________________
૫૩૨ ]
[મહામણિ ચિંતામણિ
કેવળજ્ઞાનની ઉષા પ્રગટી!
– શ્રી ઈશ્વરભાઈ હ. પટેલ
ગુરુ ગૌતમને કેવળજ્ઞાન પ્રાપ્ત થવામાં એક માત્ર તરણા જેવો અંતરાય હતો, તે દેહરાગ. પ્રભુની હયાતીમાં પ્રભુના પાર્થિવ દેહ પ્રત્યેની અનન્ય અનુરાગિતા. પ્રભુના નિર્વાણ સાથે ગૌતમસ્વામીથી એ દેહરાગ કેમ છૂટે છે અને કેવળજ્ઞાનનો સૂર્ય કેવો ઝળહળી રહે છે તેનું સુંદર વર્ણન આ લેખમાં મળે છે.
-સંપાદક આસોની અમાવાસ્યા! પ્રભુ મહાવીરનો એ નિર્વાણદિન!
સારો જગતને સત્ય અને અહિંસાનો પરમ તેજસ્વી અમર સંદેશ દેનાર પ્રભુ મહાવીરનો એ નિવણદિન! '
' , - “ - સંત પુરુષ કદી નિર્વાણ પામતા નથી. નિર્વાણ પામે છે તેમનો પાર્થિવ દેહ.
એ આસોની અમાવાસ્યાનો દિવસ હતો. આજે પ્રભુ પોતાનો પાર્થિવ દેહ છોડી જવાના છે. પણ પ્રભુ મહાવીરના મનમાં એક આછીપાતળી ચિંતા છે. એ છે પોતાના શ્રેષ્ઠ શિષ્ય ગૌતમની.
ગૌતમ એ ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય, પ્રથમ ગણધર. ગણધર ગૌતમનો પ્રભુ મહાવીર ઉપર એટલો બધો સ્નેહ કે ન પૂછો વાત. આ અત્યંત સ્નેહપણાને કારણે ગૌતમના મનમાં મહાવીર પ્રત્યે રહેલી ભાવનાએ અતિરેકનું સ્વરૂપ લીધું. આથી કરીને ગણધર ગૌતમ પ્રભુના તત્ત્વના રાગી બનવાને બદલે દેહરાગી બનવા લાગ્યા. તેથી પ્રભુના મનમાં પોતાના મહાન શિષ્ય પ્રત્યે આ છેલ્લી ઘડીએ પોતાની દિવ્ય દૃષ્ટિથી જોઈ લીધું કે, હું જઈશ એટલે ગૌતમ મારા પ્રત્યેના અત્યંત સ્નેહને કારણે કદાચ પોતાની જાતનું ભાન ભૂલી જશે. મારા દેહવિલયના વિલાપમાં તે કદાચ ગાંડોતૂર બની જશે. આથી કરીને તે કેવળજ્ઞાનથી વંચિત રહી જશે. મારા દેહ સાથે મમતા બાંધી બેઠેલો ગૌતમ બદ્વિવાન ગૌતમ શું કેવળ વંચિત રહી જશે? ગૌતમનો હાથ જેના પર રહે છે તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લે છે. પણ, દેહ પ્રત્યેની ભાવનામાં તણાઈ ગયેલો ગૌતમ શું મુક્તિથી ટળી જશે?
ભગવાન મહાવીરે આ વસ્તુ પોતાની દિવ્ય દૃષ્ટિથી નિહાળી લીધી. અને પોતાના મહાન શિષ્યરત્નને પરમાવસ્થા પ્રાપ્ત કરાવવા ખાતર પોતાના નિવણિદિનના દિવસે ગૌતમ મુનિને બાજુના ગામમાં દેવશમાં નામના વિપ્રને પ્રતિબોધવા સાર મોકલ્યા. ભગવાન મહાવીરના શબ્દેશબ્દ જીવનમાં ઉતારનાર ગૌતમ, પ્રભુની આજ્ઞાને શિરોમાન્ય ગણી ચાલી નીકળ્યા. તેમને ક્યાં ખબર હતી કે, પ્રભુના જીવનની અંતઘડી આવીને ઊભી છે!
ગૌતમના ગયા પછી પ્રભુ મહાવીરે પોતાની સમ્યક્ દષ્ટિ કેળવી. આસોની અમાવાસ્યાની