________________
૬૫૨ ]
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
કચ્છપ
સુમ
મંદર
જસ
અરિષ્ટ
ચક્રાયુધ
શાંબ
૭૬
૬૬
૫૭
૫૦
૪૩
૩૬
૩૫
૧૮
૧૯
કુંભ
અભિક્ષક
મલ્લી
૨૦
૨૧
શુભ
૨૨
વરદત્ત
૨૩
આર્યદિશ
૨૪ ઇન્દ્રભૂતિ
[ મહામણિ ચિંતામણિ
૩૩
૨૮
૧૮
૧૭
૧૧
૧૦
૧૧
૨૪ ભગવાનના ગણધરો
ભગવાનને કેવળજ્ઞાન થયા પછી સમવસરણની રચના થાય. પ્રભુ પોતાની દિવ્ય વાણી પર્ષામાં સંભળાવે. ભગવાનની વાણીથી પ્રતિબોધ પામીને ભવ્યાત્માઓ ચારિત્ર અંગીકાર કરે. ભગવાન ચતુર્વિધ સંઘની સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાની સ્થાપના કરે છે. આ પ્રણાલિકા પ્રત્યેક તીર્થંકરના સમયમાં હોય છે. વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના ચરિત્રમાંથી આ સંદર્ભ પ્રાપ્ત થાય છે.
ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ગ્રંથને આધારે ગણધરોની શાસ્રીય પરંપરાનો સંદર્ભ ઋષભદેવ, શાંતિનાથ, પાર્શ્વનાથ, અને મહાવીરસ્વામી – એ ૪ ભગવાનનો આપ્યો છે. બાકીના ભગવાનની આ જ પરંપરા હોવાથી ઉલ્લેખ કર્યો નથી. નમૂના રૂપે આ વિગતો ગણધરોની મહત્તા દર્શાવતી હોવાથી અહીં નોંધ રૂપે રજૂ કરી છે.
પુંડરીકસ્વામી ઃ વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર ભગવાનના પુત્ર ભરત અને તેનો પુત્ર ઋષભસેન હતો. આ ઋષભસેન એ જ પુંડરીક નામથી વિખ્યાત છે. ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી સમોવસરણમાં બેસીને દેશના આપતા હતા ત્યારે ઋષભસેન પ્રતિબોધ પામ્યો અને પ્રભુ પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરીને દર્શન, જ્ઞાન અને ચારિત્રની ત્રિકરણ શુદ્ધે આરાધના શરૂ કરી. પુંડરીકસ્વામી એ પ્રભુ સાથે વિચરવા લાગ્યા. એક વાર પ્રભુ સાથે તેઓ શ્રી સિદ્ધાચલ તીર્થ પર રાયણ વૃક્ષ પાસે પધાર્યા. ઇન્દ્રો અને દેવો એમની વંદનાર્થે પધાર્યા. પ્રભુ આ પ્રસંગે સિદ્ધાચલ તીર્થનો મહિમા વર્ણવતા હતા અને તે વખતે પુંડરીકસ્વામી મોક્ષે જશે એ હકીકત પણ જણાવી. આ તીર્થ શાશ્વત છે એનો મહિમા સાંભળીને આરાધના કરી મોક્ષ-સુખ મેળવવું એ જ ઇષ્ટ છે, વળી આ તીર્થ પુંડરીકગરિ એવા નામથી પણ પ્રસિદ્ધિ પામશે. આદિનાથ ભગવાનની આ દિવ્ય વાણી ભવ્ય જીવોને હૃદયસ્પર્શી બની ગઈ. ચૈત્રી પૂર્ણિમાને દિવસે પુંડરીકસ્વામી પાંચ કરોડ મુનીશ્વરોના પરિવાર સાથે મોક્ષે સિધાવ્યા, ત્યારથી આ તીર્થનું નામ પુંડરીકરિ પડ્યું છે. શત્રુંજય તીર્થ ભગવાનના પ્રથમ ગણધર પુંડરીક ઉપરથી પુંડરીકગિરિ નામે આજે પણ પ્રચલિત છે. એમની ભાવપૂર્વક પૂજાભક્તિ શત્રુંજય ગિરિરાજ પર કરવામાં આવે છે. ચૈત્રી પૂર્ણિમાનો મહિમા અપરંપાર છે. આ તીર્થ પર રાયણનાં પગલાંની