેઓએ ગુરુઓનું જે મહત્ત્વ બતાવ્યું છે તે સત્ય છે. અને અને આધુનિક વિજ્ઞાનની દષ્ટિએ પણ તે યોગ્ય છે.
દરેક જીવંત પ્રાણી, પછી તે સ્થૂળ હોય કે સૂક્ષ્મ, તે દરેકમાં એક પ્રકારની શક્તિ હોય છે, જેને આધ્યાત્મિક પરિભાષામાં આત્મશક્તિ કહી શકાય; જ્યારે વૈજ્ઞાનિક પરિભાષામાં તેને વીજચુંબકીય શક્તિ કહી શકાય. એ સજીવ પદાર્થની વીજચુંબકીય શક્તિની તીવ્રતાનો આધાર આત્માના વિકાસ ઉપર રહેલો છે. જેટલો આત્માનો વિકાસ વધુ તેટલો તેની શક્તિનો ઉઘાડ વધુ. અહીં વિકાસ એટલે આધ્યાત્મિક વિકાસ અર્થ લેવો.
ન્યૂ સાયન્ટિસ્ટ' નામના વિજ્ઞાનના મેગેઝીનમાં અમુક પ્રયોગોના અહેવાલ પ્રગટ થયા છે. તે મુજબ માનવીમાં પણ આવો મેગ્નેટિક કંપાસ અર્થાત્ ચુંબકીય હોકાયંત્ર છે, અથતિ આપણે છે પણ આપણી જાણ વગર ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આવી શકીએ છીએ.'
જેઓએ વિજ્ઞાનનો થોડો પણ અભ્યાસ કર્યો હશે, તેઓને ખબર હશે કે લોહચુંબક | (Magnet)ની આસપાસ, તેનું પોતાનું એક ચુંબકીય ક્ષેત્ર (Magnetic field) હોય છે અને તે ચુંબકીય રેખાઓ દ્વારા દર્શાવાય છે. જો કે આ ચુંબકીય ક્ષેત્ર અદશ્ય હોય છે, છતાં ટેબલ ઉપર મૂકેલા એક મોટા કાગળ ઉપર એક લોહચુંબક મૂકી, તેની આસપાસ લોખંડની ઝીણી ભૂકી ખૂબ આછા પ્રમાણમાં ફેલાવી દો, ત્યારબાદ તે ટેબલને આંગળી વડે ઠપકારતાં, તે લોખંડની ભૂકી આપોઆપ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય રેખાઓના સ્વરૂપમાં ગોઠવાઈ જાય છે. આ ચુંબકીય ક્ષેત્રમાં જો લોખંડ આવે તો તેને તે લોહચુંબક આકર્ષે છે. જો આ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારે વારંવાર ફેરફાર કરવામાં આવે તો વીજપ્રવાહ (Electric current) ઉત્પન્ન થાય છે. અને આ વીજપ્રવાહ ધાતુના તાર વગેરેમાંથી પસાર કરીએ તો તેમાં ચુંબકીય શક્તિ પેદા થાય
૧. જુઓ, તા. ૧૬-૧૨-૯૨, બુધવારના ગુજરાત સમાચારની શતદલ પૂર્તિમાંનો શ્રી કાન્તિ ભટ્ટનો લેખ જ્ઞાન ગઠરિયાં' કોલમમાં—સિકસ્થ સેન્સ એટલે શું?