________________
૬૪૨ 1
[ મહામણિ ચિંતામણિ
| ગૌ| ૫ | ૪ | ૭ | ૪ |
- આ ઉપાંગમાં પ્રથમ અધ્યયન વિસ્તારથી છે. બાકીનાં ૨ થી ૧૦ અધ્યયનોમાં ઉલ્લેખ નામમાત્ર છે. આ પ્રથમ સિરિ અધ્યયનમાં ત્રણ વખત સંબોધન રૂપે ગોલમ શબ્દનો ઉલ્લેખ છે.
[૧૨] વષ્યિવસા : આ ઉપાંગમાં પ્રાયઃ ક્યાંય ગૌતમસ્વામીનો ઉલ્લેખ જોવા મળતો નથી. ચાર મૂલસૂત્રોમાં ગૌતમસ્વામીનો નામોલ્લેખ
[૧] કાવય : આ મૂલસૂત્રમાં છ અધ્યયન છે. સામાયિક, ચઉવિસત્થઓ વગેરે. આ મૂળ છ અધ્યયનોમાં ક્યાંય ગૌતમસ્વામીનું નામ પ્રાયઃ જોવા મળેલ નથી. જે પ્રકાશનોમાં નિર્યુક્તિ કે ભાષ્યની ગાથા સાથે માવશ્યક સૂત્ર છપાયું છે, તે પ્રકાશનોને અહીં લક્ષમાં લીધાં નથી. શ્રી માવતીનીમાં આવતા પચ્ચકખાણના ભેદો કે જેનો સમાવેશ સાવસિય સૂત્રમાં છેલ્લા અધ્યયનમાં થયો છે અને પ્રાયઃ બધાં પ્રકાશનોએ સંગૃહીત કર્યો છે, તેમાં શ્રી ગૌતમસ્વામીજીનું નામ સાત વખત આવે છે.
[૨] ઉત્તરયાળિ : આ મૂળસૂત્ર ૩૬ અધ્યયનોનું બનેલું છે, જેમાં અધ્યયન ૨ નો પ્રારંભ, અધ્યયન ૧૬ અડધું અને અધ્યયન ૨૮ સંપૂર્ણ ગદ્ય છે. બાકી વિશેષ કરીને આ આગમ પદ્યાત્મક જ છે. પદ્યક્રમાંકન લગભગ બધે સામ્ય ધરાવે છે. ૩૬ અધ્યયનોમાં માત્ર ચાર અધ્યયનોમાં જ ગૌતમસ્વામીજીનું નામ જોવા મળેલ છે.
| અધ્યયન | ૧૦૧૮) રર) ર૩]
ગૌ. સ્વા. સંખ્યા | ૩૭] ૧ | ૧ |૫૫]
[૩] તવેથાનિય : ૧૦ અધ્યયનો અને ૨ ચૂલિકાઓથી યુક્ત એવા આ મૂળસૂત્રમાં ગૌતમસ્વામીનું નામ પ્રાયઃ ક્યાંય જોવા મળતું નથી.
[] મોnકૃત્તિ : ગાથાબદ્ધ એવા આ નિયુક્તિ સૂત્રમાં ગૌતમસ્વામીનો નામોલ્લેખ પ્રાયઃ થયો નથી. છ છેદસૂત્રોમાં ગૌતમસ્વામીનો નામોલ્લેખ
વર્તમાનકાળે ૧. નિસીદસુત્તમ (નિશીથસૂત્ર), ૨. રસાસુ વંદ, ૩. વૃહત્ વ4સુર્થ, ૪. વહીરસુર્ય, ૫. નીયqસુર્ય અને ૬. મહાનિસીહં-આ છ છેદસૂત્રો પ્રસિદ્ધ છે. તેમાં પ્રથમ પાંચ છેદસૂત્રોમાં પ્રાયઃ ક્યાંય પણ ગૌતમસ્વામીજીનો નામોલ્લેખ થયો હોય તેવું જણાતું નથી. પણ મહાનિસીદ (મહાનિશિથ) સૂત્રમાં ગૌતમસ્વામીજીનું નામ જોવા મળેલ છે. આ છેદસૂત્રમાં બે પ્રકાશનો જોવામાં આવ્યાં. ૧. કામરત્નમંતૂષા, ૨. ગામસુસિધુ. પ્રથમ પ્રકાશન લાંબા પાના રૂપે છે; બીજું પ્રકાશન હસ્તલિખિત ઝેરોક્ષ જેવું છે. શક્ય તેટલી ચોકસાઈ છતાં અહીં આપેલા અંકોમાં ભૂલો હોવાની પૂર્ણ સંભાવના છે, જે વાત આગમસુધાસિંધુ નજરે જોનારને તુરંત પ્રતીત થશે.