________________
૬૪૬ ]
[ મહામણિ ચિંતામણિ
કોઇ પણ ગણધર કરતાં વધુ ખ્યાતિ, યશ અને સ્તુતિ-પૂજા, ગૌતમસ્વામીની થતી જોવા મળે છે. જો કે દરેક તીર્થંકરોના ધર્મશાસનમાં તેમના ગણધરોની ખ્યાતિ અને મહત્તા હોય છે જ, તેથી ભગવાન મહાવીરના ધર્મશાસનમાં તેમના પ્રમુખ ગણધર તરીકે ગૌતમસ્વામીની મહત્તા હોય એ સ્વાભાવિક છે. તો પણ, ભગવાન મહાવીરનું શાસન પ્રવર્તમાન છતાં ભગવાન ઋષભદેવ અને ભગવાન પાર્શ્વનાથનો મહિમા તો આજે જનહૃદયમાં અસાધારણ રૂપમાં સૌથી વધારે છે – જોવા મળે છે, તેવો મહિમા એ બધા તીર્થંકરોના ગણધરોનો અત્યારે જોવા મળતો નથી. વળી, ભગવાન મહાવીરના અગિયાર ગણધર જ્ઞાન, 'લબ્ધિ વગેરેની દૃષ્ટિએ સમકક્ષ હોવા છતાં અને એમના અંતિમ ગણધર તો સૌથી નાની વયના, દીક્ષા લીધી ત્યારે ફક્ત સોળ જ વર્ષના હોવા છતાં, એ બધામાં સતિશાયી મહિમા—અલબત્ત, જનહૃદયમાં—ગૌતમસ્વામીનો જ છે. માટે જ તો તેઓ અનંતલબ્ધિનિધાન ગૌતમસ્વામી તરીકે વિખ્યાત છે. એમનો મહિમા જૈનશાસનમાં કેટલો ને કેવો છે એ જોવા માટે આપણે જરા વિગતોમાં ઊતરીએ ઃ
૧. જૈન આચાર્યોને આચાર્યપદવીના પ્રતીક-રૂપે અપાતા સૂરિમંત્રનું કેન્દ્રબિંદુ ભગવાન ગૌતમસ્વામી છે.
૨. એથીયે આગળ વધીને ભગવાન મહાવીરના ધર્મશાસને તો જૈનો માટે પરમ ઉપાસ્ય એવા વીશસ્થાનક પદ પૈકી પંદરમા પદ તરીકે ગોયમપદની પ્રતિષ્ઠા કરી છે. વીશસ્થાનકનાં અન્ય ઓગણીસ પદોની જેમ જ આ ગોયમપદની વિશુદ્ધ આરાધના કરનાર આત્મા માટે તીર્થંકર બનવાની પૂરી શક્યતાઓ છે. આ વાત વિચારીએ તો ગૌતમ ગણધરની મહામહિમતા સમજાયા વિના ન રહે.
ભગવાન તીર્થંકર તો રાગદ્વેષથી સર્વથા મુક્ત હોય છે, એટલે મહાવીર પ્રભુ તો ગૌતમ ગણધર પ્રત્યે પણ વીતરાગ જ હતા, છતાં એમના ચિરત્રનું અવલોકન કરીએ તો ગૌતમ ગણધર, ભગવાનના અનન્ય કૃપાપાત્ર હતા એવી છાપ આપણા મનમાં ઊપસ્યા વિના ન જ રહે. જૈન આગમોમાં પણ અગણિત સ્થળોએ ભગવાન મહાવીરના મુખે ઉચ્ચારાતો ‘ગોયમ’ શબ્દ જોવા મળે છે. અરે ! માંડવગઢના જૈન મંત્રી પેથડશાહે તો, પોતાના ગુરુ આચાર્ય શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજે જ્યારે વ્યાખ્યાનમાં શ્રી ભગવતીસૂત્ર વાંચવું શરૂ કર્યું, ત્યારે તેમાં જ્યારે-જ્યારે ‘ગોયમ’! પદ આવે ત્યારે-ત્યારે એક સોનામહોર મૂકીને પૂજા કરી. એ રીતે સમગ્ર ભગવતી સૂત્રમાં ૩૬૦૦૦ (છત્રીસ હજાર) વાર એ પદ આવતાં તેમણે તેટલી વાર એક-એક (કુલ ૩૬૦૦૦) સોનામહોર વડે પૂજા કરી.
૪. વળી, પોતાના ગુરુ ભગવાન મહાવીરદેવ પ્રત્યેનો તેમનો અવિહડ અને અનુત્તર અનુરાગ દાખલારૂપ મનાય છે. આજે પણ કોઇ અનન્ય ગુરુભક્ત શિષ્યને જોઇને લોકો કહે છે કે આમને
જોઇને ગૌતમસ્વામી યાદ આવે છે'.
પ. આ બધું છતાં, જનહૃદયમાં તો એમની પ્રતિષ્ઠા ‘ગુરુ ગૌતમ’ તરીકે જ છે. વસ્તુતઃ ‘ગુરુ ગૌતમ’ એ ગુરુપદનું પ્રતીક છે; એવું પ્રતીક, જે ગુરુપદના ગરવા રૂપનાં નવલાં દર્શન કરાવે. ગૌતમ ગણધરનો મહિમા સમજવા માટે આટલી વિગતો પૂરતી છે અને એમના પરમ સૌભાગ્યની સૂચક છે.