________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૫૯૯
તે ગુરુ ગૌતમ સમરીએ
શ્રી કુમારપાળ દેસાઈ
L
E
...
નવા વર્ષના પ્રાતઃકાળે જેમના જાપનું સ્મરણ કરીને જીવન ધન્ય અને પાવન બનાવવામાં આવે છે તેવા ગુરુ ગૌતમસ્વામીની બહુવિધ પ્રતિભાના ભવ્યાતિભવ્ય વિવિધ અંશોને જૈન દર્શનના વિદ્યુત વિદ્વાન અને પ્રભાવી વક્તા પ્રા. શ્રી કુમારપાળ દેસાઈ એમની સિદ્ધિ વરેલી લેખિનીએ વર્ણવે છે ત્યારે લેખમાં શી મણા હોય?
પ્રસંગોનાં આલેખન રસપૂર્ણ અને વાચકોને શુભ ભાવનાઓથી પરિપ્લાવિત કરી દે તેવાં છે.
–સંપર્ક
છે
પ
ર
કડક
ચરમ તીર્થંકર ભગવાન મહાવીર પછી જૈન પરંપરામાં સૌથી વધુ છવાયેલું અને વ્યાપક વ્યક્તિત્વ હોય તો તે ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય અને પ્રથમ ગણધર ગૌતમસ્વામીનું છે. - દીપોત્સવીના મંગલ દિવસે જૈન સમાજ પોતાના ચોપડામાં “ગૌતમસ્વામીની લબ્ધિ હોજો” એમ લખીને એમની લબ્ધિની વાંછના કરે છે અને બેસતા વર્ષના મંગલ પ્રભાતે ગૌતમસ્વામીના જાપનું સ્મરણ કરીને અને માંગલિક રૂપે તેમના રાસનું શ્રવણ કરીને પ્રભાતને પાવન બનાવે છે. ગૌતમસ્વામીના વિરાટ અને બહુમુખી વ્યક્તિત્વને પામવું સરળ નથી. તેઓ જેટલા મહાન તત્ત્વજ્ઞાની હતા, એટલા જ ઉદારમના મહાપુરુષ હતા. ગૃહસ્થાવસ્થામાં ચૌદ વિદ્યાના પારંગત હતા, તો ભગવાન મહાવીરના શિષ્ય બનીને ચૌદ પૂર્વમાં પારંગત બન્યા. જ્ઞાનની ગરિમાએ બિરાજતા હતા, તેમ છતાં નમ્રાતિનમ્ર હતા. અનેક જીવોના ઉદ્ધારક હોવા છતાં નામના અને કામનાથી તેઓ સદાય અલિપ્ત રહ્યા. તપને કારણે એમના ચહેરા પર ઉલ્લાસ અને તેજસ્વિતા છલકતાં હતાં. પચાસ વર્ષે દીક્ષા લીધી હોવા છતાં તેમના મુખ પર ભવ્ય તેજ પ્રગટતું હતું. એમના વ્યવહારમાં પદે પદે વિનય પ્રગટ થતો. રાજકુમાર અતિમુક્તક સાથેના વાર્તાલાપમાં એક મહાન જ્ઞાનીનો સામાન્ય કે અજ્ઞાની બાળક સાથે કેવો સૌજન્ય અને લાગણીમય વ્યવહાર હોય તે દેખાઈ આવે છે. કોઈ કાર્ય માટે બહાર જાય તો ભગવાન મહાવીરની આજ્ઞા મેળવીને જતા અને પાછા આવે ત્યારે ફરી ભગવાનને પોતાના કાર્યની માહિતી આપીને પછી જ અન્ય કાર્યમાં રત થતા.
તેજસ્વી કાયા, મનભર દેહલાલિત્ય અને વિવેકપૂર્ણ વ્યવહારને કારણે પ્રથમ દર્શને જ વ્યક્તિ એમનાથી પ્રભાવિત થતી. જીવનમાં તપને પ્રાધાન્ય આપી નિરંતર છઠ્ઠના પારણે એકાસણાં કરતા હતા. પારણાંને દિવસે જાતે જ ગોચરી લેવા જતા. ગોચરી લેવા જનારા અનેક શિષ્યો એમની પાસે હતા, પણ જાતે જ ગોચરી લેવા જતા. વળી ગોચરી લેવા જાય ત્યારે રસ્તામાં આર્દ્રકુમાર મળે કે અતિમુક્તક મળે, તેમની સાથે ભગવાન મહાવીરના સંદેશની