________________
૬૦૬ ]
[ મહામણિ ચિંતામણિ
આવી મહાન વિભૂતિ ગૌતમસ્વામી ! ઊપડ્યા મિચ્છા મિ દુક્કડં દેવા શ્રાવકને ક્યાં પેલો શ્રાવક અને ક્યાં શાસ્ત્રોના પારગામી શ્રી ગણધર ગૌતમસ્વામી ! જમીન-આસમાનનો ફરક. સરસવ-મેરૂ જેટલું અંતર. છતાં શ્રી ગૌતમસ્વામી લેશ માત્ર પણ હિચકિચાટનો અનુભવ નથી કરતા. અને સ્વયં મિચ્છા મિ દુક્કડં દેવા જાય છે. આ છે નમ્રતા.. વિનયગુણ...!
શ્રી ગૌતમસ્વામી મહારાજા ૫૦ હજાર કેવલી ભગવંતના ગુરુ છે. સ્વયં પણ શ્રુતકેવલી છે. એટલે કે પરમાત્મા જેવી પ્રરૂપણા કરી શકવા સ્વયં સમર્થ છે. પરમાત્મા આજે દેશનામાં શું કહેવાના છે? તે પોતે જાણી શકે તેમ છે. પરમાત્મા જે કંઈ કહેવાના છે તે બધી જ બાબતોના ! પોતે જાણકાર છે. કેમ કે, જે કહેશે તે બધું દ્વાદશાંગીમાં પોતે રચ્યું જ છે! આવી બધી જ જાણકારી હોવા છતાં પ્રતિદિન પરમાત્માની વાણી અચૂક સાંભળતા. એ પણ કેવી રીતે? વિસ્મિત હૃદયે. (વિદનીય હિયો) એટલે કે, ! આવું હોય !” “શું આવું જ છે!” “ખરેખર !' “આહા' ! આવા આશ્ચર્યકારી ચિત્તથી પોતે દેશના શ્રવણ કરતા. હૃદયમાં પ્રભુ મહાવીર ભગવંત પર અવિહડ સ્નેહને કારણે “મારા ભગવાનની વાણી !' “મને મારા ભગવાન સંભળાવી રહ્યા છે !” “મને મારા ભગવાન જગતનું સત્ય સ્વરૂપ સમજાવી રહ્યા છે !” આવા અવિહડ નેહને કારણે સંપૂર્ણ વાણી સરોમાંચ વિસ્મિત હૃદયે સાંભળતા.
અહીં પણ વિનયની જ વિશિષ્ટતા જોવા મળે છે ને!
પેલા અષ્ટાપદની યાત્રા વખતનો તેઓશ્રીનો વિનય આપણા માટે અવિનયનાશનું નિમિત્ત બની શકે તેમ છે. આદ્ય ગણધર ગૌતમ મહારાજા જેને દીક્ષા આપે તેને કેવળજ્ઞાન થઈ જ જાય એવું પોતે નજરોનજર નિહાળતા. તેમ છતાં, મનમાં વિચારતા, “મને ક્યારે કેવળજ્ઞાન ઊપજશે?” કેવો વિનય !
એક દિવસ દેવો દ્વારા માલૂમ થાય છે કે, જે અષ્ટાપદ તીર્થની યાત્રા પોતાની લબ્ધિથી કરે તે અવશ્ય તે જ ભવે મોક્ષ પામે, એમ ભગવાને કહ્યું હતું. શ્રી ગૌતમ મહારાજા તો ઊપડ્યા આજ્ઞા લઈને અષ્ટાપદ તીર્થે. સૂર્યકિરણોના આલંબને જોતજોતામાં પહોંચ્યા અષ્ટાપદ ઉપર. એટલે કે પોતાની લબ્ધિથી યાત્રા કરી. (સૂર્યનાં કિરણો પણ પુદ્ગલ-સ્કંધોનો સમૂહ છે. અર્થાત્ પ્રકાશ એ પણ પુદ્ગલ છે, પરમાણુનો જથ્થો છે.) આ પણ વિનયગુણની વિશાળતા સૂચવે છે. કેમ કે પોતે ગણધર છે, ચાર જ્ઞાનના ધણી છે, શ્રુતકેવલી છે. છતાં પણ ‘ગણધર એ જ ભવમાં મોક્ષે જાય.” એ વિચાર પોતાની મેળે નથી કરતા.
વાસ્તવમાં ગૌતમસ્વામીની ખીરવાળી_અંગૂઠાવાળી (અક્ષીણ મહાનસ) લબ્ધિ કરતાં વિનયગુણની માગણી કરવા જેવી છે. “ગૌતમસ્વામીની લબ્ધિ હજો.' એ વાકયમાં આપણી આધ્યાત્મિક ભાવના છે. માટે જ મોક્ષના બીજરૂપ વિનયગુણની માગણી સર્વશ્રેષ્ઠ છે, ઉત્તમ છે, ચઢિયાતી છે. ત્યનમ્ |
સં. ૨૦૪૮ શ્રા. વ.