________________
૬૩૬ ]
[ મહામણિ ચિંતામણિ
૪૫ આગમમાં મૂલ આગમમાં ગૌતમ' નામોલ્લેખ ક્યાં ક્યાં?
સંકલનકત : 1. મુનિ શ્રી દીપરત્નસાગરજી મહારાજ (M.Com.M.Ed)
પેથડ મંત્રી માત્ર ભગવતીસૂત્ર સાંભળતાં જ્યાં ગૌતમનું નામ આવતું ત્યાં એક સોનામહોર રાખી પૂજા કરતા... માત્ર ભગવતી સૂત્રમાં ૩૬ હજાર વખત ગોયમ નામ આવ્યું. ૪૫ આગમોમાં કયાં-કયાં ગૌતમસ્વામીજીના નામનો ઉલ્લેખ આવે છે તેની મહત્ત્વની નોંધો સંપાદિત કરી અત્રે મુકાઈ છે. મુનિશ્રીએ ખૂબ પરિશ્રમ કરી યાદી તૈયાર કરી છે.
‘હિં નામ હશે પાવલિંછા વિષે નંતિ’ પ્રમાણે નામ લેતા જઈએ અને પાપોથી મુક્તિ મેળવતા જઈએ.
-સંપાદક
नमो नमो निम्मल सणस्स આગમોમાં ગૌતમસ્વામી નામોલ્લેખ
આગમ-સંખ્યાભેદ – વર્તમાનકાળે શ્વેતાંબર આમ્નાયમાં મૂર્તિપૂજકો આગમોની સંખ્યા ૪૫ની દશવિ છે. સ્થાનકવાસી, તેરાપંથી વગેરે ૩૨ આગમોની માન્યતા ધરાવે છે. આ જ્ય આગમોના પણ અંગ-ઉપાંગ એવા ભેદ છે. તેમાં ૧૧ અંગ અને ૧૨ ઉપાંગ વિષે બંને આમ્નાયોમાં સમાન માન્યતા પ્રવર્તે છે. પરંતુ છેદસૂત્રો અને મૂળસૂત્રો બાબત માન્યતાભેદ જોવા મળેલ છે. મૂર્તિપૂજકો છેદસૂત્રોની સંખ્યા ૬ જણાવે છે પણ તેમાંના શ્રી મહાનિશીથ તથા શ્રી જિતકલ્પસૂત્ર આગમને સ્થાનકવાસી વગેરે સંપ્રદાય સ્વીકારતા નથી. એ જ રીતે મૂલસૂત્રોમાં આવતું ચોથું “શ્રી ઓઘનિર્યુક્તિ’ સૂત્ર પણ સ્થાનકવાસી વગેરે સંપ્રદાયોમાં સ્વીકૃત નથી. પન્નાઓનો સ્વીકાર પણ મૂર્તિપૂજકો જ કરે છે. આ રીતે સ્થાનકવાસી, તેરાપંથી ૩૨ આગમો માને છે, મૂર્તિપૂજકો વર્તમાનકાળે ૪૫ની આગમસંખ્યા ગણાવે છે.
આ સૂચિમાં સ્વીકારાયેલાં આગમો –અહીં ૪૫ આગમોને સ્વીકારીને જ “ગૌતમસ્વામીના નામનો ક્યાં-ક્યાં ઉલ્લેખ છે તે શોધવા પ્રયત્ન કરેલ છે. જો કે દશમાંથી આઠ પયામાં, છ છેદસૂત્રોમાંથી, એકાદ અંગમાં વગેરે સ્થાને પ્રાયઃ ક્યાંય ગૌતમસ્વામીનો ઉલ્લેખ નજરે પડેલ નથી.
ગૌતમસ્વામી નામોલ્લેખ કઈ-કઈ રીતે છે? :-“જોન' આગમશાસ્ત્રોમાં અર્ધમાગધી ભાષાને કારણે ગૌતમ માટે “યમશબ્દ જ મુખ્યતયા નોંધાયો છે. તેમ છતાં ક્યાંક નોખમ કે
તમ શબ્દ પણ જોવા મળેલ છે. દરેક પ્રકાશનમાં પણ નોમ શબ્દમાં સમાનતા જોવા મળતી નથી. જો કે ગોતમ શબ્દ ઉપરાંત માત્ર “રા' કરીને પણ મુકાયેલ છે.