________________
૬૧૦ ]
[મહામણિ ચિંતામણિ
ગુરુ ગૌતમસ્વામી : જૈનશાસનની અનન્ય વિભૂતિ
–ડૉં. હેમંત જે. શાહ
જાજર
ગણધર ગૌતમસ્વામી મહારાજાની દાર્શનિક પ્રતિભાનું પ્રતિપાદન આ લેખમાં સુંદર રીતે કરવામાં આવ્યું છે. આપણે આપણા પોતાના વિચારોને અને મંતવ્યોને ચાહીએ છીએ. અને તેથી જ મમત્વ, પૂર્વગ્રહ, કદાગ્રહ અને અંગત માન્યતાઓમાં અટવાઈ જઈએ છીએ. એ આપણાં દુઃખનું મૂળ બને છે.
ગણધર ગૌતમસ્વામીનું જીવન સંવાદી હતું. એ આપણને સર્વ કદાગ્રહોથી મુક્ત કરાવે છે. પરમ ધ્યેય પર પહોંચવાની પારાવાર લગની અને એક માત્ર તલપ અત્રે પ્રસ્તુત છે. ખૂબ જ ભાવથી ડો. હેમંતભાઈ શાહે આ વિગતને ન્યાય આપ્યો છે. આ સિવાય પણ ડો. શાહ જૈનસાહિત્યના વિવિધ વિષયો પર પ્રકાશ પાડતા રહ્યા
-સંપાદક
ભગવાન મહાવીરના પ્રથમ ગણધર પંડિત ઇન્દ્રભૂતિ જૈનશાસનમાં લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમસ્વામી તરીકે ઓળખાય છે. ગુરુ ગૌતમસ્વામી એટલે અનેક લબ્ધિ તથા સિદ્ધિઓના ભંડાર. તેઓને માટે મહાસંત, શ્રેષ્ઠ સાધક, મુમુક્ષુ ધર્મપુરુષ, ગુણિયલ, યોગસાધક શ્રેષ્ઠ તપસ્વી વગેરે સંબોધનોનો ઉપયોગ થાય છે. ગુરુ ગૌતમસ્વામીની પ્રતિભામાં એક બાજુ વિદ્યા અને ચરિત્રનો, તો બીજી બાજુ નમ્રતા અને સત્યપરાયણતાનો પૂર્ણ યોગ જોવા મળે છે. જૈનશાસનના આવા વિશ્વકલ્યાણકારી સાધકના જીવનના કેટલાક પ્રમુખ ઘટક બળોને જોઈશું તો જણાશે કે, ગુરુ ગૌતમસ્વામી જૈનશાસનના સૌ કોઈ માટે પ્રેરણારૂપ અનન્ય વિભૂતિ બની રહે છે. ભગવાન મહાવીરથી સર્વ રીતે અભિન્ન અને એકરૂપ એવા આ સિદ્ધ પુરુષની લબ્ધિઓ અને સિદ્ધિઓ જોતાં પહેલાં આપણે એક દષ્ટિ તેમના જીવન પર નાંખીએ.
આદર્શ પંડિત : ઇન્દ્રભૂતિ ગૌતમનો જન્મ વિક્રમ સંવત પૂર્વે પપ૦માં, એટલે કે ચોવીસમા તીર્થકર ભગવાન મહાવીરના જન્મના આઠ વર્ષ પૂર્વે થયો. જે કુટુંબની સંપત્તિ વિદ્યા હતી અને વ્યવસાય વિદ્યાદાન હતા, તે ગોત્ર ગૌતમનું હતું. માતા પૃથ્વીદેવીના ત્રણ પુત્રોમાં પંડિત ઇન્દ્રભૂતિ સૌથી મોટા હતા. તેમના બે ભાઈઓ અગ્નિભૂતિ તેમ જ વાયુભૂતિ પણ વિદ્યામાં તેમ જ યજ્ઞયાગમાં ઇન્દ્રભૂતિની માફક જ તેજસ્વી અને પ્રભાવશાળી હતા. પંડિત ઈન્દ્રભૂતિ સુંદર, સુદઢ, નીરોગી કાયા ધરાવતા હોવા છતાં તેઓ કાયાની માયાથી પર, સાદાઈ અને સાધુવૃત્તિથી શોભતું ગૃહસ્થજીવન જીવતા હતા. આદર્શ પંડિતના પ્રતીક સમા હતા. ભગવાન મહાવીરને સાડાબાર વર્ષ તપશ્ચર્યા બાદ કેવળજ્ઞાન થયું. આ સમય હતો પંડિત ઇન્દ્રભૂતિના જીવન-પલટાનો. પંડિત ઇન્દ્રભૂતિની
DOOOOO000000000000