________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
| [ ૫૯૧
મન ગૌતમ બને... તો મહાવીર સ્ટેજે મળે
-પ્રો. કે. ડી. પરમાર
ઇન્દ્રભૂતિ ગૌતમની ભગવાન મહાવીર સ્વામી પ્રત્યેની સમર્પિતતા જેમ અનન્ય હતી તેમ ભગવાન મહાવીરસ્વામીની ઇન્દ્રભૂતિ ગૌતમ પ્રત્યેની કૃપા પણ અનન્ય હતી. પ્રભુએ ઇન્દ્રભૂતિ ગૌતમને સતનું સંગીત આપ્યું. સત્ એ જ ધર્મનો મર્મ. અસત્ની સાથે અજ્ઞાન અને અહમ્ પણ લુપ્ત બને છે. વિદ્વાન એવા પ્રો. કે. ડી. પરમારે અહીં આ લેખ દ્વારા સત્ય-અસત્યની ઊંડી સમીક્ષા કરવાપૂર્વક શિષ્યની સમર્પિતતા અને પ્રભુની કૃપાદૃષ્ટિ તથા સદ્ગુરુ અને ગુરુકૃપાનો મહિમા વગેરેનું સુંદર અને હૃદયસ્પર્શી નિરૂપણ કર્યું છે.
– સંપાદક
ચિદાનંદ–શુદ્ધાત્માનું સુરીલું અને સંવાદી સંગીત, શ્રમણ ભગવાન મહાવીર પાસેથી, શ્રી ગૌતમ મહારાજાને જે સાંભળવા મળ્યું, તેનો જગતમાં જોટો જડવો મુશ્કેલ છે. એ સંગીતના સૂરમાં છે, સત્યનો રણકાર.
"सच्चामि वसहि तवो, सच्चामि संजमो
તદ વસે, તેના દિ ગુI-” સત્યમાં તપનો વાસ છે, સત્યમાં સંયમ અને સમસ્ત ગુણોનો વસવાટ છે.
અસત્ ના ઓરડે ઘૂમતા, કુટાતા અને અથડાતા આત્માને સત્ ના મહાલયમાં હાલવા, વિહરવા અને આનંદવા માટે, પરમાત્મા મહાવીર દેવનું સહુ કોઈને આમંત્રણ છે. આ સત્ ના સંગીતમાં સૂર પુરાવવો, એ જ ધર્મનો મર્મ છે.
વામનમાંથી વિરાટ થવાની, ભિખારીમાંથી ભગવાન થવાની, પામરમાંથી પરમાત્મા થવાની, સત્યના આ સૂરમાં જે શક્તિ છે, તે જ ગુરુનો શિષ્ય પર થતો સાચો શક્તિપાત છે. તે જ શક્તિ શિષ્યને અસત્ માંથી સત્ માં જવા, તિમિરમાંથી તેજમાં જવા, મૃતમાંથી અમૃતનો આસ્વાદ માણવા પ્રેરે છે. અણાહારીપદ પામવા, સંયમસામ્રાજ્યના સ્વામી થવા, ગુણોમાં વસવાટ કરવા અને સુખસાગર બનવા હાકલ કરે છે.
તે માટે પુગલ પરની સઘળી આસક્તિ ખંખેરી નાખવી પડે છે. પુદ્ગલની પકડમાં પામરતા અને નશ્વરતા છે, જ્યારે પરમાત્માની પકડમાં મહાનતા અને અમરતા છે. આત્મા જ્યારે પુગલની સઘળી આસક્તિને પરમાત્મા તરફ વાળે છે, ત્યારે એ આસક્તિ ભક્તિનું સ્વરૂપ પામી પરમ સત્યનું ઉદ્ઘાટન કરે છે.