________________
૬૫૦ ]
[ મહામણિ ચિંતામણિ
"अत्यं भासइ अरहा, सुत्तं गथंति गणहरा निउणा ।
सासणस्स हियट्ठाए, तओ सुतं पक्त्तइ ॥" શ્લોકાર્ધ : અરિહંતો અર્થ (માત્ર) કહે છે, નહીં કે દ્વાદશાંગી રૂપ શ્રત, ગણધરો સૂત્ર દ્વાદશાંગરૂપ નિપુણ એટલે સૂક્ષ્માર્થ પ્રરૂપક. આ શ્લોક દ્વારા, ગણધરો દ્વાદશાંગીની રચના કરે છે તેનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
શ્રી તીર્થંકર દેવો પૂર્વના ત્રીજા ભવે વીશસ્થાનક તપની આરાધના દ્વારા અને “સવિ જીવ કરું શાસનરસી” આવી ઉત્કટ ભાવના દ્વારા નામકર્મની નિકાચના કરે છે.
તીર્થકર નામકર્મ જો કે પૂર્વના ત્રીજા ભવ પહેલાં પણ ઘણાને બંધાય છે, છતાં તે બાંધેલું નામકર્મ શ્રી કમલપ્રભ નામના આચાર્યની જેમ તૂટી પણ જાય છે. પણ પૂર્વના ત્રીજા ભવે તીર્થંકર નામકર્મ નિકાચિત બંધાય છે, તેના પરિપાક રૂપે શાસનના હિતાર્થે સર્વ જીવોની કલ્યાણની કામનાએ શાસનની તીર્થની સ્થાપના કરે છે. શ્રી તીર્થંકર દેવો અર્થથી પ્રરૂપણા કરે છે, તેને શ્રવણ કરીને ગણધર ભગવંતો પોતાની ભાષામાં ગૂંથે છે, તેને સૂત્ર કહેવામાં આવે છે.
પ્રત્યેક તીર્થંકરના પ્રત્યેક ગણધર અંતર્મુહૂર્તમાં ત્રિપદી શ્રવણ કરી દ્વાદશાંગીની રચના કરે છે. જે તીર્થકરના જેટલા ગણધરો હોય છે, તેટલી દ્વાદશાંગી રચાય છે.
શ્રી ઋષભદેવ ભગવાનના ૮૪ ગણધરો હતા, તો તેમની ૮૪ દ્વાદશાંગી હતી. ભગવાન મહાવીર દેવના અગિયાર ગણધરો હતા, તેથી અગિયાર દ્વાદશાંગી હતી. સૌની ભાષા-ગૂંથણી જુદા-જુદા શબ્દોમાં હોય છે, પણ અર્થથી તો એકસરખી હોય છે, તેમાં લેશમાત્ર જુદાઈ કે ભિન્નતા નથી હોતી. પણ મહાવીર સ્વામીના શ્રી અચલ અને શ્રી અંકપિત તથા શ્રી મેતાર્ય અને શ્રી પ્રભાસ—આ બબ્બે ગણધરોની રચના શબ્દથી પણ ભિન્ન ન હતી, એ એક વિશેષતા છે.
ગણધર ભગવંતો પૂર્વે ગણધર નામકર્મ ઉપાર્જીને આવેલા હોય છે, જેથી એમાં એવી ઉત્તમ યોગ્યતા પ્રાપ્ત થાય છે કે પ્રભનો હસ્ત તેમના મસ્તક પર પડતાં, જેમ ચાવી દ્વારા ઊઘડે તેમ અંતમુહૂર્તમાં તેઓ દ્વાદશાંગીની રચના કરી શકે છે.
શ્રી બાલચંદ્રસૂરિએ સ્નાતસ્યા સ્તુતિની રચના કરી છે. તેની ત્રીજી ગાથામાં શ્રુતજ્ઞાનની સ્તુતિ કરવામાં આવી છે, તેમાં ગણધર પરંપરાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
“અહત ના મુખમાંથી નીકળેલ, ગણધર-રચિત, દ્વાદશ અંગરૂપ, વિશાલ, ચિત્ર, બહુ-અર્થથી યુક્ત, બુદ્ધિવાળા મુનિગણોએ ધારણ કરેલ, મોક્ષના મુખ્ય દ્વાર-સમું, વ્રત અને ચારિત્રના ફળવાળું, શેય
ભાવોને પ્રદર્શિત કરવામાં) પ્રદીપ સમાન, સર્વ લોકમાં અદ્વિતીય એવા અખિલ શ્રુતને હું ભક્તિથી નિત્ય સ્વીકારું (આશ્રય લઉ) છું.” [પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા, ભાગ ત્રીજો, પા. નં. ૧૭૧]
ભગવાનના મુખેથી વાણી સાંભળીને ગણધરો શ્રુતજ્ઞાનની રચના કરે છે. આ જ્ઞાનની વિશેષતા ઉપરોક્ત ગાથામાં દર્શાવી છે. તેમાં બીજા સ્વરૂપે ગણધર ભગવંત છે એમ સમજી શકાય છે.
આમ ગણધરની પ્રણાલિકાની વિગતો જૈન શાસનમાંથી ઉપલબ્ધ થાય છે. જ્ઞાનમાર્ગની ચૈતન્યદષ્ટિવાળી પ્રરૂપણાના પ્રસ્થાપક ગણધરોનો મહિમા કળિકાળમાં ભવ્ય જીવોને માટે મોક્ષમાર્ગની યાત્રામાં “ગુરુ સમાન’ પથપ્રદર્શક બની રહે છે.