________________
૫૭૬ ]
[ મહામણિ ચિંતામણિ
‘ભયવ’નો નાદબ્રહ્મ : ગૌતમસ્વામી
–૫. H. આ. શ્રી વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન
૫. મુનિશ્રી કલ્યાણબોધિવિરાજી મહારાજ
વીરની વાણીમાં સતત વહેતો શબ્દ ગોયમ અને ગૌતમના રોમેરોમે આવરાઈ ગયેલો શબ્દ છે ભયવે. આ યાત્રા આજની નથી; પણ ભવોની ગાંઠ ઉકેલાઈ જાય તો સ્પષ્ટ દર્શન થાય અને એ દર્શન જ વાસ્તવિકતાનું ભાન કરાવશે. – સંપાદક
અનેક આદર્શોને ચરિતાર્થ કરનારી વિરલ વિભૂતિ એટલે જ ગૌતમસ્વામી! કાળના વિકરાળ પેટાળમાં લુપ્ત થયેલા તેમના જીવન-કવનને ખોળવો એ શક્ય જ નથી છતાં મળતાં અવશેષોમાંથી શેષ સર્વેની કલ્પના શકય છે જ! નામ, ગામ ને કામની પ્રાથમિક વાતો તો સર્વવિદિત છે. આપણે તો તેમના પાર્થિવ પિંડની પેલે પાર છુપાયેલા પ્રકાશને પિછાણવો છે. તેમની મૌલિકતા ને મહાનતાના મહાસાગરના બિંદુમાત્રનો રસાસ્વાદ માણીશું તો પણ ધન્ય બની જશું.
એક જ જીવનમાં સ્વાભિમાન અને સર્વસ્વ સમર્પણની ચરમસીમા સર કરવી એ જ એમની મહાનતા હતી. મહાવીર મળ્યા પૂર્વે અભિમાનના એટલા ઊંચા આકાશમાં ઊડતા હતા કે તેમને પોતાનાથી ઊંચું કોઈ દેખાતું જ ન હતું. પોતાની જાતને જ સર્વેસર્વા ને સર્વજ્ઞ માનતા હતા. હાજી હા કરનારા ૫૦૦ શિષ્યોનું સ્વામિત્વ ને દશ સહપંડિતોના હજારો શિષ્યોનું સાર્વભૌમત્વ તેમની મોટાઈની આગમાં ઘી હોમતું હતું! વેદના અઠંગ અભ્યાસી ને યજ્ઞકર્મમાં પરમ પાંડિત્યપૂર્ણ પ્રતિભાશાળી હતા. બ્રાહ્મણ તરીકેની પૂજ્યતા ને અજોડ વિદ્વત્તા દેશ-વિદેશમાં વિખ્યાત બની ચૂકી હતી. વિદ્વાન હોય, વિપ્ર હોય, વિખ્યાત હોય, પછી જમીનથી અધ્ધર શું કામ ન ચાલે? સત્તા,
સ્વામિત્વ ને સમૃદ્ધિ જ અહંકારનું ઓરીજીન છે ને? પણ જે ક્ષણે તેમને મહાવીર મળ્યા, તેમની સર્વજ્ઞતાને સ્વીકારી, તેમની મહાનતાને માણી, તે જ ક્ષણે એ સ્વાભિમાનના સર્વોચ્ચ શિખર ઉપરથી સડસડાટ નીચે ઊતરી ગયા, કોઈ પણ જાતના સંકોચ કે શરમ વિના, બાળક બગીચામાં લસરપટ્ટી ઉપરથી સહજતાથી ને હસતાં હસતાં ઊતરી પડે તે અદાથી જ! ને પ્રભુના ચરણકમલમાં ભ્રમર તરીકેનું સ્થાન મેળવી લીધું. સત્તા, સમૃદ્ધિ ને સ્વામિત્વ-બધું જ વીરમાં વિલીન કરી દીધું. એટલું જ નહીં, પણ સ્વનું પણ સંપૂર્ણ સમર્પણ કરી દીધું! જેમ સૈનિક બનવાની પ્રથમ શરત છે કે તમારી બુદ્ધિ સેનાપતિને સોંપી દો, તેમ સાધક બનવાની પણ પ્રથમ શરત છે કે તમારાં બદ્વિ-મન-અંતઃકરણ યાવત સર્વસ્વ તમારા આરાધ્યને સમર્પિત કરી દો! વિદ્વાન માટે વિનીત બનવાની કઠિનાઈ તો તે જ જાણી શકે ! પણ ગૌતમ માટે કશું કઠિન ન હતું! બાકી મનઃપવજ્ઞાન હોવા છતાં મૂક જેવા બની જવું અથર્ મોટાઈ બતાવવાની મહેચ્છાને મારવી ને અગણિત આજ્ઞાંકિતોનું આધિપત્ય અનુભવ્યા પછી પણ દાસાનુદાસ બનીને રહેવું એ જેવી-તેવી કળા નથી. આ પણ તેમની લબ્ધિ જ સમજવી, કે અનંત લબ્ધિઓનું પ્રભવસ્થાન જ સમજવું રહ્યું. “અબ
www