________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી
[ ૫૭૫
કુંડલપુરના પાવનકર્તા, વસુભૂતિના કુળે શોભતા, રાજગૃહીના વૈભારગિરથી મોહિવજેતા બનતા, વીતરાગ-ભાવમાંથી વિશુદ્ધ વિમલ ભાવે મોક્ષને પામતા, પચાસ હજાર કેવલીના ગુરુના બિરુદને શોભાવતા, સર્વ મંગલમાં શ્રેષ્ઠ મંગલમ્ કરતા, અનેક સૂરિવરો-મુનિવરો ને દેવેન્દ્રોથી સ્તવના કરાતા, મારા વ્હાલા-પ્યારા-લાડીલા ગૌતમસ્વામીના ચરણે ભાવપૂર્ણ વંદનાવલી, કોટિ વંદન.
પ્રભુ જ્યારે મરીચિના ભવમાં હતા ત્યારે કપિલનું શરીર ધારણ કરીને વીર બનનારા પણ મરીચિના મુખમાંથી ‘અહીં પણ ધર્મ છે ને ત્યાં પણ ધર્મ છે'ના ઉદ્ગારો કઢાવનારા તમે જ ગૌતમસ્વામી બની ગયા. કેવા ચમત્કાર કર્યા! ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં વીર વિભુના એ જીવના રથના સારથિ બનનારા તમે જ, તે સિંહને શાંતિ ને સમાધિના પાઠ ભણાવ્યા હતા તે તમે જ છો..
ગૌતમ ગોત્રના ધરનારા ઇન્દ્રભૂતિના ભવમાં ભારતના વિદ્વાનના અભિમાને અથડાતા તમે જ કહેતા હતા, આ કોણ માયાવી આવ્યો છે, જે માનવોને તો ઠીક, દેવોને પણ ફસાવી જાય છે, જે સર્વજ્ઞતાનું બિરુદ ધરાવે છે ને જેને હરાવવા માટે ૫૦૦ શિષ્યોની બિરુદાવલી ગજાવતા આવનારા તમે જ શું ગૌતમસ્વામી બની ગયા, તમે જ પ્રથમ ગણધરપદ પામી ગયા ! અરે, તમે જ દ્વાદશાંગીના સમર્થ રચયિતા મિનિટોમાં પલટાઇ ગયા ! કેવી તમારી ગુણગ્રાહકતા! કેવી તમારી નમ્રતા ! કેવા તમારા ૫૦૦ શિષ્યો પણ બેસી ગયા વીરનાં ચરણે !
સાચે જ, હજી મન નથી માનતું કલિયુગના વીર-શાસનના વક્ર ને જડ જીવોમાં, શું તમારા સાથી ભાઇઓને ભાવિકો ૪૪૦૦ના જીવનમાં સરળતા સૂર્યને સન્માનતા તમે સૌ નવીનતાધારક આત્માઓ થઇ ગયા ? આજે અહંભાવના અજ્ઞાનમાં આથડતા પામર પૂજ્ય જીવોને તમારું જ્ઞાન, તમારી શક્તિ આંશિક પણ વર્ષાવો તો આ જૈન શાસન એકતાના તારે મધુર સંગીતના સૂરોથી વિશ્વમાં વંદનીય બની જાય.
તમો અમારા વ્હાલા ને પ્યારા ગુણોને અમારામાં અર્પિત કરો તેવી મંગલ આશા રાખીએ છીએ, જેને કરુણાના સાગર, કૃપાના ભંડાર, જરૂ૨ ઉદારતાથી પૂર્ણ કરશો. ‘ગૌતમ નામે નાવે રોગ, ગૌતમ નામે સર્વ સંયોગ; જો કીજે ગૌતમનું ધ્યાન, તો ઘર વિલસે નવનિધાન' પ્રભુભક્ત માટે તો નવનિધાન નહીં, એક જ ધ્યાન જોઇએ છે કે જે મોક્ષના રાગે સદા વિકસતું રહે, વિલસતું રહે.
હે ગુણનિધાન ! હવે તો તમારા ચરણે, તમારા સ્મરણે તરવાનું સાધન છે. બાકી સ્વાર્થના રાગે સંસારના સાજે કોઇ સહારો નથી, કોઇ શરણદાતા નથી. અષ્ટાપદના શિખરે સ્વલબ્ધિથી શુભ ભાવોને પોષનારા પુણ્યનિધાન ! અમોને પણ આત્મલબ્ધિના સ્વામી બનાવો. ત્રણ ભુવનના તિલક ૫૨ રાજતા, સર્વના ભદ્રંકર દાતા, અમોને પુણ્યાનંદના મંગળ માર્ગે, મોક્ષના અગ્રિમ સ્થાને પહોંચાડશો. રક્ષ... રક્ષ... ગૌતમસ્વામી, ત્વમેવ શરણં મમ. તમ શરણે અમ ઉદ્ધાર થશે, અમ જીવ પર તમ ઉપકાર થશે. વ્હાલા, વંદન સ્વીકારો.
*
*
*