________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
૨
૩૧
૩
૪ ૫
૧૬ ૨૧ ૬૯ ૩૫૩૪૧
૬ ૭ .
૪૩
[ ૬૪૩
અધ્યયન
૧
શૌયમ શબ્દ સંખ્યા
૧૬
નંદી-અનુયોગમાં ગૌતમસ્વામીનો નામોલ્લેખ
[૧] નંદ્દી : લગભગ ૭૦૦ શ્લોક ધરાવતા એવા આ આગમમાં સૂત્રક્રમાંકન જ છે. તેથી દરેક પ્રકાશનમાં અસમાન ક્રમસંખ્યા જોવા મળે છે. આરંભમાં ઘેરાવતી છે. ત્યાં આવતો ગોયમ શબ્દ ગૌતમસ્વામી માટે વપરાયેલ નથી. સૂત્ર ૨૩માં ગોયમ શબ્દથી ગૌતમસ્વામીજીનું સંબોધન છે. ત્યાં કુલ નવ વખત ગૌતમસ્વામીના નામનો ઉલ્લેખ થયો છે. છેલ્લે-છેલ્લે નાળું પંચવિવાળા સૂત્રમાં બે વખત ગૌતમસ્વામીનું નામ છે.
[૨] અનુગોળવાર : આ આગમમાં પણ અધ્યયનાદિ વિભાગ જોવા મળતા નથી, પણ જુદાં-જુદાં સૂત્રોમાં ગણતાં પ્રાયઃ ૪૩ સ્થાને ગૌતમસ્વામીનો ઉલ્લેખ છે.
૧૦ પયજ્ઞામાં ગૌતમસ્વામીનો નામોલ્લેખ
પયાની સંખ્યા અને નામ વિષે મતભેદ પ્રવર્તે છે. છતાં જ્યાં ૪૫ આગમની ગણના થાય છે ત્યાં-ત્યાં પયજ્ઞાની સંખ્યા ૧૦ની મુક૨૨ થયેલી જ છે. એ વાત વિષે ક્યાંય સંદિગ્ધતા પ્રવર્તતી નથી. સ્થાનકવાસી, તેરાપંથી આદિ સંપ્રદાયોમાં તો પયજ્ઞાનો સ્વીકાર જ થયો નથી. તેથી તેમનાં મંતવ્યો વિચારવાનાં રહેતાં નથી. આપણે ત્યાં પણ દશ પયત્રામાં કેટલાક ‘ગચ્છાચાર પયત્રો' સ્વીકારે છે, કેટલાક ‘ચંદા વિજય પયો' સ્વીકારે છે. અહીં તો બાળમરત્નમંજૂષા કે પયા સંગ્રહ-બાળમોવય સમિતિને લક્ષમાં લઇ નોંધ રજૂ કરેલી છે.
દશ પયત્રાનાં નામો આ રીતે છે–૧. વડસરળ, ૨. બાર પદ્મવવાળ, ૩.મહાપદ્મવવાળ,
૪.મત પરિબ્બા, પ.તંદુતવૈયાળિય, ‘૬.સંથાર૫, ૭. ચાવાર, ૮. નળિવિજ્ઞા, ૯, વૈવિથય અને ૧૦. મરળસમાહિ. આ દશ પયજ્ઞામાં તંલુન વેયાનિય અને મચ્છાવાર એ સિવાયના આઠ પયજ્ઞામાં ગૌતમસ્વામીનું નામ પ્રાયઃ ક્યાંય જણાયું નથી. સંકુલ વેયાશિયમાં ૧૭ વખત અને રાચ્છાવાર વળામાં ૧૯ વખત શ્રી ગૌતમસ્વામીનો નામોલ્લેખ થયેલો છે.
*
આ રીતે ૪૫ આગમોમાં ગૌતમસ્વામીનું નામ ક્યાં અને કેટલી વખત આવે છે તેની સામાન્ય ગણતરી કરી પ્રકાશ પાડેલ છે. સંપૂર્ણ ચોકસાઇ માટે તો કોઇ પણ એક પ્રકાશનને સાદ્યંત તપાસી અને તે પ્રકાશન પૂરતી જ અંતિમ અંકગણના કરી શકાય. બીજું, અત્રે મૂળ આગમપાઠ લીધા છે, તે રીતે વૃત્તિ-ચૂર્ણિ-ભાષ્ય-નિર્યુક્તિ પરથી પણ ગણના થઇ શકે. અહીં તો માત્ર શ્રી ગૌતમસ્વામીજી આગમગ્રંથોમાં કઇ રીતે છવાયેલા છે તે બાબતને જ આશ્રીને અવલોકન રજૂ કરેલ છે. આ ગૌતમ ગણધરનું ૪૫ આગમ (મૂલ)માં રહેલું નામનિદર્શન સંશોધકને ઉપયોગી બનશે તેમ જ વૃત્તિ વગેરેમાંથી તારવવામાં મદદરૂપ બનશે.