________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૧૩
વાત્સલ્યમૂર્તિ : ગૌતમસ્વામી અનેક વિશિષ્ટ ગુણોને કારણે એક અનન્ય વિભૂતિ બની રહ્યા. તેઓની એક વધુ નોંધપાત્ર અને આજના યુગમાં સૂચક એવી વિશિષ્ટતા હતી તેઓની અનેકાંતદૃષ્ટિ. તેઓની સમન્વયબુદ્ધિ’ જૈનધર્મની અનેકાંતદૃષ્ટિનું એક જીવંત ઉદાહરણ કહી શકાય. જેમ દેવશર્માના પ્રસંગમાંથી ગૌતમસ્વામીની પ્રતિબોધ કરવાની શક્તિનું દર્શન થાય છે, તેમ તે સમયની ભગવાન પાર્શ્વનાથ પરંપરાના શ્રુત સ્થવિર કેશીકુમાર શ્રમણ સાથેના શાસ્ત્રાર્થમાંથી તેમની અર્થઘટનશક્તિ તેમ જ સમન્વયબુદ્ધિ અને તર્કશુદ્ધતાનું દર્શન થાય છે. જૈનદર્શનની અને જૈનધર્મની પાયાની બાબતોમાં એકમતી હોવા છતાં ભૌતિક સ્તરે જોવા મળતી આચાર અને નિયમોની ભિન્નતાને કારણે અલગ લાગતી પાર્શ્વ-પરંપરા અને મહાવીર-પરંપરા એક જ છે અને એ બંનેને એકબીજામાં સમ્મિલિત કરવાનું ગૌતમસ્વામીનું કાર્ય જૈનશાસન પરનો તેમનો મહાન ઉપકાર ગણાવી શકાય.
કેશીકુમાર શ્રમણ સાથેની પ્રશ્નોત્તરીમાં તેઓની મેધાવી બુદ્ધિશક્તિ તેમ જ તેઓની સત્ય સમજવાની અને સમજાવવાની ધીરજ, આવડત અને વાત્સલ્યનું દર્શન થાય છે. ભગવાન મહાવીરના પ્રથમ ગણધર મહાયશસ્વી ગુરુ ગૌતમસ્વામી વિદ્યા અને ચારિત્રમાં પરિપૂર્ણ, દ્વાદશાંગના વેત્તા, તત્ત્વજ્ઞાની હતા. તેઓ મહાન જ્ઞાની, તપસ્વી હોવા છતાં એક આદર્શ મુનિ અને શિષ્ય પણ હતા. એક તરફ તેઓમાં સાધના, જ્ઞાન, તર્કશુદ્ધતા હતી તો બીજી તરફ નમ્રાતિનમ્રતા, સરળતા અને સત્યપરાયણતા હતી. તેઓ વિશ્વકલ્યાણકારી સાધક હતા. તેઓનો આત્મા સદા સંવેદનશીલ હતો. તેઓની દૃષ્ટિ ગુણગ્રાહક અને ધર્મપ્રશંસક હતી. સદા અહંભાવ અને અભિમાનથી પર તેઓ અનેક સિદ્ધિઓ અને લબ્ધિઓના સ્વામી હતા. આવી અનન્ય પ્રતિભાનું નામસ્મરણ, એમની પૂજા, ભક્તિ અને સ્તુતિ એટલે જીવનનાં સંકટો દૂર કરવાં, મનના મનોરથો પૂર્ણ કરવા, આત્મોદ્વારની પ્રેરણા પામવા અને જિન બનવાની દિશામાં આગળ વધવા માટે મહામંગલકારી ગુરુની ભક્તિ. જૈનશાસનની આવી અનન્ય વિભૂતિને લાખ લાખ વંદના !
दो गगनेस्वशकता योजनानापद वंदनाय निनाम्पती િિતયર્ડ્સ;સોતયજીજીવાશ્ચિતંના વિવસ ख्याशतत्तापसाना तपास नाम पुनर्भवायला यापरमान्नदाता सगोतमोतुवा तिमा६ सदक्षिण भोजनमे वदेयं साधर्मिक संघ सपर्ययेति केवल्पवस्त्रप्रद
મુનીનો મળેતોવાતવાશ્ચિતને તર્તરિતીર नारी युगप्रनत्तुमिमा तीर्णानिषेधे सुर १ सगोतमो यस्तुवातिमा श्रीगोतमस्पाष्टक मादरेल
પ્રાચિન હસ્તપ્રતનું એક પાનું
X1