________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૧૫
સક્ષમ બની રહ્યા હતા. ગૌતમ ગણધર હવે સાચા અર્થમાં ભગવાન મહાવીરનું કામ કરવા માટેના ઉત્તરાધિકારી બની રહ્યા હતા, ગુરુ-અવશેષકાર્યને પૂર્ણ કરવા કટિબદ્ધ થઇ રહ્યા હતા. વિચારના આ બિંદુએથી જ કવિએ ગુરુશિષ્યની આ જોડીને અમર કરવા માટે એક પંક્તિમાં લખ્યું અને બંનેના મંગલમય અને અનન્યતમ સ્વરૂપની અભિવ્યક્તિ કરી.
કેવલજ્ઞાની નિર્વાણોન્મુખ
જેમ ભગવાન મહાવીરે ગૌતમ ગણધરને લક્ષ્ય કરી કહ્યું હતું-સમય ગોયમ મા પમાય— અર્થાત્ હે ગૌતમ ! એક સમય, એક ક્ષણનો નાનકડો અંશ જેટલો સમય પણ તું પ્રમાદ ન કર ! આ સ્વર્ણ-સૂક્તિને ગૌતમ ગણધરે પોતાના દૈનિક જીવનમાં પ્રયોગ કર્યા પછી, કેવલજ્ઞાન પ્રાપ્ત કરી અન્ય ભવ્ય જીવોના હિતાર્થે કહી હતી. સંયમી દીક્ષિત જિતેન્દ્રિય ત્યાગી બનવાના નિર્દેશ આપ્યા હતા. એમણે સમય અને સંયમને સ્વીકૃતિ આપી, લોક-અલોકમાં ઉચ્ચતમ સ્થાનની ઉપલબ્ધિ કરી–એટલે જ સ્તો એમની સ્મૃતિ અર્થે આપણે સસ્વર કહીએ છીએમાં માવાન વીરો માતં નૌતમ પ્રભુ....
ચાર ઘાતક કર્મોને નષ્ટ કર્યા પછી મોહનીય જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયકર્મોની ઇતિશ્રી કર્યા પછી જેમ ગૌતમ ગણધરે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું તો એમણે પણ પોતાના પરમ ગુરુ મહાવીરની જેમ બહુજન હિતાય, બહુજન સુખાય સ્વર્ણોપદેશ દેવાનું શરૂ કર્યું અને જ્યાં સુધી જીવિત રહ્યા ત્યાં સુધી પ્રાપ્ત-જ્ઞાનનું વાદળોના વારિદાન માફક વિતરણ કરતા જ રહ્યા. કાળાંતરે પછી જ્યારે ચાર ઘાતક કર્મોનો નાશ કર્યો, વેદનીય આયુ-નામ-ગોત્રને નિઃશેષ કર્યા ત્યારે તેમણે પણ ભગવાન મહાવીરની જેમ નિર્વાણલાભ મેળવ્યો. લોકમાં તો એ પ્રસિદ્ધ હતા પણ આલોકમાં સફળ સિદ્ધ થઇ ગયા. માત્ર રોટી, કપડાં કે મકાનથી જ નહીં પણ શરીરના શ્વાસોચ્છ્વાસ ને ભવ-ભ્રમણથી ય હંમેશ માટે નિશ્ચિંત થઇ ગયા અને ભગવાન મહાવીરની જેમ ગૌતમ પણ બધાને માટે યુગ-યુગના પ્રણમ્ય થયા.
કેવલજ્ઞાનની દિવ્ય જ્યોતિ તો આજ પણ અવિચળ જલી રહી છે. નિર્વાણની દીપશિખા તો આજ પણ અવિરત જલી રહી છે. કર્મભૂમિએથી નહીં પણ વિદેહક્ષેત્રમાં તો આજે પણ વીશ-વીશ તીર્થંકર કેવલજ્ઞાનનો લાભ દઇ રહ્યા છે અને મુક્તિ-શ્રીનું વરણ કરી રહ્યા છે. પ્રસ્તુત પ્રસંગમાં આજ ભગવાન નથી કે નથી ગૌતમ ગણધર એમ કહેવું એ કશા અર્થ કે મહત્ત્વનું નથી. ભગવાન મહાવીર અને ગૌતમ ગણધરની પરંપરાના આચાર્યોના ધર્મગ્રંથો આપણને પ્રાપ્ય છે ત્યાં સુધી નિરાશ થવાનું કોઈ કારણ નથી. જરૂરત છે ભાગ્ય અને આળસ છોડી, પ્રયત્ન અને પુરુષાર્થને અપનાવવાની. જૈન સંસ્કૃતિ તો આજે પણ શ્રમણ-શ્રાવક થવા ૫૨ પ્રત્યક્ષ-પરોક્ષરૂપે સંસ્કૃતિમાં ય મુક્તિનો માર્ગ ખોલી રહી છે. વિજ્ઞાનની આ વીશમી શતાબ્દીમાં ય, પાશ્ચાત્ય ભૌતિકવાદી ચકાચૌંધમાં ય જેણે આત્મહિત કરવું છે તેઓ તો આત્મહિત કરી રહ્યાં છે અને જેમણે નથી કરવું એ તો ચર્યા-પ્રવૃત્તિ ભૂલીને ચર્ચા-આલોચનામાં જ સમય સમાપ્ત કરી રહ્યા છે. ભાગ્યને બદલે પુરુષાર્થ કરીને, જિનવાણી કે જનવાણીને અનુરૂપ આપણું આચરણ કરીને સાચા અર્થમાં શ્રાવક-શ્રમણ બનીને આપણે પણ આપણા સુપ્ત-ગુપ્ત મહાવીર અથવા ગૌતમને જગાડી શકીશું. બીજ યા શક્તિરૂપમાં તો પ્રાણી માત્ર