________________
૫૪૮ ]
[ મહામણિ ચિંતામણિ
જ વિચાર આવે છે કે અમે તપ કરી કાયા શોષવી છતાં એટલી લબ્ધિ ઉત્પન્ન થઈ નથી કે આગળ વધીએ; તો પછી આ દંઢકાય જીવાત્મા આગળ કેવી રીતે જશે ? તાપસો વિચાર કરતા રહ્યા અને ગણધર ગૌતમ સૂર્યનાં કિરણોના આલંબને ઉપર પહોંચ્યા. ભરત ચક્રીએ ભરાવેલા ચોવીશે જિનેશ્વરોની ભાવભરી વંદના-સ્તુતિ કરી. જગચિંતામણિ સ્તોત્રથી ભાવપૂર્વક સર્વ જિનાલયો, સર્વ શાશ્વત બિંબોની વંદના કરી. પાંચ તીર્થોમાં (૧) શત્રુંજયના આદિનાથ, (૨) ગિરનારના નેમિનાથ, (૩) સત્યપુર (સાચોર, જિ. જાલોર, રાજસ્થાન)ના મહાવીરસ્વામી, (૪) ભરૂચના મુનિસુવ્રતસ્વામી અને (૫) મુહરી પાર્શ્વનાથ (જે હાલ ટીંટોઈ ગામે વિરાજમાન છે. હિંમતનગરથી શામળાજી જતાં વચ્ચે આ તીર્થ છે. શામળાજીથી ૧૯ કિલોમીટર જતાં ટીંટોઈ છે.).
અષ્ટાપદજી ઉપર આવેલા તિર્યક્ જંભૂક દેવની શંકા દૂર કરવા પુંડરીક-કંડરીક અધ્યયન કહી શંકા દૂર કરી. નીચે ૧૫૦૦ તાપસનાં ત્રણે જૂથ એક જ ભાવના કરે છે નીચે ઊતરે ત્યારે આ પુણ્યવાન પુરુષને ગુરુ બનાવવા, જેથી આપણો નિસ્તાર થશે. નીચે ઊતરે ત્યારે બધા ગૌતમસ્વામીજી પાસે દીક્ષા લેવા તત્પર બને છે. દેવતાઓ વેષ આપે છે. બધાને પારણાનો દિવસ છે. ગૌતમસ્વામીજી ઉપર તુંહી-તુંહી ભક્તિવાળા હોવા સાથે રાગ સંસારમાં ડુબાડે તે સમજતા ૫૦૦ તાપસો જે અમને પારણે અઠ્ઠમ કરનારા છે તે પારણું કરતાં કેવલજ્ઞાન પામે છે. પારણું કરીને ભગવાન મહાવીર પાસે જતાં સમવસરણની ઋદ્ધિ દેખીને બીજા છઠ્ઠને પા૨ણે છઠ્ઠ કરનારાનું જૂથ કેવલજ્ઞાન પામે છે. ઉપવાસને પારણે ઉપવાસ કરનારા ત્રીજા જૂથને ભગવંતનું રૂપ જોતાં કેવલજ્ઞાન ઊપજે છે. સમવસરણમાં કેવલીની પર્ષદા તરફ જતા ૧૫૦૦ તાપસને ગણધર ગૌતમસ્વામી અટકાવે ત્યાં મહાવીર પરમાત્માના શબ્દો કાને પડે છે : “હે ગૌતમ, કેવલીની આશાતના કરીશ નહીં.” આ શબ્દો સાંભળતાં ઇન્દ્રભૂતિ ગૌતમને ખળભળાટ મચી જાય છે. અષ્ટાપદની યાત્રા કરી આવ્યો તો પણ અષ્ટાપદને અડધે રસ્તે નહીં પહોંચનારને કેવલજ્ઞાન, અને હું એમ ને એમ ! કારણ શું? શું નડે છે ? આવા વિચારમાં અટવાયેલા ૧૪૪૨મા ગણધરને કાને શબ્દો પડે છે : તારો મારા ઉપરનો ઘણા ભવ પહેલાંનો રાગ છે. ચિર પરિચિત છો. રાગ છોડી દે તો હમણાં કેવલજ્ઞાન થઈ જાય. ગણધર ગૌતમ પોકારી ઊઠે છે, કેવલજ્ઞાન થાય કે વેગળું રહે, મારે ભગવાન પહેલા. સાંભળવા પ્રમાણે ભગવંત મહાવીરના ત્રીજા મરીચિના ભવમાં તેમની દીક્ષા છોડી પવ્રિાજક બનેલી અવસ્થામાં શિષ્ય બનેલા કપિલ રાજપુત્ર ગૌતમ ઇન્દ્રભૂતિનો જીવ હતો. કેટલાયે સાગરોપમ પહેલાંનો સ્નેહરાગ અનેકના સ્નેહરાગ છોડાવનારને પોતાને છૂટતો નથી, તેનાથી વધારે દુઃખદ, વધારે કરુણ શું હોઈ શકે ? સ્નેહરાગની પરાકાષ્ઠા છે કે રાગ ખોટો જ તેમ પ્રતિબોધી કલાકોમાં કેવલજ્ઞાન આપનારને રોમેરોમમાં સ્નેહરાગ ભરેલો રહે છે. કેટલી વિષમતા ! કેટલી ભયંકરતા !! કેટલા દૃઢ ધ્યાનથી આપણા જીવો જેવા પામર જીવોને વિચારવાની વાત છે !!!
સ્નેહરાગના અડાબીડ જંગલમાં અટવાયેલા હોવા છતાં જગતના જીવો તરફનો પ્રેમ-લાગણીમમતાયુક્ત અને દ્વેષયુક્ત ઇન્દ્રભૂતિ ગૌતમનો આત્મા જોઈએ.
લગભગ એક કોડાકોડી સાગરોપમ જેવા દીર્ઘ સંસારમાં સ્નેહરાગની ભઠ્ઠીમાં શેકાવા છતાં અન્ય જીવોને શાતા-શાંતિ આપવા તરફ સ્વાભાવિક જ ગૌતમ ગણધરનો જીવ ટેવાયેલો છે તે અતિ અદ્ભુત વસ્તુ છે. સામાન્ય રીતે જ્યાં રાગની માત્રા તીવ્ર હોય ત્યાં દ્વેષ પણ તીવ્ર હોય છે. પરંતુ ગૌતમસ્વામીના જીવનમાં તેનાથી તદ્દન વિપરીતતા છે. તેના બે પુરાવા પ્રસિદ્ધ છે.