________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૫૮૭
વિશ્વ પર પાથર્યો. અજ્ઞાન જગતને જ્ઞાનનો અખૂટ વારસો આપ્યો. હે શ્રુત સંપત્તિના દાતા, પરમ ઉપકારી, પરમ ગુરુદેવ, આપ વિશ્વમાં સદા જયવંત છો !
આપના વરદ હસ્તે દીક્ષિત થનાર પચાસ હજાર શિષ્યો કેવળજ્ઞાન પામ્યા. આ અજાયબીના સર્જક ઓ પુણ્યનિધિ ! આપે બાલજીવોના પ્રતિબોધ માટે શ્રી વીરપ્રભુને હજારો પ્રશ્નો પૂછ્યા. પ્રભુએ “હે ગૌતમ !'ના સંબોધનપૂર્વક એ પ્રશ્નોના ઉત્તરો ક્યારેક એકદમ સંક્ષેપમાં, તો ક્યારેક અતિ વિસ્તારપૂર્વક આપવાની આગવી રીત પ્રભુ વીરની ખૂબ અજબગજબની હતી, સુર, નર, તિર્યંચોને આનંદવિભોર બનાવી જતી હતી.
જૈનશાસનનું મૂળ વિનય છે. ધર્મનો પાયો વિનય છે. શાસ્ત્રોમાં વિનય ૪ પ્રકારનો, ૧૦ પ્રકારનો, અને ૬૬ પ્રકારનો બતાવવામાં આવ્યો છે. એ સર્વ પ્રકારનો વિનય આપના જીવનમાં સહજ બની ગયો હતો. તાણાવાણાની જેમ વણાઈ ગયો હતો. ક્ષીરનીરની જેમ આત્મપ્રદેશો સાથે ઓતપ્રોત બની ગયો હતો, એ વિનયગુણનો ભવ્ય જીવોને ભવ્ય આદર્શ આપી આપશ્રીએ સકલ સંઘ ઉપર અનંત ઉપકાર કર્યો છે. એ વિનયની જડીબુટ્ટીના દાતા આપ, અમારા માટે તીર્થસ્વરૂપ છો, મહામંગલ સ્વરૂપ છો.
આપે આપના જન્મથી ગોબર ગામને પાવન કર્યું. બિહારની ધરાને ધન્ય બનાવી. પૃથ્વી માતાને રત્નકુક્ષી બનાવી. વસુભૂતિ પિતાનું કુળ દીપાવ્યું. શાસન-નાયક પદ શોભાવ્યું, અનંત-ઉપકારી, અનંત કરુણાના સાગર ચરમ તીર્થપતિ પ્રભુ વીરની ૩૪ વર્ષ સુધી અનુપમ સેવા કરી. ૧૨ વર્ષનો કેવલપર્યાય પાળી વૈભારગિરિ ઉપર એક માસનું અનશન કરી પરમ પદને વય!
ગૌતમસ્વામી જે સ્થળે અનંતસુખના ધામ મોક્ષને વય તે ગુણશીલ ઉધાન આજ (ગણિયાજી તીર્થ) ગુરૂ ગૌતમસ્વામીના અંતિમ-સંસ્કારની સ્મૃતિરૂપે રચવામાં આવેલ જલમંદિરથી પવિત્ર તીર્થધામ બની ગયું છે.
અદના સેવક બની રહેવાની સાધના એજ તેમને શાશ્ર્વત સ્વામી બનાવ્યા. લબ્ધિપદોનું દયાન અને જાપ કલ્પતરુની જેમ | (ભવ્યામાને મીઠા મધુરા ફળો આપે જ છે.