________________
૬૧૪ ]
પ્રાતઃસ્મરણીય ગુરુ-શિષ્ય
[ મહામણિ ચિંતામણિ
-શ્રી લક્ષ્મીચંદ્ર ‘સરોજ’
‘અલ્પની ભૂમિકામાં બેઠેલા આપણે સૌને માટે અનંતનું દર્શન કરવું કેટલું દુષ્કર અને વિષમ છે? સાડાત્રણ હાથના આ દેહમાં ‘અનંત' ક્યાંક છુપાયો છે? મૂઠીભર હ્રદયમાં ક્યાંય સંતાયો છે? શરીર, બુદ્ધિ અને હૃદયની સીમા ઓળંગી જઇને એ અનંતને જરૂર મળી શકાય છે.
ગુરુનું ગુરુત્વ મહાન છે...તો શિષ્યનું શિષ્યત્વ પણ મહાન છે. એવા મહામાનવ ગુરુ-શિષ્યના સંબંધનું અત્રે સુંદર આલેખન થયું છે.
શ્રદ્ધાની આંખે અને વિવેકની પાંખે ચાલો આપણે એ પરમ શ્રદ્ધેયની સમીપે પહોંચવા પ્રયત્ન કરીએ. -સંપાદક
‘મંગલં ભગવાન વીરો, મંગલં ગૌતમ પ્રભુ..., સંસ્કૃત ભાષાના એક સુપ્રસિદ્ધ શ્લોકની આ પંક્તિ નિર્વિવાદરૂપે સહજ સ્વભાવે બધા જૈન બંધુઓ ભણે છે. આ પંક્તિનો સંક્ષિપ્ત-સરળ અર્થ છે કે આ યુગની કર્મભૂમિના ચોવીશમા ચરમ તીર્થંકર ભગવાન મહાવીર મંગલમય છે અને એમના સર્વપ્રથમ સુપ્રસિદ્ધ શિષ્ય ગૌતમ ગણધર પણ મંગલમય છે.
મંગલમય અને અનન્યતમ
ભગવાન મહાવીર અને ગૌતમ ગણધર મંગલમય એટલે છે કે બંને મહાત્માઓનું આચરણ મંગલમય હતું. અર્થાત્ સુખવર્ધક અને દુઃખનાશક હતું. આત્મવિકાસક અને શરીર-નાશક હતું. સંસ્કૃતિનું ઉચ્છેદક અને શિવ-પ્રકાશક હતું. બંનેએ કહ્યા કરતાં કર્યું વધુ. બંનેએ પહેલાં પોતાને ઉપદેશ આપ્યો, એ પછી અન્યને આદેશ કર્યો. આથી જ બંને મંગલમય બન્યા. બંને પરસ્પર ગુરુશિષ્ય સંબંધે એટલા તો ખ્યાત છે કે એકને યાદ કરતાં બીજાનું સ્મરણ જાગે જ. પણ બંનેની આગવી અનેક વિશેષતાઓ પણ છે. ભગવાન મહાવીર પથ-પ્રદર્શક રહ્યા અને ગૌતમ ગણધર એમના દ્વારા નિર્દેશિત માર્ગ પર ચાલીને જીવન-લક્ષ્ય પામી, સફળ થયા.
ગણધર ચાર શાનના–મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યવના ધારક હોય છે. કેવલજ્ઞાનનો મહામણિ પામતાં પહેલાં ગૌતમ ગણધર ભગવાન મહાવીરના દિવ્ય-ધ્વનિ-સંદેશવાહક થયા હતા. એમના માધ્યમથી ધર્મપ્રિય ભવ્ય પુરુષોએ ધર્મચેતના પ્રાપ્ત કરી હતી. ભગવાન મહાવીરના સુયોગ્ય શ્રેષ્ઠતમ શિષ્ય થવા માટે ગૌતમ ગણધર અથવા ઇન્દ્રભૂતિ ગૌતમને પોતાની પૂર્વગૃહીત મિથ્યાત્વ-મૂલક માન્યતાઓનો ત્યાગ કરવો પડ્યો અને મહાવીરના અંતેવાસી થવાનો, એમની વાણી પ્રસારિત કરવાનો સુયોગ પ્રાપ્ત થયો. તેનું પિરણામ એ આવ્યું કે તેઓ પ્રાંતે કેવલ-જ્ઞાનની પ્રાપ્તિ કરી શક્યા. દીપાવલીને દિવસે, એક તરફ ભગવાન મહાવીર મુક્તિશ્રીનું વરણ કરી રહ્યા હતા અને બીજી તરફ ગૌતમ ભગવાન મહાવીર જેવી જ કેવલ-જ્ઞાનની દિવ્યજ્યોતિની ઉપલબ્ધિ પામવાને