________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૨૫
પધારેલા દીર્ઘતપસ્વી તાપસો ગૌતમની લબ્ધિ નિહાળી...સૂર્યકિરણના આલંબનથી ગૌતમ અષ્ટાપદે ચડ્યા...આ દૃશ્ય જોઇ તાપસો ગુરુ ગૌતમના શિષ્યો બની બેઠા... ! કેવી લબ્ધિ ! કેવી શક્તિ ! યોશિનામ્ વિમ્ અસાધ્યમ્ ? યોગી માટે કોઇ ચીજ, ખોઇ ઘટના ઘટવી સહજ હોય છે.
આત્મદર્શન કાજે જીવનમાં ઝંખના અને ઉત્કટ ભાવના હોવી જોઇએ... કારણ કે અપરોક્ષાનુભૂતિ દ્વારા સિદ્ધિ અને સાધનામાં સફળતા મળે ! ગણધરશ્રેષ્ઠ શ્રી ગૌતમને અપુનર્ભવિકની જબ્બરજસ્ત તાલાવેલી હતી...મારાથી પાછળ થયેલ દીક્ષિત જો મોક્ષ જઇ શકતો હોય તો હું કેમ ન જઇ શકું ? પૂર્ણ તાલાવેલી-આંતરખોજ અને ભગવાન મહાવીરની મુખગંગાએથી પ્રવાહિત નિર્મળ વાણીના પાનથી એમને આંતરદિવ્યદૃષ્ટિ મળી ગઇ !
ગૌતમ લબ્ધિ અને સિદ્ધિના સ્વામી કેમ બન્યા? ચાલો એ રહસ્ય-નેપથ્યને અનાવરણ કરી...ગૌતમના આંતરિક જીવનનાં દર્શન કરીએ...ગૌતમ નિરાસક્ત, નિરભિમાની વ્યક્તિત્વના સ્વામી હતા ! ગૌતમ પ્રૌઢાવસ્થી ગોવા છતાં બાળકભાવમાં મહાલતા હતા...વર્તતા હતા! બ્રહ્મતેજ પૂત લલાટ ! તેજપુંજશાં નિર્મળ નયનો! એ ગૌતમ પ્રભુની અદ્ભુત લબ્ધિ અને સાધના, વિનયના ખજાનાની ચાડી ખાતાં હતાં ! ગૌતમ બાહ્ય વ્યક્તિત્વથી યુવાન લાગતા હતા...! આંતર વ્યક્તિત્વથી કાયમને માટે નિખાલસ બાળકની જેમ જીવન જીવ્યા...! ગૌતમ પ્રભુ વીરની પાસે બાળકની જેમ સવાલો પૂછી ....અનેક જીવોના રાહબર બની પામર જીવોને પરમાત્માના આશિક બનાવ્યા...!
ગુરુ ગૌતમ નિખાલસતાની, સરળતાની, વિનયવંત મૂર્તિ હતા ! માટે જ કહેવાનું મન થાય કે ગૌતમ આપણા જીવનમાં તમામ સવાલોના સમાધાનના સાક્ષાત્ મૂર્તિમંત વિદેહી હતા ! શાસ્રાધ્યયન કરતાં, પઠન કરતાં શંકાઓ જાગે, સવાલો ઊઠે, મન સમાધાન માટે નકારાત્મક, હકારાત્મકમાં ગોથાં ખાય...પણ...ગૌતમના ગુણરૂપ નવનીતમાંથી સદ્યવહાર, સદાચાર, સેવા, સમર્પિતતા, સરળતા, નૈષ્ઠિક શ્રદ્ધા, સિમ્પલ લિવિંગ એ બધું સહજ ગૌતમમાંથી મળી આવે છે. સત્યરિત જીવન જીવવા માટે ગુરુચાવી ગૌતમ પાસેથી લેવા જેવી છે...પૂર્ણ શાસ્ત્રોના ગીતાર્થો, વિશારદો, વ્યાખ્યાનકારો, કવિઓ, પણ જડાગ્રહી હોય સંભવ છે... પણ ગૌતમના જીવનમાં “આગ્રહ” નામની હિંસા જડમૂળથી કાયમને માટે દેશવટો લઇ ચૂકી હતી...ધીરતા, ગંભીરતાદિના અદ્ભુત ગુણોથી ગૌતમ સહસ્રકિરણસમ દીપ્તિમંત હતા ! માટે જ હું એ નિષ્કર્ષ પર આવ્યો છું કે, “જે કંઇ મેળવવું હોય, તે ગૌતમ નામની અક્ષય ખાણમાંથી બધું જ મળવું શક્ય છે, પૂર્ણ શક્યતા છે...” માટે જ સ્તો એક ચિંતકે કહ્યું કે “બધું જ ખોયા પછી જે મળશે એ અનોખું અને અદ્ભુત પૂર્ણ સંતોષકારક મળશે.” જીવનને જો શૂન્ય બનાવી દઇએ તો પૂર્ણતા સ્વયં પ્રગટી ઊઠે !
૭૯
ગુરુ ગૌતમના સ્તુતિકાર, સ્તવનકારે લખ્યું... “પ્રહ ઊઠી ગોયમ સમરીજે, કાજ સમગ્ગહ તતખિણ સીઝે, નવનિધિ વિલસે તાસ ઘરે, વિનયવંત, વિદ્યાભંડાર, જસગુણ પુહવી નલભે પાર, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરો ...અંતિમ પદમાં ગૂઢગર્ભિત વાત કહી કે...વડ જિમ શાખા વિસ્તરોએ...કવિએ સરસ વાત કરી...ગૌતમની યશકીર્તિ અદ્ભુત એટલી કે...આવો યશસ્વી અવની પર બીજો મળવો અશક્ય છે... અથવા કવિના ગર્ભિત વાક્યમાં એમ પણ કહી શકાય કે આ ધરાતલ પ૨ પુન્યશાળી ખ્યતનામ યશસ્વીનો જન્મ થવો મુશ્કેલ છે...વિરલા જ સંતો જન્મ લઇને પોતાની યશ-કીર્તિ મેળવતા હોય છે...! બીજી મહત્ત્વની એક વાત કે, કવિએ શ્લેષાલંકારથી ટંકાર કરતાં કહ્યું :