________________
૬૧૬ ]
[મહામણિ ચિંતામણિ
મહાવીર અને ગૌતમ છે; પણ જ્યાં સુધી એને વૃક્ષ અને અભિવ્યક્તિ મળતી નથી ત્યાં સુધી તો બીજ બીજ જ અને શક્તિ માત્ર શક્તિ જ રહે છે. સમર્પણની સાધનાને અનુકૂળ વાતાવરણ અંકુરિત-પલ્લવિત-પુષ્પિત થતાં સુધી સાચવવાથી જ મહાવીર ગૌતમ ઉત્પન્ન થઈ શકશે. જન-સમુદાય જ્યાં સુધી ભોગ-ભક્ત છે, વિલાસમાં આસક્ત છે, શરીરનો સેવક છે, સંસારનો ઇચ્છુક છે, ભક્ષ્ય-અભક્ષ્ય વિચાર-રહિત છે, ન્યાય-અન્યાય વિસ્તૃત કરેલો છે ત્યાં સુધી કોઇએ ય મહાવીર-ગૌતમ બનવાના નથી. મહાવીર-ગૌતમ થવા માટે અહંકારમમત્વ-અધિકાર-હક્કનો ત્યાગ કરવો જ પડશે, એ સિવાય ગતિ-મુક્તિ નથી. જે દિવસે સમગ્ર દષ્ટિ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની દિશામાં વધશે એ દિવસે એ પણ મહાવીર-ગૌતમ જેવી થશે. આ સ્થિતિ માટે શુભ ભાવ વધારવો પડશે અને અશુભને હટાવવો પડશે. શુદ્ધ ભાવની ઉપલબ્ધિમાં જ શુદ્ધાત્માનુભૂતિ થશે. અંગ્રેજો દ્વારા ઉલ્લેખ
જિનકુશલસૂરિના શિષ્ય વિનયપ્રભ ઉપાધ્યાયે પોતાના સાધર્મિક બંધુ માટે ગૌતમસ્વામીનો રાસ લખ્યો. એના મહિનામાં ઉલ્લેખનીય છે કે એના પઠન-શ્રવણથી જ એના દિવસો બદલાયા. તે દરિદ્રમાંથી સમૃદ્ધ થયો. રાસમાં ગૌતમ ગણધરને જિનશાસન પ્રભાવક શ્રેષ્ઠતમ મુનિઓમાંના (એક) બતાવાયા
પૂનમ નિશિજિમ સસહર સોહે, સુર તરુ મહિમા જિમ જગ મોહે, પૂરબ દિશિ જિમ સહસ કરો, તિમ જિન શાસન મુનિ પવરો,
પંચાવન જિમિ ગિરિવર રાજે, નર વઈ ધર જિમ મય ગલ ગાજે. ' કવિએ ગૌતમસ્વામીનો જીવન-પરિચય લખ્યો. અષ્ટાપદ પર ચઢીને જિનબિંબ-દર્શન કર્યા ! જેવી ઘટનાઓ લખી. ગૌતમસ્વામી પૂર્વગ્રહ છોડીને જૈન ધર્મ-પ્રચારક થયા.
ગૌતમાષ્ટકની સંજ્ઞા સાર્થક છે. એમાં કવિએ પોતાનું નામ તો નથી લખ્યું પણ ગૌતમ દ્વારા અષ્ટાપદની વંદનાનો ઉલ્લેખ કર્યો છે. એક શ્લોકમાં ગૌતમને અક્ષીણ લબ્ધિ દ્વારા પરમાત્રદાતા પણ લખ્યા. ભગવાન મહાવીર બાદ ગૌતમ ગણધર પ્રધાન થયા. એનો ઉલ્લેખ કવિએ આ રીતે કર્યો
शिवं गते भतरि वीरनाथे युगप्रधानत्वमिहैव मत्वा
पट्टाभिषेको विदधे सुरेन्द्रैः स गौतमो यच्छतु वांछितं मे । ‘પરમ જ્યોતિ મહાવીર' મહાવીર મહાકાવ્યના પ્રણેતા કવિકુલભૂષણ ધન્યકુમાર ‘સુધેશે’ પોતાનું કાવ્ય ખૂબ પરિશ્રમપૂર્વક લખ્યું અને સવગ સુંદર બનાવવા પ્રયત્ન કર્યો. એના અઢારમાં સર્ગમાં દેવરાજ ઇન્દ્રભૂતિને ભગવાન મહાવીર પાસે લાવે છે અને તે મહાવીરના પ્રમુખ અને પ્રથમ ગણધર થયા. એમના બંન્ને ભાઈ વાયુભૂતિ અને અગ્નિભૂતિ પણ ગણધર બને છે. અગિયાર ગણધરો થવાની ચર્ચા કવિએ ખૂબ કૌશલપૂર્વક સાધાર સંયોજી છે. કદાચ એટલે જ વિદ્વત્ પરિષદ આ ગ્રંથને પુરસ્કૃત પણ કર્યો છે. આ ગ્રંથના ત્રીજા પરિશિષ્ટમાં ઇન્દ્રભૂતિ પર અપાયેલી ટિપ્પણી પૃષ્ઠ ૬૩૬ પર આ પ્રમાણે છે :