________________
૬૨૨ ]
[ મહામણિ ચિંતામણિ
ન
જ
કર
જન
જ
ન
ગૌતમસ્વામીમાં મોહ નામનો મહા સુભટ પરાભવ પામ્યો ન હોત તો ત્યાં જાત નહીં, અને કદાપિ ગૌતમસ્વામી એમ કહેત કે, “મહારાજ ! આપના આટલા બધા શિષ્ય છે તેઓની હું ચાકરી કરું પણ ત્યાં તો નહીં જાઉં.” તો તે વાત કબૂલ થાત નહીં
કોઈ સાધુ જેણે પ્રથમ આચાર્યપણે અજ્ઞાન અવસ્થાએ ઉપદેશ કર્યો હોય, અને પછી તેને જ્ઞાની પુરુષનો સમાગમ થતાં તે જ્ઞાની પુરુષ જો આજ્ઞા કરે કે જે સ્થળે આચાર્યપણે ઉપદેશ કર્યો હોય ત્યાં જઈ એક ખૂણે છેવાડે બેસી બધા લોકોને એમ કહે કે મેં અજ્ઞાનપણે ઉપદેશ આપ્યો છે, માટે તમે ભૂલ ખાશો નહીં, તો તે પ્રમાણે સાધુએ કર્યા વિના છૂટકો નહીં જો તે સાધુ એમ કહે“મારાથી એમ થાય નહીં, એને બદલે આપ કહો તો પહાડ ઉપરથી પડતું મૂકું, અથવા બીજું ગમે તે પ્રાયશ્ચિત્ત કરે, પણ ત્યાં તો મારાથી નહીં જવાય.” જ્ઞાની કહે છે, ત્યારે એ વાત જવા દે. અમારા સંગમાં પણ આવતો નહીં. કદાપિ તું લાખ વાર પર્વતથી પડે તો પણ કામનું નથી. અહીં તો એમ કરશે તો જ મોક્ષ મળશે. તેમ કર્યા વિના મોક્ષ નથી. માટે જઈને ક્ષમાપના માગે તો જ કલ્યાણ થાય.'
ગૌતમસ્વામી અગ્રેસર ગણધર હોવા છતાં આનંદ શ્રાવકની ક્ષમાપના કરી આવ્યા. કેમ કે, આનંદને જ્ઞાન પ્રકાશિત થયું હતું!
સામાન્ય સંસારી, મતધારી, મહાગ્રહી, સ્વાગ્રહી, દર્શન-દર્શન, ધર્મ-ધર્મ, શાસ્ત્ર-શાસ્ત્ર વચ્ચે ભેદ ઊભો કરીને ચડ-ઊતર ક્રમમાં ગોઠવે છે. પણ જેને ધર્મ પામવો છે તે કદી એવી તુલના કરે નહીં. તેને ક્યાંય અવગુણ નજરે ચડે નહીં કેમ કે તેની દષ્ટિ કેવળ ગુણગ્રાહી બની ગઈ હોય છે. આથી તે સર્વધર્મમાં સમભાવ જુએ છે. આવા સમભાવ પછી ભેદભાવ ક્યાં રહેવા પામે ?! - પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમે જ્યારે જીવ છે કે નહીં તે અંગે મહાવીરસ્વામીને પ્રશ્નો પૂછ્યા ત્યારે ભગવાન મહાવીરે વેદમાંથી જ દાખલાઓ દઈને સમાધાન થાય ત્યાં સુધી સમજાવ્યા કર્યું ! પોતે જૈનદર્શનના દાખલા આપી શક્યા હોત! પણ જ્ઞાન થયા પછી જ્ઞાનીને દર્શન માત્રમાં નિર્દોષતા દેખાય છે. જે ગ્રાહ્ય છે તેને જ તેમની દૃષ્ટિ ગ્રહણ કરે છે. મહાપુરુષની દૃષ્ટિએ જોતાં સઘળાં દર્શન સરખાં છે. જ્ઞાનની દષ્ટિએ ભેદભેદ હોય નહીં.
કેશીસ્વામી અને ગૌતમસ્વામી કેવા સરળ હતા! ગૌતમસ્વામીની સમાધાનકારી સરળતાથી અભિભૂત કેશીસ્વામીએ પાંચ મહાવ્રત ગ્રહણ કર્યા. કેશીસ્વામીની સરળતા પણ કંઈ ઓછી ન ! હતી. સરળતા વિના ધર્મ પરિણમે શી રીતે ? અને સરળતા હોય ત્યાં ધર્મ પરિણમ્યા વિના રહે શી રીતે ? ઉભયની સરળતાનું જ આ પરિણામ હતું.
ગૌતમસ્વામીની આ બોધપ્રદ ઘટનાઓમાંથી શક્યતમ ગુણ ગ્રહણ કરી આપણે આપણું કલ્યાણ અપ્રમાદપણે શક્ય તેટલું ત્વરાથી કરીએ !
આ લઘુલેખ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રન્થને નજર સમક્ષ રાખીને તૈયાર કર્યો હોવાથી તેની પ્રમાણભૂતતા આપોઆપ સિદ્ધ થાય છે એમ હૈયે ધારણા છે. અસ્તુ.