________________
૫૯૮ ]
[ મહામણિ ચિંતામણિ
વિષાદ કરતા અને વીર ! વીર ! કહેતાં વીરની વીતરાગ દશાનું એમને ભાન થઈ ગયું અને વિચારવા લાગ્યા, ‘અહો ! પ્રભુ તો વીતરાગ હતા. એમને મારા પ્રત્યે ન તો રાગ હતો, ન ષ. આ રીતે પ્રભુના વીતરાગભાવના ધ્યાન દ્વારા તેઓ પણ ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ ગયા. ઘાતિકર્મોનો ક્ષય કરી, એમણે પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું
અનંત લધ્વનિધાન શ્રી ગૌતમસ્વામીનું સ્મરણ પણ મહામંગલનું કારણ છે.
નૂતન વર્ષના મંગલ પ્રભાતમાં એમના રાસનું શ્રવણ કરવામાં આવે છે. તેઓ સ્વયે તો | મંગલ છે, અન્યને પણ મંગલ બનાવનારા છે.