________________
૬૫૮ ]
[ મહામણિ ચિંતામણિ
તીર્થંકરોના વર્ણનક્રમમાં એમની અન્યાન્ય ધર્મસંપદાઓ સાથે એમના ગણધરોનો પણ યથાપ્રસંગ ઉલ્લેખ થયો છે. તીર્થંકરોના સાંન્નિધ્યમાં ગણધરોની જેવી પરમ્પરા વર્ણિત છે, તે સાર્વત્રિક નથી. તીર્થંકરો પછી અથવા બે તીર્થંકરોના અંતર્વત્વ-કાળમાં ગણધર હોતા નથી તેથી ઉદાહરણાર્થ ગૌતમ સુધર્મા આદિને માટે જે ગણધર શબ્દ વપરાયો છે તે ગણધરના શાબ્દિક કે સામાન્ય અર્થમાં અ-પ્રયોજ્ય છે.
ગણધરનો બીજો અર્થ, જે સ્થાનાંગ વૃત્તિમાં લખવામાં આવ્યો છે કે, આર્યાઓ યા સાધ્વીઓ પ્રત્યે જાગૃતિ રાખનારા અર્થાત્ એમના સંયમ-જીવનના સમ્યક્ નિર્વહણમાં હંમેશાં પ્રેરણા, માર્ગદર્શન એક આત્મિક સહયોગ કરનારા શ્રમણ ગણધર કહેવાય છે.
આર્ય પ્રતિ જાગરૂકના અર્થમાં પ્રયુક્ત ગણધર શબ્દથી પ્રકટ થાય છે કે સંઘમાં શ્રમણી-વૃંદની યથાયોગ્ય વ્યવસ્થા, વિકાસ અધ્યાત્મસાધનામાં ઉત્તરોત્તર પ્રગતિ ઇત્યાદિ પર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવતું હતું. આ કારણસર જ એમની દેખરેખમાં અને માર્ગદર્શનના કાર્યને મહત્ત્વપૂર્ણ સમજવામાં આવ્યું કે એક વિશિષ્ટ શ્રમણનું મનોનયન માત્ર આ ઉદ્દેશ્યથી થતું હતું.
મહત્ત્વ :— ગણધરપદની મહત્તા અંગે આચાર્યશ્રી હસ્તીમલજી મ. સા.એ લખ્યું છે કે ઇન્દ્રભૂતિ ગૌતમે ચરમ શરીરી ગણધરપદની પ્રાપ્તિ કરી. આનાથી એમણે પૂર્વજન્મમાં કરેલી ઉત્કટ સાધના અને પ્રભુ-પુણ્યાર્જનનો પરિચય મળે છે. જૈન પરંપરાના આગમ અને આગમોત્તર સાહિત્યમાં વિશ્વવંદ્ય ત્રૈલોક્યશ્રેષ્ઠ તીર્થંકરપદ પછી ગણધરપદને જ માનવામાં આવે છે. “ગત્યત્તાપ્રોવર શ્રદ્ઘાર્થેર્યવતોડનુષ્ઠાનાત્તીર્થવં મધ્યમશ્રદ્ધાસમન્વિતાવ્ ગળધરત્નમ્ ।” બિંદુસાર.
જેમ કોઈ વિશિષ્ટ સાધક અતિ ઉચ્ચ કોટિની સાધના દ્વારા કર્મનું ત્રૈલોક્યપૂજ્ય તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કરે છે એ જ રીતે ગણધરપદપ્રાપ્તિ માટે પણ સાધકે ઉચ્ચ કોટિની સાધના કરવી પડે છે. તીર્થંકર નામકર્મના ઉપાર્જન માટે તો આગમોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે અમુક ૧૬ કે ૨૦ સ્થાનોમાંથી કોઇ એક અથવા એકથી વધુ સ્થાનોની ઉત્કટ સાધના કરવાથી સાધક તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કરે છે. પરંતુ ગણધર નામકર્મની ઉપાર્જના કેવી-કેવી રીતની ઉત્કૃષ્ટ કોટિની સાધના કરવાથી થાય છે, એનો કોઇ સ્પષ્ટ ઉલ્લેખ આગમસાહિત્યમાં દૃષ્ટિગોચર થતો નથી. આવશ્યક મલયગિરિ વૃત્તિમાં જો કે એવો ઉલ્લેખ જરૂર મળે છે કે ભરત ચક્રવર્તીનો ઋષભસેન નામનો પુત્ર, જેણે પૂર્વભવમાં ગણધર નામગોત્રનું ઉપાર્જન કર્યું હતું, સંસારથી વિરક્ત થઈ દીક્ષિત થઇ ગયો—
“तत्त्थ उसभसेण नाम भरहपुत्तो पुव्वभवबद्धगणहरनामगुत्तो जाय संवेगो पव्वइओ....”
આવશ્યક મલય, પ્ર. ભાગ.
ભદ્રેશ્વરે ઇસાની અગિયારમી શતાબ્દીમાં રચિત પોતાના પ્રકૃત ભાષાના ‘કહાવલી’ નામના બૃહદ્ ગ્રંથમાં પણ ભગવાન ઋષભદેવના ગણધર ઋષભસેનના પ્રવ્રુજિત થવાનો ઉલ્લેખ છે કે એમણે પોતાના પૂર્વભવમાં ગણધર નામગોત્ર કર્મનું ઉપાર્જન કર્યું હતું. આ અંગે કહાવલીકાર ભદ્રેશ્વર દ્વારા ઉલ્લેખિત પંક્તિઓ આ મુજબ છે :
“सामिणे य समोसरणे ससुरासुरमणुयसभाऐ धम्मं साहन्ति ससोसभसेणो नाम भरो